________________
૩૩૪
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
આ પરથી સમજવાનું આ છે કે આપણા બોધવીર્યનો બુદ્ધિશક્તિનો ઉપયોગ જે દુનિયાના કચરા, ભૂંસા ફાકવામાં કરીએ છીએ, એના બદલે શાસ્ત્રશ્રવણથી આત્માનું હિત શેમાં રહ્યું છે તે જાણવા માટે બધી શક્તિ વાપરવી જોઈએ. આથી જ બલા દૃષ્ટિમાં પ્રીતિ અનુષ્ઠાન બને છે. જે સમ્યગુ બોધ મેળવ્યો છે એમાં જ જાણ્યું છે કે ““આવા ધર્માનુષ્ઠાનો - ધર્મસાધનાઓ જ આ જીવનમાં કર્તવ્ય છે. પાપક્રિયાઓ કર્તવ્ય નથી' એટલે હવે સાધના કરવાનો મોકો આવે ત્યારે એ બોધના સંસ્કારોથી જનિત સ્મરણ દ્વારા અનુષ્ઠાન – સાધના પર પ્રીતિ થાય, સાધના પ્રીતિથી કરાય ને એ પ્રીતિ અનુષ્ઠાન બને. પ્રીતિ સાધના પર કરવાની, પણ એનાથી ઊભા થતા લૌકિક લાભ ઉપર નહિ.
શુદ્ધ અનુષ્ઠાનની પ્રીતિથી થતું અનુષ્ઠાન એ પ્રીતિ અનુષ્ઠાન.
અહીં એ ખાસ લક્ષમાં રહે કે શુદ્ધ પ્રીતિ અનુષ્ઠાન વીર્યવાન બોધપ્રકાશથી ક્રિયામાં ભાવિત રહેવા પર આધારિત છે. તેથી જો સાવધાની ન રાખી, ને એ બોધ-ભાવિતતા ભૂલ્યા, તો અનુષ્ઠાન ત્રીજી દૃષ્ટિનું નહિ રહે. કષાયના ઝંઝાવાતમાં જો જીવ સપડાયો તો પટુ સ્મૃતિ રહેતી નથી. માટે જીવે જાગૃત રહેવું જરૂરી છે.
શાસ્ત્રમાં ચાર પ્રકારના અનુષ્ઠાન બતાવ્યા છે.
(૧) પ્રીતિ અનુષ્ઠાન (૨) ભક્તિ અનુષ્ઠાન (૩) વચન અનુષ્ઠાન અને (૪) અસંગ અનુષ્ઠાન.
પ્રીતિ અનુષ્ઠાનની શરૂઆત અહીંથી થાય છે. અનુષ્ઠાન કરો અને પ્રીતિ નહીં તો તે વેઠ કહેવાય છે. વ્યવહારથી જેના પર પ્રેમ હોય છે તેનું કામ ચોકસાઈથી સારી રીતે, ઉલ્લાસથી થાય છે તે કામ કરવા ન મળે તો દુઃખ પણ થાય છે. પહેલી બે દૃષ્ટિમાં પ્રીતિ નથી અને અનુષ્ઠાન કરે છે ત્યાં મામૂલી પુણ્યબંધ થાય છે.
યોગબિન્દુ ગ્રંથમાં પ.પૂ. હરિભદ્રસૂરિ મહારાજે સાધનામાં આગળ વધવા માટે જણાવ્યું છે કે “રૂટું વિનોદિત !' “આ મારા ભગવાને કહ્યું છે, એમ વારંવાર વિચારવાનું છે. આવી ભાવનાને વારંવાર ઘૂંટવાની છે તો અનુષ્ઠાનમાં પ્રીતિ ઉત્પન્ન થઈ શકશે. ત્યાં યોગના પાંચ પ્રકારો (૧) અધ્યાત્મ (૨) ભાવના (૩) ધ્યાન (૪) સમતા (૫) વૃત્તિસંક્ષય કહ્યા છે. યોગબિંદુમાં આ રીતે આત્માને ઠેઠ નીચેથી ઉપાડીને ઉપર સુધી લઈ જવાની પ્રક્રિયા બતાવી છે. અહીં દૃષ્ટિના માધ્યમથી વાત કરી છે. દૃષ્ટિના માધ્યમથી ગુણસ્થાનકોને સ્પષ્ટ કરવાનાં છે. અહીં ચોથા ગુણસ્થાનકે પાંચમી-છઠ્ઠી દષ્ટિ હોઈ શકે છે. પાંચમાં ગુણસ્થાનકે પાંચમી છઠ્ઠી દૃષ્ટિ હોઈ શકે છે. છઠે, સાતમે ગુણસ્થાનકે પાંચમી, છઠ્ઠી, સાતમી અને આઠમી દૃષ્ટિ હોઈ શકે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org