________________
દ્રષ્ટા અને દૃષ્ટિની ભેદાભેદતા
નહિ. અને ધર્મ કરવો ગમશે નહીં. કામરાગ અને સ્નેહરાગની અસારતા જીવે સમજવી જ પડશે. ઇંદ્રિયોના વિષયો પ્રત્યેનો જે રાગ છે તેનો સમાવેશ કામરાગમાં થાય છે અને સંસારના કોઈ પણ પ્રકારના લોભથી ઉત્પન્ન થયેલી અશાંતિને દૂર કરવા માટે, સ્વાર્થ સાધવા માટેની લાગણી એ સ્નેહરાગ છે. આ બધો પ્રમાદ છે. પ્રમાદ છટ્ઠા ગુણસ્થાનક સુધી હોય છે. કષાયનો અંત જોકે બારમે ગુણસ્થાનકે હોય છે છતાં યથાશક્તિ અપ્રમાદી એવો શાસ્રયોગી સાતમા ગુણસ્થાનકે સ્વરૂપનું વેદન કરીને નિર્વિકલ્પ અવસ્થાની અનુભૂતિ કરી શકે છે. વ્યક્ત પ્રમાદની અસર છટ્ઠા ગુણસ્થાનક સુધી હોય છે. અહીં યથાશક્તિ શા માટે લખ્યું ? આમ તો પ્રમાદ જોઈએ જ નહીં પણ પોતાનું સામર્થ્ય જ કાબૂ બહાર જાય અને શરીર પરનો કાબૂ ન ટકાવી શકે તે વાત જણાવવા માટે યથાશક્તિ લખ્યું છે. પ્રમાદ તો જોઈએ જ નહીં. પરમાત્માના પ્રમાદની પણ શાસ્ત્રે નોંધ લીધી છે. ઋષભદેવને અહોરાત્ર ૨૪ કલાક,પ્રભુ મહાવીરસ્વામીને એક અંતર્મુહૂર્ત પ્રમાદ આવ્યો છે, જોકે તેમણે આ પ્રમાદ લીધો નથી પણ પરીષહ અને ઉપસર્ગના વેદનથી અત્યંત શ્રમિત થવાથી દેહે પોતાનો કાબૂ ગુમાવ્યો છે અને ક્ષણ-બેક્ષણની નિદ્રા આવી છે એ બધાનો ટોટલ કાળ અહીં ગણ્યો છે. અહીં પ્રમાદ હોવા છતાં શક્તિનું ઉલ્લંઘન નથી કર્યું એટલે વાસ્તવિક અપ્રમાદ જ કહેવાય.
૧૭૭
=
પ્રભુ મહાવીર ભગવાનના કાનમાંથી જ્યારે ખીલા કાઢ્યા ત્યારે પ્રભુથી ચીસ પડી ગઈ છે, પર્વતોમાં તડ પડી છે, ભેખડો તૂટી ગઈ છે. ધરતી ફાટી ગઈ છે. તો આ સમયે પ્રભુનું ચારિત્ર સાતિચાર છે કે નિરતિચાર ? તો નિરતિચાર જ છે, કારણ કે અહીં એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે કાયાનો ધર્મ કાયા બજાવે છે, પરમાત્મા પોતે તો સ્વરૂપના ધ્યાનમાં જ છે. ધ્યાન વિક્ષિપ્ત થયું નથી, માટે સાતિચારતા નથી, દોષ નથી. અનાભોગ અને સહસાત્કારને સમજવા જેવું છે. અનાભોગમાં આત્માને ખ્યાલ ન હોય અને થઈ જાય તે લેવાનું છે અને સહસાત્કારમાં શરીર કાબૂમાં ન હોય અને થઈ જાય તે લેવાનું છે. સહસાત્કારે જે કોઈ દોષ લાગે છે તે પ્રમાદ, એ પ્રમાદ નથી, પણ અપ્રમત્તતા છે.
શાસ્ત્રમાં એક દૃષ્ટાંત આવે છે. એક મહાત્મા છે. ઈર્યાસમિતિના પાલનમાં ઉપયુક્ત છે. ખુબ સુંદર પાલન કરે છે. કોઈ જીવ પોતાથી ન મરે એની સતત કાળજી રાખી રહ્યા છે. ઇન્દ્ર પણ ઇન્દ્રસભામાં તેના સંયમની પ્રશંસા કરે છે તેથી દેવે તેની પરીક્ષા કરવા માટે માર્ગમાં દેડકીઓ વિકુર્તી અને વળી સામેથી દેવતાએ વિક્રુર્વેલો હાથી ગાંડોતુર બનીને આવી રહ્યો છે. તો પણ મહાત્મા ખૂબ જ યતનાપૂર્વક ધીરે ધીરે સ્થિરતાથી ચાલી રહ્યા છે. હાથીએ મહાત્માને સૂંઢમાં લીધા, ઉછાળ્યા. મહાત્મા તો મારા દેહથી Jain Education International_2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org