________________
યોગીના પ્રકાર
ત્રણ પ્રકારના યોગીનું વર્ણન આવે છે.
(૧) ગોત્રયોગી (૨) કુલયોગી (૩) પ્રવૃત્તચક્રયોગી. (૧) જેમના ગોત્ર (નામ) જ માત્ર યોગી છે. યોગની સાથે કોઈ વિશેષ પ્રકારનો જેમને સંબંધ નથી. માત્ર તેમની વંશપરંપરામાં યોગની સાધના થયેલી હોય છે. તે ગોત્રયોગી છે. (૨) યોગીકુલમાં જન્મેલા કુલયોગી તેને કહેવાય કે જેમનામાં ઉદારતા, દાન, દયા, ઇન્દ્રિયદમન, પરોપકાર, દાક્ષિણ્યતા વગેરે ગુણો વિકસેલા હોય છે. તેઓને ખોટી પકડ હોતી નથી. અતિથિ સત્કાર કરનાર હોય છે. બ્રહ્મચર્યનું પાલન કરનાર હોય છે. જેને દુઃખીને જોઈને કંપન આવે છે. આ જીવો વડીલોનો, પૂજ્યોનો, ગુણિયલનો વિનય કરનાર હોય છે. કુલયોગીનું પોતાનું જીવન બીજાને ત્રાસભૂત નથી, પણ સહાયભૂત હોય છે. (૩) પ્રવૃત્તચક્રયોગી, યોગની પ્રારંભિક કક્ષાના યોગને અનુસરનારા હોય છે, યમ
નિયમને સાધનારા હોય છે. ઇચ્છાયમ, સ્વૈર્ય સિદ્ધિ વગેરે યોગના ઉપાયમાં સતત પ્રવૃત્તિ કરનારા હોય છે. યોગને જીવનમાં મુખ્ય બનાવનારા હોય છે. યોગના કારણભૂત બુદ્ધિના ૮ ગુણોને પામેલા હોય છે. (૧) શુશ્રુષા (૨) શ્રવણ (૩) ગ્રહણ (૪) ધારણા (૫) ઉહ (૬) અપોહ (૭) અર્થવિજ્ઞાન (૮) તત્ત્વજ્ઞાન.
(૧) શુશ્રુષા એટલે ધર્મ સાંભળવાની ઇચ્છા, તાલાવેલી, તલસાટ જાગે. એ બુદ્ધિનો મહત્ત્વનો ગુણ છે. અને જેને આવી શુશ્રુષા હોય તે શ્રવણ વિના રહી શકે નહીં, ભાવપ્રાણોને ટકાવવા માટે શ્રવણ જરૂરી છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વીર્ય, ઉપયોગ એ આત્માના ભાવપ્રાણ છે એને શ્રવણનો ખોરાક ન મળે તો તે નાશ પામે છે. આર્યકુળમાં જિનવાણીનું શ્રવણ કરવા દ્વારા સાધક પોતાની ચેતનાને નિર્મળ બનાવે છે. અશુભભાવથી બચવા માટે જિનવાણીનું શ્રવણ કહ્યું છે.
જિનવાણીનું શ્રવણ અતિશય ઉપકારક છે. અપેક્ષાએ જિનપૂજા ગૌણ બની શકે છે. પણ જિનવાણી એ brain tonic છે. જે આત્મા જિનવાણીના શ્રવણ વિના બેચેન બને છે, અને જે આત્માને જિનવાણીનો અતિશય રસ છે એનાથી જબરદસ્ત પુણ્ય ઊભું થાય છે કે આવતા ભવમાં સાક્ષાત્ સીમંધર સ્વામીની વાણીનું શ્રવણ પ્રાપ્ત થાય.
આ ભવમાં જેને છદ્મસ્થ ગુરુમાં લગની લાગી ગઈ, અને ગુરુની ભવોષિતારક વાણીમાં આદર ઊભો થયો તેના માટે સાગર જેવો સંસાર પણ ખાબોચિયું બને છે.
અજ્ઞાની માટે સંસાર સાગર જેવો છે. તારક તત્ત્વો પ્રત્યે બહુમાન જાગે
For Private & Personal Use Only
Jain Education International_2010_05
www.jainelibrary.org