________________
શ્રી ધર્મનાથ પો. હે. જૈનનગર જે. મૂ.
જૈનસંઘનું નિવેદન પંચ પરમેષ્ઠિમાં ત્રીજા પદે આરૂઢ એવા પરમ પૂજ્ય આચાર્યદિવો એ તીર્થકરોની અનુપસ્થિતિમાં જિનશાસનના અનિવાર્ય અંગ બની રહે છે. તેમનો ઉપકાર અસીમ છે. તેમની કૃપા જેમના પર પડે છે, તે કૃતકૃત્ય બની જાય છે. આવી જ કૃપા અમને સં. ૨૦પરના ચાતુર્માસ દરમ્યાન સાંપડી.
ગચ્છાધિપતિ સિદ્ધાન્તદિવાકર આચાર્યદેવ પરમ પૂજ્ય શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાને અમારા શ્રી ધર્મનાથ પો. હે. જૈનનગર જે. મૂ. જૈનસંઘે ચાતુર્માસ કરવા માટે વિનંતી કરતાં તેઓશ્રીએ તેમના આજ્ઞાવર્તી મુનિરાજશ્રી પ. પૂ. મુક્તિદર્શનવિજયજી મહારાજ સાહેબ તથા મુનિરાજ શ્રી પ. પૂ. હર્ષઘોષવિજયજી મહારાજ સાહેબને ચાતુર્માસની આરાધના કરાવવા અનુમતિ આપી અમારા ઉપર અનહદ ઉપકાર કર્યો છે.
તત્ત્વજ્ઞાનરૂપી સરોવરમાં હંમેશાં ડૂબેલાં રહેતા એવા પરમ પૂજ્ય મુનિરાજશ્રી મુક્તિદર્શનવિજયજી મહારાજ સાહેબે સંઘનાં શ્રાવક-શ્રાવિકાઓની તત્ત્વ તરફની અભિરૂચિ જાણી તેમની પસંદગીનો કળશ ૧૪૪૪ ગ્રન્થના રચયિતા આ. હરિભદ્રસૂરિ મ. સા. રચિત “યોગદષ્ટિ સમુચ્ચય' ગ્રન્થ પર ઢોળ્યો.
શુભ દિવસ શુભ ઘડીથી ગ્રન્થ વાંચનના શ્રીગણેશ થયા. બસ, પછી તો કહેવું જ શું ? પૂજ્ય મુનિ ભગવંતની આગવી શૈલી, એમનું નિરંતર તત્ત્વચિંતન, મનન, પદાર્થને અત્યંત સરળ બનાવી શ્રોતાઓ સમક્ષ મૂકવાની સૂઝ દ્વારા તત્ત્વજિજ્ઞાસુઓનો અમારા ઉપાશ્રયમાં મહેરામણ ઊમટ્યો.
પૂજ્ય ગુરુ ભગવંતના ઉત્કૃષ્ટ કોટિના વૈરાગ્ય દ્વારા વેગવંતી બનતી એમની વાણી સર્વ શ્રોતાઓના જાણે અજ્ઞાનના પડદા ચીરતી ચીરતી હૃદય સોંસરવી ઊતરી જતી હતી. શ્રોતાઓના ઉરમાં ધરબાયેલા જિજ્ઞાસારૂપી બીજને જાણે જળનું સિંચન થયું અને તેમાં અંકુરા ફૂટવા લાગ્યા.
મૈત્રી-પ્રેમ-કરુણા-વાત્સલ્યાદિભાવોથી ભરપૂર વ્યાખ્યાન સમાપ્ત થતું ત્યારે જાણે સૌ શ્રોતાજનો ઉપશમ સરોવરમાં ઝીલીને સ્નાન કરીને) બહાર નીકળતાં હતાં. સૌના મુખ ઉપર જીવનમાં કંઈક અનેરું તત્ત્વ પામ્યાનો સંતોષ તરવરતો હતો. સાથે સાથે બીજા દિવસના સવારની પણ રાહ જોવાતી. શ્રોતાજનોનાં મન ઉપર આખો દિવસ એની ઊંડી અસર રહેતી હતી.
પ્રસ્તુત નિવેદન લેશમાત્ર અતિશયોક્તિ ભરેલું નથી. કારણ કે આજે પણ અમારા સંઘમાં એવાં શ્રાવક-શ્રાવિકાઓ અમે નજરે જોઈએ છીએ, જેમની અધ્યાત્મરુચિ અને જીવનદૃષ્ટિ જાણે બધી સીમાઓ પાર કરી ગઈ ન હોય ! ખરેખર ! સંઘ પૂજ્યશ્રીનો ખૂબ ખૂબ ઋણી છે. યોગદષ્ટિ દ્વારા આંતરદૃષ્ટિ ખોલી છે. દિવ્યદૃષ્ટિ આપી છે.
જોકે ઘણા બધા શ્રોતાઓ આ વ્યાખ્યાનો લખતા હતા. છતાં અધ્યાત્મરસિક
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org