________________
સર્વ તીર્થકરોની જનની કરુણા
૩૧
પરણ્યો. અને ૫૦ વર્ષે રાજા મરી ગયો તો તેની સાતે પત્નીઓ સાથે રડે કે વારાફરતી ? એમ જ્ઞાનાવરણીયાદિ ત્રણ કર્મની પ્રકૃતિ મોહરાજાની રાણીઓ છે, મોહરાજા મરે એટલે બાકીની રાંડે. પ્રસ્તુત દૃષ્ટાંત મોહ ગયા પછી બાકીની ત્રણ પ્રકૃતિ નિર્બળ બની જાય છે એટલા અર્થમાં જ છે.
બારમા ગુણઠાણે વીતરાગતા આવે ત્યારે કયું જ્ઞાન છે ? મતિજ્ઞાન. સાધનામાં એક ફેક્ટર પહેલાં આવે. સાધના મતિજ્ઞાન છે ત્યાં સુધી છે. મતિજ્ઞાનમાં વીતરાગતા આવી એટલે સાધના પૂરી થાય છે. મતિજ્ઞાનમાં પૂર્ણતા ન આવી શકે, મતિજ્ઞાનમાં સ્વાધીનતા ન આવી શકે, મતિજ્ઞાનમાં અવિનાશિતા ન આવી શકે.
મતિજ્ઞાનમાં વીતરાગતા જ આવી શકે છે. એ વીતરાગતા કેવળજ્ઞાનમાં પણ હોય છે. મતિજ્ઞાનમાં રાગ રહી શકે છે, મતિજ્ઞાનમાં વૈરાગ્ય રહી શકે છે, મતિજ્ઞાનમાં વીતરાગતા પણ રહી શકે છે આ મતિજ્ઞાનની વિશેષતા છે.
મતિજ્ઞાનમાં આજે તમે વૈરાગ્ય લાવો તો વીતરાગતા આવી શકે. વૈરાગ્ય વિના વીતરાગતા આવે નહીં રાગી મરી જાય, રાગી તૂટી જાય તોય વીતરાગતા પામે જ નહીં. વૈરાગ્ય વચમાં લાવવો જ પડે. બારમા ને તેરમાં ગુણસ્થાનકનું અંતર કેટલું ? બહુ ઓછું. જેમ ડો. કહે પલ્સ ગઈ અને ગયો. એમાં જેટલું અંતર, તેટલું બારમા અને તેરમા ગુણસ્થાનક વચ્ચે અંતર છે. સાધના વીતરાગ થવા માટે છે. કેવળજ્ઞાન પામવા માટે કોઈ સાધના કરવાની નથી. વરબોધિમાંથી અરિહંત વાત્સલ્ય પ્રાપ્ત થાય છે. શ્રેણિકને પરમાત્માનો રાગ-વાત્સલ્ય કેટલું હશે ? જે શ્રેણિક, ચેલણા માટે રત્નકંબલ ન લઈ શકે અને ભગવાનના સમાચાર આપનારને મુગુટ સિવાય બધું આપી દે એવું અનુપમ વાત્સલ્ય તીર્થકરના જીવને હોય છે.
સુલતાને પણ પરમાત્મા પ્રત્યે અનુપમ ભક્તિ હતી. અંબડ આખી દુનિયાને છેતરી શક્યો પણ તુલસા કહે કે પચ્ચીસમો તીર્થકર છે જ નહીં. તીર્થંકર પ્રભુ બિરાજમાન હોય તો મારા રોમરાજી વિકસ્વર થયા વિના રહે જ નહિ ! અરિહંતના આત્મા જોડે કેટલું ઉચ્ચ અભેદ પ્રણિધાન હશે કે ખુમારીથી એણે સમવસરણના બનાવટી દેશ્યનો પણ ઇન્કાર કર્યો.
આ જગતમાં ઘણાં ઊંચા તત્ત્વો છે એના પ્રત્યે ભક્તિ – આદરભાવ એ મોક્ષ આપે છે. કદાચ જ્ઞાન ઓછું ચાલે, તપ – સંયમ પણ શક્તિના અભાવે ઓછાં ચાલે પણ ભક્તિ – સમર્પણ – આદર – બહુમાન ઓછું ન જ ચાલે.
જીવને પોતાના વિચાર, બુદ્ધિ, ઇચ્છા ઉપર જેટલો રાગ છે એવો રાગ પત્ની ઉપર પણ નથી. કાલે તમારી પત્ની તમારું કહ્યું ન માને તો શું થાય ?
સામાન્યથી જીવોને કર્મથી લાદેલી ફરજ જ યાદ આવે છે, કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થતી ફરજ યાદ નથી રહેતી. માતા-પિતાનો ઉપકાર સો
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org