________________
૧૭૮
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
કોઈ જીવ મરે નહિ, તે ચિંતાથી શરીરનો અધિક ને અધિક સંકોચ કરી રહ્યા છે. જેમ જેમ ઉપસર્ગ થાય તેમ તેમ પરિણતિ તીવ્ર બને છે. આત્મા અહિંસાના ઉપયોગમાં સ્વભાવથી વર્તી રહ્યો છે. અપ્રમત્ત જીવન હોતે છતે કાયાના ધર્મો કાબૂમાં ન રહે અને જે કોઈ પ્રમાદ સેવાઈ જાય તેના માટે યથાશક્તિ અપ્રમાદી શબ્દ ઘટે છે. અહીં સ્વપરિણામની સતત વૃદ્ધિ છે. અંદરમાં કોઈ વિકલ્પ નથી.
શાસ્ત્રયોગને પામવા માટે અપ્રમત્તતા એક અંશ, factor અવયવ છે. પણ અપ્રમત્તતા આવે એટલે શાસ્ત્રયોગ આવી જાય એવું નથી. તે માટે બીજી બધી કંડીશનો પણ આવશ્યક છે. સ્વરૂપમાં જ નિરંતર ઉપયોગ હોવો જોઈએ, જગતના જીવો સાથેનો સંબંધ છૂટી ગયેલો હોવો જોઈએ. નિપ્રયોજન વિચાર, વાણી અને વર્તન એ શાસ્ત્રયોગમાં બાધક છે.
સિદ્ધર્ષિ ગણિ પ્રશ્ન કરે છે, તત્વના જાણકાર કોણ ? અહીં જવાબમાં પાંડિત્યને મહત્ત્વ અપાયું નથી. પણ જેને આત્મકલ્યાણનો તીવ્ર આગ્રહ છે, સ્વરૂપને પામવા માટેની તીવ્ર રુચિ છે, સ્વરૂપના આનંદ માટેની તાલાવેલી છે. સ્વરૂપ સિવાય કાંઈ જોઈએ નહીં એવી મનોવૃત્તિ છે તે તત્ત્વનો જાણકાર છે. જગતની અંદર અન્ય ચીજોમાં જે સુંદરતા ભાસે છે, તે આત્મતત્ત્વથી ભાસે છે. ચૈતન્ય નીકળી જાય પછી કંઈ જ સુંદર નથી. આત્મા જ ન હોય તો શું સુંદર અને શું અસુંદર ? બીજાની સુંદરતા પણ આત્માને આભારી છે.
કોય જેને આત્મકલ્યાણની તીવ્ર ઈચ્છા છે, જ જેને આત્મકલ્યાણનો જ આગ્રહ છે,
જેને મનુષ્યજન્મ પામીને પોતાના આત્માને ઠેઠ સર્વવિરતિ, અપ્રમત્તભાવ સુધી પહોંચાડવાનો છે,
જ જેને સ્વરૂપની તીવ્ર તાલાવેલી, રુચિ, તમન્ના છે તેને નિપ્રયોજન એક પણ વિકલ્પ ઊઠે નહિ. નિષ્ઠયોજનનો અર્થ બહુ વ્યાપક છે.
જેને મોક્ષ સાથે કોઈ અનુસંધાન નથી, જે મોક્ષ પ્રાપ્ત ન કરાવી આપે તે બધું નિમ્પ્રયોજન સમજવું.
આપણું જીવન નિપ્રયોજન વિકલ્પોથી ભરેલું છે.
નિપ્રયોજન વિકલ્પવાળો કલ્યાણનો કામી ન હોઈ શકે, જે ઉપરની કક્ષાએ ન ચઢ્યો હોય, તત્ત્વથી ભાવિત ન થયો હોય, સ્વરૂપથી ભાવિત ન થયો હોય તેને અવિનાશી સ્વરૂપથી ભાવિત થવાનું છે. એને જ ઘૂંટવાની જરૂર છે અને સ્વરૂપને વારંવાર, ભિન્ન ભિન્ન રીતે ઘૂંટવામાં આવે તો વિકારી ભાવો નીકળી જાય છે.
નિમ્પ્રયોજન વિકલ્પોનું ન ઊઠવાપણું એ મનોગતિ છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org