________________
પ્રણિધાનાદિ પાંચ આશયો
૩પ૯
લીધા પછી વિપ્નોની ફોજની ફોજ આવી. ચારિત્ર લીધા પછી જ અંતરાય ઉદયમાં આવ્યા છે. આપણે જે કર્મો આત્મામાં નાંખ્યાં છે તે જ ઉદયમાં આવે છે. વિનોનો જય કરનાર આત્મા ઊંચી કોટીના સંસ્કારો નાખી આગળ વધે છે. વિપ્ન ત્રણ પ્રકારનાં છે.
- (૧) જઘન્ય વિપ્ન – કંટક સમાન દા.ત. એક મુસાફર એક ગામમાંથી બીજે ગામ જાય, વચમાં કાંટા આવે એ જઘન્ય વિઘ્ન છે. કાંટા દૂર કરી બરાબર જોઈને ચાલે તો પહોંચી શકે છે.
(૨) મુસાફરને તાવ આવે તે મધ્યમવિબ. તાવના કારણે જલ્દી ચાલી ન શકે, માર્ગ કાપી ન શકે, રોગ શરીરની અશક્તિ ઊભી કરે છે. આ મધ્યમ વિપ્ન છે.
(૩) દિગ્મોહ એ ઉત્કૃષ્ટ વિજ્ઞ છે. મુંબઈ જવા નીકળ્યો છે. દિશાની ખબર પડતી નથી. દિશાનો જ નિર્ણય નથી થતો-ઉત્તર છે કે દક્ષિણ છે ? પૂર્વ છે કે પશ્ચિમ છે ? આ નિર્ણય વિના પગમાં વેગ કેવી રીતે આવી શકે ? થોડું ચાલે ને પાછો આવે !
મોક્ષમાર્ગના પથિકને પણ આવી રીતે શીતાદિ પરિષહો એ જઘન્ય વિઘ્ન છે. કંટકસ્થાનીય છે. ક્ષયોપશમ ભાવના બળે, સત્ત્વના બળે આત્માને કષાયમાંથી બચાવી આત્મઘરમાં રાખવાનો છે. શીતાદિ પરિષહો જીતે તે સમતાને ટકાવી શકે છે. આ ઉત્સર્ગમાર્ગ છે. પરિષહો ઘણા હોય, સત્ત્વ ખૂટતું દેખાય ત્યારે અપવાદનું પણ આલંબન લઈને સમતાને ટકાવી રાખવાની
મોક્ષમાર્ગે વધતાં મધ્યમ વિન રૂપ શારીરિક વ્યાધિ, રોગ, જ્વર વગેરે પ્રતિકૂળતાઓ ઊભી ન થાય તે માટે મુનિઓ પરિમિત આહાર લે, યોગ્ય સમયે આહાર લે અને આરોગ્યને ટકાવે. રોગ જ ન થાય તે રીતે શરીરને પહેલેથી જ કેળવે. મોરારજી ભાઈ ૯૧ વર્ષે પણ ટટાર ચાલતા હતા; કોઈકે તેને પૂછ્યું તો કહ્યું કે હું નિયમિત છું, હું મિતાહારી છું. આ બે આરોગ્યનાં મહત્ત્વનાં લક્ષણો છે. જીવનચર્યા ક્રમબદ્ધ ગોઠવાવી જોઈએ. જેનામાં નિયમિતતા છે તેને બીજા વિચાર ન આવે. ચોવીસ કલાકમાં પચ્ચીસ કલાકનું કાર્ય ગોઠવી દો. પછી બીજા વિકલ્પને અવકાશ નહીં રહે.
ડી. ગાંધીજી એક વખત પ્રાર્થના કરવા જાય છે. સામેથી અંગ્રેજ પત્રકાર લૂઝ ફીસર સામે આવી રહ્યો છે. મળવા માગે છે. ગાંધીજીએ કહ્યું, Sorry! અત્યારે હું તમને ટાઇમ ન આપી શકું. કારણ કે આ ટાઇમ અત્યારે પરમાત્મા માટે નક્કી થઈ ગયો છે. પ્રભુની અપેક્ષાએ સંસારમાં કોઈ ચીજ મૂલ્યવાન નથી. સંસારની ચીજની ઓછામાં ઓછી કિંમત આંકવી એ ધર્મીનું લક્ષણ છે. જગત પાસે દીન બનીને જીવવું એ કલંક છે. કોઈ પાસે રોદણાં
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org