________________
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
નાનો થાય છે. પણ આ સ્થિતિ સુધી આવવા માટે પૂર્વના ગુણસ્થાનકની સ્પર્શના અત્યંત જરૂરી છે. માટે જ પરમાત્માએ આટલો બધો બાહ્ય તપ આચર્યો. અનાસક્તયોગ કે અસંગયોગ જેને સ્પર્યો હોય તેને જ શુક્લધ્યાન કે ક્ષપકશ્રેણી સંભવી શકે.
८८
ઉપમિતિકારે જગતના સ્વરૂપનું યથાર્થ વર્ણન કર્યું છે. રાગ એ મોહરાજાનો મોટો દીકરો છે એને કેસરી તરીકે સંબોધન કર્યું છે. દ્વેષ એ યુવરાજ છે એને ગજેન્દ્રની પદવી આપી છે. મોહ કહે, મારે કોઈ ચિંતા નથી. આ બધું રાજ્ય મોટા દીકરાને આપ્યું છે. મારી હવે પાછલી ઉંમર છે હું તો બેઠો બેઠો જોઉં છું રાગ એવો કાબેલ છે, હોશિયાર છે કે ઉત્તરાધિકારી તરીકે એનું કાર્ય સરસ રીતે અદા કરે છે. રાગ પણ કહે છે કે હું તો નામનો રાજા છું. રાજ્ય કોનાથી ચાલે ? મંત્રીથી ચાલે છે. વીરધવલ રાજાને વસ્તુપાળ અને તેજપાળ મંત્રી રૂપે મળ્યા પછી તેમણે રાજ્યને ચારેબાજુ ફેલાવ્યું. વસ્તુપાળ અને તેજપાળ બુદ્ધિશાળી અને વફાદાર મંત્રીઓ હતા, તેમણે રાજ્ય સમૃદ્ધ બનાવ્યું. મંત્રીઓ પોતાની વિચક્ષણ બુદ્ધિથી કોશ ભંડાર ભરપૂર રાખતા, આજુબાજુના રાજાઓ સાથે યોગ્ય સંબંધ રાખતા.
રાગ કેસરી રાજાએ પણ વિષયાભિલાષ મંત્રીની સહાય મેળવી છે. જેમ જેમ વિષયાભિલાષ વધે તેમ તેમ રાગ બળવાન બને છે. રાગ બળવત્તર બન્યો રહે તેમાં પાંચ ઈન્દ્રિયો રૂપી સેવિકાઓ મહત્ત્વનો ફાળો આપે છે. ઇન્દ્રિયો હંમેશાં મોહની આજ્ઞામાં રહી પોતાનું કાર્ય સફળ રીતે કરતી હોય છે. અને પરિણામે સંસાર લીલોછમ રહેતો હોય છે.
રાગ-દ્વેષનો નાશ ન થાય, એની પરિણતિ મોળી ન પડે તો તમે ધર્મ પામી ન શકો. રાગ દ્વેષ મંદ થાય ત્યારે જ ઉપર ઉપરના ગુણસ્થાનકો ઉપરઉપરના અધ્યવસાયસ્થાનકો સ્પર્શી શકાય છે. ગુણસ્થાનકની પ્રાપ્તિ વગર ધર્મ એ ધર્મ બને નહી, માત્ર ક્રિયાસ્વરૂપ જ રહે. પણ જો ગુણસ્થાનકના લક્ષ્ય ક્રિયા કરાતી હોય તો ચોક્કસ ફળ મળે અને માટે જ ઉપાધ્યાયજી મ. ૧૨૫ ગાથાના સ્તવનમાં કહ્યું,
“જે વ્યવહાર મુગતિ મારગમાં, ગુણઠાણાને લેખેજી, અનુક્રમે ગુણશ્રેણીનું ચડવું, તેહી જિનવર દેખેજી.’
ટૂંકમાં ધર્મ કરનારનો સંસાર પ્રત્યે લગાવ ઓછો થવો જોઈએ. તીવ્ર અનાસક્ત ભાવ વિના ક્ષપકશ્રેણી મંડાતી નથી. એ માટે સતત તમારા રાગાદિ પર્યાયોનું નિરીક્ષણ જોઈએ, તે પછી પરીક્ષણ કરવું પડે કે મારો દોષ કોઈએ બતાવ્યો અને મને ન ગમ્યો તો તે માન પર્યાયમાં સમવતાર પામે છે અને કષાયોનું પૃથક્કરણ કરવા વડે જીવ જાગૃતિ રાખે તો જ ક્ષપકશ્રેણી માંડતાં પહેલાં રાગ માંદો પડી,
સૂક્ષ્મ રાગાદિ ભાવો દૂર થશે. Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org