________________
19
તેથી જ આ પુસ્તક તમને માત્ર પદાર્થપ્રકાશ પાથરતું વોલ્યુમ લાગવાને બદલે તમારી સાથે વાત કરતું, તમારામાં જ રહેલા દોષોને દેખાડતા દર્પણ જેવું અને હિતમિત્ર બની તમને માર્ગ સુઝાડતા આપ્તજન જેવું લાગશે. આ પુસ્તક વાંચનની નહીં પણ સંવાદની અનુભૂતિ કરાવશે.
શાંતસુધારસ ઝરતાં અને પ્રશાંતવાહિતામાં ઝીલાવતાં આ પુસ્તકની પ્રસ્તાવના આલેખનનું કાર્ય મને સોંપી પૂજ્ય મુનિરાજે મૈત્રીભાવની અનુભૂતિ કરાવી. મારામાં આવા યોગ ટપકતા ગ્રંથ પર પ્રસ્તાવના આલેખનનું સામર્થ્ય ન હોવા છતાં એ માટે પ્રેરિત કરી પ્રમોદભાવનાના ભાવનની સાથે સાથે મને પણ આ પુસ્તકના કિંચિદ્રદર્શનનો લાભ આપવાનો અનુગ્રહ કર્યો છે. આ બદલ હું એમનો હૃદયથી ઋણી છું.
આ પુસ્તક સર્વગ્રાહ્ય અને સર્વોપયોગી બનવા દ્વારા અનેકાનેક ભવ્ય જીવોનું રાહબર બને એવી શુભેચ્છા સાથે આવા શ્રુતસાહિત્યને સમૃદ્ધ કરતાં અને યોગમાર્ગે પ્રકાશ પાથરતાં ટમટમતા દીવાઓ પૂજ્ય મુનિશ્રી દ્વારા પ્રગટ થયા કરે તેવી આશા રાખું છું.
આ પ્રસ્તાવના આલેખનમાં જિનાજ્ઞા વિરુદ્ધ નિરૂપણ થયું હોય, તો તે બદલ હાર્દિક મિચ્છામિ દુક્કડમ !
તનોતુ તે વાગુ જિનરાજ ! સૌખ્યમ્ | શ્રી મુનિસુવ્રત જૈન દેરાસરનો ઉપાશ્રય પંન્યાસ શ્રી અભયશેખર વિ. ગણીનો ઘાટકોપર આસો સુદ એકમ સં. ૨૦૫૩
મુ. અજિતશેખરવિજય
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org