________________
૧૨૪
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
જવા માટે છે. આગળ આગળ કેમ વધીએ ? એની રોજ વિચારણા હોય તો ઇચ્છાયોગ કહેવાય.
દેવપાલના પ્રસંગમાં જોઈશું કે કેવું તેનું સત્ત્વ છે ? જેનું સત્ત્વ ખીલ્યું હશે, તે જલ્દી મોક્ષે જશે. ધન્ના શાલિભદ્ર વગેરેથી ખેડાયેલો ધર્મ છે. ક્ષત્રિયનો ધર્મ છે. તેમાં ક્ષાત્રવટ ખીલવવાનું છે. આ કાયરનો ધર્મ નથી. ખૂબ વરસાદ પડ્યો છે. દર્શન થયાં નથી. દેવપાલ ખાતો નથી. શેઠ કહે જમી લે. ના, જમાય જ નહિ. નિયમ છે. નાનામાં નાનો નિયમ અપવાદ વિના સેવીએ એ સાત્ત્વિકતા છે. અને મોટામાં મોટો નિયમ પણ અપવાદનાં મોટાં બાકોરાં પાડીને સેવીએ તો તે કાયરતા છે.
सयं सयं पसंसंता, गरहंता परं वयं। ।
जउ तत्थ विउस्संति, संसारं ते विउस्सिया ॥ જેઓ (નય - પ્રમાણ જ્ઞાનના વિવેક વગર) પોતે પોતાના વચનની કેવળ પ્રશંસા કરતા રહેતા હોય છે અને અન્યના વચનોની કેવળ નિન્દા કરવામાં જ બંધાયેલા હોય છે, તેઓ આ સંસારમાં બંધાયેલા રહે છે.
जत्थ विसयविराओ, कषायचाओ, गुणेसु अनुराओ ।
क्रियासु अप्पामाओ, सो धम्मो शीवसुहावहो होइ ॥ જેમાં વિષયો પ્રત્યે વૈરાગ્ય હોય છે, તેમ જ કષાયો ક્ષય પામતા જાય છે અને તેથી ગુણી આત્માઓનાં ગુણોમાં અનુરાગ જાગે છે અને તેથી અપ્રમત્ત ભાવે વિશેષાધિક આત્માર્થ સાધવા માટે આત્મા નિરંતર પ્રવૃત્ત રહે છે, - તે ધર્મકરણી વડે જીવ મોક્ષ પદને પામી શકે છે.
-
-
-
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org