________________
૧૩૬
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
શ્રી તીર્થકર ભગવંતો લાલ આંખો કરી શકે ? તાડના કરી શકે ? ના. આચાર્યથી શાસન ચાલે છે. તેમના બે ગુણો છે.
(૧) ભીમ (૨) કાંત.
ભીમ ગુણથી દુર્જનો આવતાં ડરે અને, કાન્ત ગુણથી – પ્રેમ વાત્સલ્યથી સજ્જનો આવી શકે છે.
તીર્થકરોમાં ભીમ - કાન્ત ગુણ ન હોય વીતરાગને કાત્ત પણ ન કહેવાય. ભીમ પણ ન કહેવાય. વીતરાગતા તે બંનેથી જુદી છે
કષાય હોવા છતાં કષાય ન સ્પર્શવો એ અધ્યાત્મની ઊંચી દશા છે. “સોટી વાગે ચમચમ, વિદ્યા આવે ધમધમ” એ ગયું ત્યારથી ભલે બધા ડીગ્રીધરો પાક્યા કહેવાય. પણ આ ગ્રેજ્યુએટ અભણના શિરતાજ હોય છે.
નીતિ કહે છે કે બાળકનું પાંચ વર્ષ સુધી લાલનપાલન કરવું. છઠ્ઠા વર્ષથી ભૂલ થાય ત્યાં તાડન-તર્જન હોય જ. તાડન = મારવાનું, તર્જન = ધમકાવવાનું. “જો આવું ન કરે તો ઘરમાંથી કાઢી મૂકીશ.” આવું પંદર વર્ષ સુધી જ કહેવાય. આટલા વર્ષમાં સમજી ગયો જ હોય. પછી ભૂલ હોય તો મિત્રની રુએ કહેવાય. નીતિશાસ્ત્રની ઉપર ધર્મશાસ્ત્ર છે. કોઈ શાસ્ત્રો ધર્મશાસ્ત્રને overtake ન કરી શકે. ધર્મશાસ્ત્ર ઉપર પણ અધ્યાત્મ શાસ્ત્રો
છે.
ચક્રેશ્વરી દેવી દેવપાલ ઉપર પ્રસન્ન થયાં છે વરદાન માંગવાનું કહે છે. દેવપાલ : ભક્તિના બદલામાં ભક્તિ જ માગે છે.
દેવી : ભક્તિથી એટલું બધું પુણ્ય ઉપાર્જન થયું છે કે આજથી સાતમે દિવસે રાજ્ય મળશે. દેવપાલને માથું કૂટવા જેવું થયું. દેવી કહી ગઈ, પણ ઉપાધિ મૂકતી ગઈ.
સંસારની વિષયવાસના નીકળી જાય, સંસારમાં ત્રાસ અને વિડંબણા દેખાય – આ સ્થિતિથી યોગની પ્રાપ્તિ થઈ શકે છે.
અધ્યાત્મ શાસ્ત્ર આ લોક, પરલોક, ભવોભવ સુધી ઉપકારક છે. અધ્યાત્મ સ્પર્શે તેને બધું ઉપાધિ લાગે. સાચો મુનિ તે છે, કે જેને શિષ્ય પણ ઉપાધિ રૂપે લાગે.
પ્રવચન અંજન જો સદગુરુ કરે,
દેખે પરમ નિધાન જીનેશ્વર; હૃદય નયણ નિહાળે જગધણી,
મહિમા મેરુ સમાન જીનેશ્વર,
Jain Education International 2010_05
For Private & Personal Use Only.
www.jainelibrary.org