________________
ઉપયોગનું સ્વરૂપ જોડેનું સતત અનુસંધાન
૩૭૯
કારણે શુદ્ધોપયોગ ટકતો ન હતો. પાંચમી દષ્ટિમાં શુદ્ધ ઉપયોગ ન હતો. શુભ ઉપયોગ હતો જ્યારે અહીં તો શુદ્ધ ઉપયોગ તરફ લઈ જનારા જ વિકલ્પો હોય છે. આ દષ્ટિમાં જીવને સામાન્ય અને વિશિષ્ટ અપ્રમાદ હોય છે. સામાન્ય અપ્રમાદ એટલે મનુષ્ય જીવનની એક એક ક્ષણ અતિઅતિઅતિ કિંમતી છે એમ જાણી નિદ્રા-વિકથાદિમાં આત્માને ન જવા દેતાં જ્ઞાનીઓએ બતાવેલા ત્યાગ-તપ-સંયમ–દાન–શીલ–પ્રતિક્રમણ-સામાયિક વગેરેમાં રહેવું તે સામાન્ય કક્ષાનો અપ્રમાદ છે. * તેમજ મતિજ્ઞાનના ઉપયોગને રાગદ્વેષમાં ન જવા દેતાં નિરંતર ઉપશમભાવમાં રાખવો-વિકલ્પોને ઊઠવા ન દેવા. કદાચ ઊઠે તો તે સ્વરૂપના સાધક વિકલ્પો જ ઊઠે તે વિશિષ્ટ અપ્રમાદ છે.
આ દૃષ્ટિમાં પ્રશાંતવાહિતા હોય છે. “દેખીયે માર્ગ શિવનગરનો જેહ ઉદાસીન પરિણામ રે.” આ ઉદાસીન ભાવ દેઢતર બનતો જાય છે. જ્ઞાનના પરિપાકરૂપ શમ તેને સહજ બને છે. જ્ઞાનસારમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે કે,
विकल्पविषयोत्तीर्णः स्वभावालम्बनः सदा ।
ज्ञानस्य परिपाको यः सः शमः परिकीर्तितः ॥ સ્વભાવનું આલંબન સદા રહેવાથી વિકલ્પની પરંપરા ઊઠતી નથી એવો જે જ્ઞાનનો પરિપાક તેને શમ કહેવાય છે. તીર્થંકર પરમાત્મા, છઠ્ઠી દૃષ્ટિમાં જ્યાં સુધી ગૃહસ્થપણામાં રહ્યા ત્યાં સુધી ગુસ્સો કર્યો ? એવું શોધી આપશો !
દેવલોકમાં પણ વૈરાગ્ય જ્વલંત બનાવ્યો છે. વૈરાગ્ય દાવાનળ બન્યો છે. પવન દીપકને બૂઝવી શકે છે પણ દાવાનળ તો પવનથી વધુ જ્વલંત બને છે એમ આ તીર્થકરના આત્માઓ વિષયોમાં વધુ જ્વલંત વૈરાગી બને છે. ભગવાને રાજ્ય ભોગવ્યું, લગ્ન કર્યા અને બીજી બાજુ તેમને યોગની છઠ્ઠી દષ્ટિ કહો છો તો કહો આ બધું કઈ રીતે ઘટે ? આના સમાધાનમાં સમજવાનું કે અહીં સાધકને ભૌતિક વિષયોમાંથી ભોગની વૃત્તિ અને સુખની બુદ્ધિ જ નીકળી ગઈ છે. નિકાચિત કર્મના ઉદયે સંસારની પ્રવૃત્તિ છે. અને પોતે અંદરથી અલિપ્ત છે, વિરાગી છે. આ જ વાતને વીતરાગ સ્તોત્રના બારમા પ્રકાશમાં હેમચંદ્રસૂરિ મહારાજે કરી છે.
यदा मरुन्नरेन्द्रश्रीस्त्वया नाथोपभुज्यते ।
यत्र तत्र रतिर्नाम, विरक्तत्वं तदापि ते ॥ ४ ॥ હે ભગવાનું તમારા વડે આ સંસારમાં જ્યારે જ્યારે દેવ કે મનુષ્યના ભોગો ભોગવાય ત્યારે જગતના બીજા જીવોને એમાં રતિ અર્થાત્ આનંદ હોય છે પરંતુ પ્રભો ! આપને તો તે વખતે પણ મહા વિરાગીપણું જ
હતું.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org