________________
૨૭૪
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
અને એવા આત્માઓ દેવલોકમાં જાય છે ત્યાં ચારિત્રનો પરિણામ નિકાચિત અવિરતિના ઉદયે થતો નથી, પણ ચારિત્રના સંસ્કારો ઊભા રહે છે. તેના પ્રભાવે ભાવનાથી તે ભાવિત થાય છે એટલે વિષયોમાં રંગાતો નથી, લપાતો નથી. આ સાનુબંધ સંસ્કારોથી મોક્ષ નિકટ બને છે. .
આવા પ્રકારનો ભવોભવરક્ષક જ્ઞાનયોગ નહીં આરાધીએ તો ધનયોગ અને વિષયયોગ બહુ ખરાબ છે. એનું ચિંતન – મનન એ આર્તધ્યાન છે. પૈસાની આસક્તિ એ અશુભ છે. ઉપયોગને અશુદ્ધ બનાવે છે. તમે એને સારા માનો છો પણ તે ચીજ જ્યાંથી નીકળી છે તેને ત્યાં મૂકી દો તો તમે સુખી થાવ. લક્ષ્મી ક્યાંથી નીકળી છે ? વસુધા - વસું ધારયતિ ઇતિ વસુધા પૃથ્વીમાંથી ધન આવે છે ત્યાં જ વાપરી દો તો તમે સુખી થઈ જશો. તમારે લક્ષ્મીને પકડી રાખવી છે અને મતિજ્ઞાનના ઉપયોગને અંદર લઈ જવો છે તો શું અંદર ઉપયોગ જાય ? અસંભવિત છે. લક્ષ્મીને, લક્ષ્મીના મમત્વને છોડશો તો તમે જ્ઞાનને આત્મામાં મૂકી શકશો. જ્ઞાનને વિષયોમાં ન જવા દો અને આત્મામાં સ્થિર થવા દો. આ સુખનો માર્ગ છે. જેની પાસે આવા ગુણો નથી તે જ્ઞાનયોગી બની શકે નહીં જેની પાસે આવા ગુણો છે તે જ્ઞાનયોગી ન બને એવું બને નહીં. આ પરમાત્માનું વચન છે. સર્વજ્ઞ પ્રરૂપિત વચન પૂ. હરિભદ્રસૂરિ પૂર્વધરના આસન્નકાલવર્તી હતા. તે પૂજ્યો આ વાતો કરે છે. તે તમને સાંભળવી ખૂબ ગમે છે. એ તમારો પુણ્યોદય અને પાત્રતાસૂચક છે. જ્ઞાનયોગ એ જ સાચું સુખ છે. બાકી બધી મજૂરી છે. સંસારમાં રહીને પણ જેટલી ઉપાધિથી છૂટો, સંસારના સંબંધોને છોડો, તેના ઉપર કાતર મૂકો, છોડ્યા પછી એને ભૂલી જાવ. ભૂલશો તો જ અંદરમાં જઈ શકશો. છોડો, ભૂલો અને પામો આ ત્રિપદી સમજી લ્યો. છોડતાં શીખો, છોડીને ભૂલી જાવ, ભૂલી જતાં શીખો અને ભૂલીને અંદરમાં રહીને તમારી ચીજને પામી લ્યો. '
યોગ પણ તમારા નથી માટે યોગસંન્યાસ કરવાનો છે. આયોજયકરણ પછી યોગસંન્યાસ આવે છે. આયોજયકરણ એટલે યોગનિરોધ કરે તેની પહેલા તેરમા ગુણસ્થાનકના અંતે એવી પ્રક્રિયા કરે કે ચૌદમા ગુણસ્થાનકના સમયો પ્રમાણે કર્મોની રચના કરી લે. આ = ચારેબાજુથી યુન = યોજન કરવું જોડવું. આત્માના અચિન્યવીર્ય વડે આ યોજન જોડાણ થાય છે. તેરમે ગુણસ્થાનકે મન (ભાવમન) ન હોય પણ મનોયોગ દ્રિવ્યમન) હોય છે. ચૌદમે ગુણઠાણે યોગસંન્યાસ આવે છે. એટલે આ ગુણસ્થાનકે બધા યોગોનો વ્યાપર અટકી જાય છે. ચૌદમે ગુણઠાણે આત્મા અયોગી બને છે. ચૌદમા ગુ.ઠા.ના પહેલે સમયે સર્વ સંવર છે અને છેલ્લે સમયે સર્વ સંવર અને સર્વ નિર્જરા હોય છે. આ અલેશી ગુણસ્થાનક છે. તેરમા ગુણસ્થાનક સુધી લેશ્યા,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org