________________
ઉપબૃહણા એ સમ્યકત્વનો આચાર છે
૩૧૯
ન કરે તો ગુરુ પણ સંસારમાં રખડે છે. જ્યારે કોઈની પ્રશંસા કે અનુમોદના કરવાનો અવસર આવે ત્યારે તમારા હોઠ સોય-દોરાથી સિવાઈ જાય છે. બંધ થઈ જાય છે. યોગ્ય સમયે યોગ્ય ન બોલવું તે પણ ગુન્હો છે.
જ એક ગુરુ હતા. તેના ચાર શિષ્યો ભણી-ગણીને તૈયાર થયા. તેમાંથી એક વ્યાખ્યાતા બન્યો, બીજો અષ્ટાંગનિમિત્તશ બન્યો, ત્રીજો વિદ્વાન બન્યો, ચોથો તપસ્વી થયો. ચારે જણા ભણીને જુદી જુદી દિશામાં વિચરી ધર્મની પ્રભાવના કરીને ગુરુ પાસે આવ્યા. ચારે જણાએ ખૂબ ખ્યાતિ મેળવેલી. તેઓના મનમાં ચોક્કસપણે એમ હતું કે અમારા કાર્યને ગુરુજી બિરદાવશે. ગુરુ પાસે નતમસ્તકે બધી વાત કરી. બધાના આનંદનો પાર નથી. ગુરુજીએ સાંભળ્યું બધું પણ બોલ્યા કશું નહિ. સંપૂર્ણપણે મૌન રહ્યા.
યથાસ્થાને ન બોલવાના સ્થાને ન બોલવું એ હિતાવહ છે. પણ બોલવાના સ્થાને મૌન રહેવું તે વ્યાજબી નથી.
ન બોલવામાં નવ ગુણ કહ્યા છે અને બીજી બાજુ બોલે તેનાં બોર વેચાય અને બોલે તે બે ખાય અને આ ત્રણે કહેવતો યથાસ્થાને વ્યાજબી છે. અનુમોદનાના પ્રસંગે ગુરુએ ઉપબૃહણા ન કરતાં મૌન રાખ્યું. તેથી શિષ્યો વિચારે છે કે આપણાં કાર્યો ગુરુને ન ગમે તો શા માટે કરવાં જોઈએ ? શા માટે ધર્મની પ્રભાવના કરવી ? ચારે વ્યક્તિઓએ પોતાનાં સત્કાર્યો સ્થગિત કરી દીધાં પરિણામે ગુરુ વિરાધક બન્યા અને સંસારમાં રખડ્યા.
અન્યમાં પણ જિનવચનાનુસાર ગુણો હોય તો તેની અનુમોદના કરવી જોઈએ. મેઘકુમારે હાથીના ભવમાં જે દયા પાળી છે તેની અનુમોદના જૈનશાસને કરી છે. હાથી એ જૈનદર્શન, વૈદ્યતદર્શન, સાંખ્યદર્શન કયા દર્શનનો હતો ? હાથીએ તો સારું કામ કર્યું છે. ક્યાં ખોટું કામ કર્યું છે. બસ, તેની અનુમોદના કરવી જ રહી. સર્વ શાસનના એક એક વચનનો મર્મ પામવો એ કોઈ વિરલાનું કામ છે.
સર્વશાસનમાં ઔચિત્યનો, મર્યાદાનો ભંગ ન હોય, અનુભવનો અપલાપ ન હોય, અને સર્વજ્ઞશાસનને પામેલામાં પણ ઔચિત્યભંગ કે મર્યાદાભંગ નથી હોતો.
જ્યાં મર્યાદાનો ભંગ થતો જણાય તો સમજવું કે તે સર્વજ્ઞનું વચન ન જ હોઈ શકે. સર્વાનું વચન નિર્દભ, નિષ્કામ, નિરુપદ્રવી હોવાથી સર્વક્ષેત્રે, સર્વ કાળે, સર્વ જીવોને એકાંત, નિતાન્ત હિતકારી હોય છે.
ગંભીરતા, ઉદારતા આદિ ગુણોથી હૃદય એવું સ્વચ્છ, પવિત્ર, ગંભીર બની જાય છે કે બધાને પોતાનામાં સમાવી શકે છે, માત્ર બોધથી પોતાના ઉપર ઉપકાર નથી થતો પણ બોધની પરિણતિથી પોતાના ઉપર ઉપકાર થાય છે.
મૈયાદિ ભાવો આવે એટલે કઈ વ્યક્તિ ઉપર કઈ રીતે ઉપકાર થાય તે ખ્યાલમાં આવી જાય છે અને તે કોઈ વ્યક્તિ ઉપર અપકાર તો કરે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org