________________
દ્રષ્ટા અને દૃષ્ટિની ભેદભેદતા
૧૭૩
છે અધ્યાત્મ ! હા, કામનો વિવેક કરવાનો. પણ આપણે સહન કરીને બીજા દ્વારા પણ કરી આપવું એ વિધેયાત્મક વલણ છે. મતભેદ એ નિષેધાત્મક વલણ છે. તેનાથી સંઘર્ષની શરૂઆત થાય છે. મનોભેદથી ડાયવોર્સ થાય છે. તનભેદથી નનામી નીકળે છે. તમારે નનામી ન કાઢવી હોય તો અનામી બનો. અનામી ક્યારે બનાય ? નામ અને રૂપનો મોહ જાય ત્યારે અનામી બનાય છે. સંકુચિત વિચારસરણીથી આત્મા પમાય નહી. મતભેદમાં ઝનૂન એ ઝેર છે. આપણે ઝેર ખાઈને જીવવાની વાતો કરીએ છીએ. જ્ઞાનને વિશાળ બનાવો, જ્ઞાનને કોઈમાં પણ પૂરો નહી. દૃષ્ટિની વિશાળતા જોઈએ. દષ્ટિની વિશાળતામાં અધ્યાત્મ આવશે. મને સારું લાગે તે બોલવાનું નથી પણ સામાનું હિત થાય તેવું બોલવાનું છે. જે કાંઈ બોલો તે બીજાના હિતમાં જ બોલો. હું સાચો છું, એવો કદાગ્રહ પણ ન જોઈએ. આપણું યુક્તિયુક્ત વચન પણ સામેની વ્યક્તિને ન બેસે, તેમાં પણ અધ્યાત્મને જાણનારો પોતાનો દોષ જ જુએ. જગતથી બહુ ન્યારી રીત અધ્યાત્મની છે. જ્ઞાનની શક્તિ અચિંત્ય છે એના દ્વારા બધું જાણી શકાય છે.
નિષેધાત્મક વલણ, ખંડનાત્મક શૈલી અને મતભેદનું ઝનૂન જો નીકળી જાય તો મૈત્રીભાવ આવી શકે છે, અને તો જ અધ્યાત્મની સ્પર્શના થાય. મૈત્રીભાવ વિના કેવળ શાસ્ત્રજ્ઞાન કે બાહ્ય કોરા તપ - ત્યાગથી અધ્યાત્મ આવતું નથી. માટે તત્ત્વચિંતન અને તપ' – ત્યાગ મૈત્ર્યાદિભાવથી રસાયેલા હોવા જોઈએ.
તમારા ઘરમાં ઝઘડો થાય તો વાંક કોનો દેખાય ? પતિ -- પત્નીમાં, બાપ - બેટામાં ઝઘડો થાય તો વાંક કોનો દેખાય ?
સામાનો વાંક દેખાય તે મિથ્યાષ્ટિ છે. પોતાનો વાંક દેખાય તે સમ્યગ્દષ્ટિ છે.
સામાનો વાંક જોવામાં કષાયની પ્રાપ્તિ થાય છે. પોતાનો વાંક જોવામાં કષાયનો નાશ થાય છે. દૃષ્ટિ ફેરવો તો મોક્ષ બહુ સહેલો છે. અધ્યાત્મમાં અંતર્મુખતા અનિવાર્યપણે રહેલી છે.
સંપ્રત્યયાત્મક શ્રદ્ધાવાળા શાસ્ત્રયોગી હોય છે. સંયોગો ભેગા થવા એ કુદરતી છેસંયોગો ભેગા થાય એટલે કંઈ ને કંઈ બનાવ બને છે. બનાવનું બનવું તે ભવિતવ્યતા છે. બનતાં બનાવમાં જીવ કુદી પડે છે. involve થાય છે. એટલે કર્તા બન્યો. ઉપયોગ એ બનાવમાં કૂદ્યો એટલે મન આવ્યું, વિચાર શરૂ થયા. વિચાર એટલે મન.
ચિત્ત બહાર ભટકે છે, અંદર રહે છે. ચિત્ત એ મોટામાં મોટું કોપ્યુટર છે. કોમ્યુટરમાં જે નાંખો તે આવે. આ ચિત્તમાં તો ભવોભવની મેમરી - સ્ટોક થયેલી છે. કોમ્યુટર કેટલા ભવનું સ્ટોક કરે ? વિચારને અનુરૂપ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org