________________
દેહાત્માનો સંબંધ
વસ્તુપાળ, તેજપાળે મસ્જિદો બંધાવી છે, મંદિરો બંધાવ્યાં છે, કૂવા તળાવ ખોદાવ્યાં છે, શિવલિંગો બનાવ્યાં છે. તમારે માટે આની મનાઈ છે અને એમણે આ બધું કરાવ્યું છે.
આમાં આશયશુદ્ધિ હતી. જૈન શાસનની પ્રભાવના માટે તેમણે આ કર્યું છે. હું પ્રજાનું હૃદય નહીં જીતું તો જૈન શાસનની પ્રભાવના શક્ય નથી. હું મંત્રી પદે છું અને પરોપકારનાં કાર્યો કર્યા વિના લોકોનાં હૃદય જીતી શકાતાં નથી. સાધુને તમાચો મારવાનો પ્રસંગ બર્યો છે ત્યારે તેમનું આ ખમીર અને શાસનની દાઝ સ્પષ્ટ દેખાય છે. અને ઑર્ડર કરે છે કે મારનારનો પંજો કાપી નાંખો. આ કેવી રીતે શક્ય બને ? વિવેકદૃષ્ટિથી જીવન જીવવું જોઈએ. પોતાની અને પાકી એવી ભેદરેખા જેને નથી એ વિવેકદૃષ્ટિ છે. વસ્તુપાળ કરતાં અનુપમામાં વિવેકદૃષ્ટિ ચઢે તેવી હતી. કષાયમાત્રની પરિણતિએ પ૨ છે. પુણ્યોદયથી મળેલું પણ પર છે. ઉપશમભાવ એ સ્વ છે. પર છે એ છોડવાનું છે, સ્વ છે એ પકડવાનું છે.
[]
अप्पा कत्ता विकत्ताय, दुहाण य सुहाण य । अप्पा मितममित्तं च दुप्पट्ठिय सुपट्ठिय ॥
૧૦૭
પ્રત્યેક આત્મા, સ્વભાવમાં તેમ જ પરભાવમાં પરિણમતો રહીને પોતે જ પોતાના સુખ-દુ:ખનો કર્તા છે. જે આત્મા, અજ્ઞાન, મિથ્યાત્વ અને અવિરતિ ભાવમાં પરિણામ પામે છે, તે આત્મા પોતે જ પોતાનો દુશ્મન છે, તેમ જ જે આત્મા, પોતાના સમ્યગ્ દર્શન ચારિત્રાદિ ગુણ ભાવોમાં પરિણામ પામે છે. તે આત્મા, પોતે જ પોતાનો પરમ મિત્ર છે.
જ્ઞાન
Jain Education International 2010_05
For Private & Personal Use Only
-
www.jainelibrary.org