________________
નિયમના લાભો – દૃષ્ટાંતથી સમજો
વંકચૂલ પણ રાજકુલમાં જન્મ્યો છે. ખાનદાન છે. સાત્ત્વિક છે. પિતાએ કાઢી મૂક્યો છે. જંગલમાં પલ્લીપતિ બન્યો છે. સાધુઓ જંગલમાં ભૂલા પડ્યા. ચાતુર્માસ આવી ગયું. સાધુઓ સ્થાન માંગે છે. રાજકુલમાં જન્મ્યો છે. રાજબીજ છે, અંદરમાં સંસ્કાર તો છે જ. તે કહે છે કે હું વસતિ તો આપું, પણ ચાતુર્માસમાં તમારે ઉપદેશ ન આપવો. તમારા ઉપદેશથી તો આ ધંધો છૂટી જાય. સાધુને ગોચરી-પાણી આપવા કરતાં વસતિ એટલે સ્થાન આપવામાં વધારે લાભ છે. પહેલા નંબરમાં વસતિ-સ્થાન હોય તો સાધુ ત્યાં રહી શકે અને પછી ગોચરી-પાણી વાપરી શકે. શય્યાતરને ઘણો લાભ છે. વંકચૂલે ચાર મહિના માટે વસતિ આપી છે. ચાર મહિના પૂરા થયા. લાયક આત્મા ધર્મ પામી જાય. એ જ મહાત્માનો આશય હોય છે. બીજો આશય મહાત્માઓને હોય જ નહીં. મહાત્મા તે છે, જે સામાની પરિસ્થિતિ સમજીને આપે છે.
દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ એ ચાર ચીજ આત્મકલ્યાણ કરી શકે છે. આત્મા સ્વયં દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપમય છે. મહાત્માએ વિહાર કર્યો, તેને મૂકવા માટે, ઔચિત્યના પાલન માટે વંકચૂલ મૂકવા જાય છે. એની વસતિની હદ પૂરી થયા પછી અને ચાર મહિનાની ટાઈમ લીમીટ પૂરી થયા પછી સાધુએ તેના હિત માટે કહ્યું કે તને ધંધામાં વાંધો ન આવે અને આત્મકલ્યાણ થાય એવા નિયમો લે.
ચાર નિયમો બતાવે છે. (૧) અજાણ્યું ફળ ખાવું નહીં. આમાં શ્રદ્ધા આપી. આંશિક દર્શન આપ્યું.
(ર) કોઈના ઉપર ઘા કરતાં પહેલાં સાત ડગલાં પાછળ ફરવું. આ વિવેક આપ્યો. જ્ઞાન આપ્યું કહેવાય.
. (૩) રાજાની રાણી સાથે વ્યભિચાર ન કરવો. આ ચારિત્ર દેશથી એટલે આંશિક આપ્યું.
(૪) કાગડાનું માંસ ન ખાવું - મરી જાઉં તો પણ આ ન ખાવું. આંશિક તપ છે.
બીજાને ઉપદેશ આપવાનો અવસર આવે ત્યારે આના સિવાય બીજું આપી શકાતું નથી અને આ ચાર સિવાય બીજું આપવાથી કદી કલ્યાણ થતું નથી. સંસારના પદાર્થો આપવાથી કદી કોઈનું કલ્યાણ થયું નથી. વંકચૂલે ચારે નિયમ લીધા અને અણીશુદ્ધ પાળ્યા એ તેની મહત્તા છે. અપવાદ વિના નિયમને પાળવો એ સાત્ત્વિક્તા છે, ક્ષાત્રવટ છે. “અપવાદ સેવું તો વાંધો નથી એવું એના મનમાં જ નથી. મારે અપવાદને સેવવો નથી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org