________________
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
વીશ સ્થાનકનાં ૨૦ પદો છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાયાદિ આ સ્થાનકોની દ્રવ્યથી અને ભાવથી એમ બે રીતે આરાધના કરવાની છે. અરિહંતો આ પદોની આરાધના કરે છે. અને તીર્થંકર નામ નિકાચિત કરે છે. અરિહંતાદિ ૨૦ પદોની ઉપવાસ, ક્રિયા, કાઉસ્સગ્ગ, ખમાસમણ વગેરે આરાધના કરવી તે દ્રવ્ય આરાધના છે, તીર્થકર નામકર્મ નિકાચિત કરવા બીજું પણ જોઈએ છે. અરિહંત પ્રત્યે વાત્સલ્ય, ભક્તિ, ઝુકાવ હોવો...આવી રીતે એક સ્થાનક યાવત્ વીશસ્થાનકની આરાધના કરતાં તીર્થંકર નામ કર્મ બાંધે છે. પરમાત્મા પ્રત્યે વાત્સલ્ય સમજવા શ્રેણિકને જુઓ - એણે દ્રવ્ય આરાધના એક પણ નથી કરી. નવકારશીનું પચ્ચકખાણ પણ એ કરી શકતા નહોતા. એનામાં રહેલું ઝળહળતું સમ્યકત્વ – ક્ષાયિક સમ્યકત્વ એ જ પ્રતિપળ એની અંદરથી ભાવ આરાધના છે. પ્રતિપળ એનું મન અંદરથી ત્રાસિત છે. મતિજ્ઞાનમાં ઉપયોગમાં ભગવાન મહાવીર સિવાય કોઈને સ્થાપિત કર્યા નથી. ન કુટુંબ, ન કાયા, ન પત્ની, ન પરિવાર....બસ પરમાત્મા ક્યાં વિચરે છે ? શું કરે છે ? શું કરે છે ? ચોવીસે કલાક પરમાત્માને ઉપયોગમાં ઘૂંટે છે. એ ઘૂંટાવાથી વીતરાગતા ઉપયોગમાં ઘૂંટાય છે એથી રાગાદિ ઊભા રહી શકતા નથી. અવિનાશી મળ્યા પછી, અવિનાશીને ઓળખ્યા પછી વિનાશી ચીજ હૃદયમાં ટકે ખરી ?, ટકતી નથી કે ટકાવવી નથી ?
અભવ્યને અંદરમાં વિનાશીની જ રમણતા હોય. અભવ્ય પાસે તપ - ત્યાગ વગેરે ઊંચી કોટિના છે. સંયમનું નિરતિચાર પાલન છે. કાયયોગ આટલો સુંદર હોવા છતાં બિચારો સંસારનો અંત લાવી શકતો નથી. કેમ ? અંદરમાં વિષયસુખની અસારતાને સ્પર્શી શકતો નથી. વિષય સુખની અસારતા સ્પર્શે તો જ નિશ્ચયથી જૈનત્વ છે. સંસારનું ઊંચામાં ઊંચુ સુખ ત્યાગીને જ મળી શકે છે. નવમા કૈવેયકના સુખ ચારિત્રથી મળે છે. આ વચન સાંભળે, ને એને સ્પર્શી જાય છે. માટે અભવ્યને વ્યવહારથી ચારિત્રનું પાલન છે. વૈષયિક સુખની રુચિ મતિજ્ઞાનની પરિણતિમાં પડેલી છે. તાણાવાણાની જેમ વણાઈ ગયેલી છે. રાગાદિની તન્મયતા, રાગાદિની તીવ્રતા એકમેકતા, એ ગ્રન્થી છે. રાગની પરિણતિ તોડવાની છે. કેવળજ્ઞાન લક્ષ્ય છે. વીતરાગતા સાધ્ય છે. કેવળજ્ઞાન પૂર્ણ છે. સ્વાધીન છે, અવિનાશી છે, તમારે સંસારીને ગૃહસ્થને સાધ્ય પૈસો છે. લક્ષ્ય સુખ છે, સુખ પૈસા વિના મળતું નથી, સુખ અંતિમ લક્ષ છે, માટે પૈસાને સાધ્ય બનાવ્યો છે, પૈસા આવ્યા પછી સુખ દૂર નથી.
પૂર્ણજ્ઞાન, પૂર્ણઆનંદ લક્ષ્ય છે. સાધ્ય વીતરાગતા છે.
એક રાજા છે. તે ૨૫ વર્ષે એક કન્યાને પરણ્યો, ૩૦ વર્ષે બીજી કન્યાને પરણ્યો, ૩૨ વર્ષે ત્રીજી કન્યાને પરણ્યો એમ ૪૫ વર્ષે ૭ કન્યાને
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org