________________
૩૪૦
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
પકડાતા નથી. કષાયોની રુચિ નીકળતી નથી માટે અનુષ્ઠાન જેવું જોઈએ તેવું થતું નથી.
દરેક ક્રિયા આત્મઘરમાં જઈને કરવાથી વિકાસ થાય છે તે માટે પરઘરમાંથી બહાર નીકળવું જ પડે. તમારે દુર્ગતિ ન જોઈતી હોય અને સદ્ગતિનો ખપ હોય તો કષાયોને ઓળખો. કષાયનો સંબંધ દુ:ખ, વ્યગ્રતા, ઉગ્રતા, કર્મબંધ સાથે છે. કષાયમુક્તિથી આ બધું દૂર થશે.
કષાયોની સૂક્ષ્મતા પણ સમજવી પડશે. કોઈ સાથે સંબંધ બગાડ્યો પછી ક્ષમાપના કરી અને સંબંધ સુધાર્યો ફરી પાછો પેલો પ્રસંગ યાદ આવે તો તે સૂક્ષ્મકષાય કહેવાય. બે વ્યક્તિ સામે આવે ત્યારે બંને વચ્ચે ભાવની ભિન્નતા જણાય તો આ સૂક્ષ્મ કષાયનું અસ્તિત્વ જાણવું. બહાર પરમ નિ:સ્પૃહતા દેખાડે પણ લોકો એની કદર કરે, એનાં વખાણ કરે એવા વિકલ્પ એ પણ કષાયનો ઉદય સમજવો. લોભ એ પણ કષાય છે. કષાયોના નાશની વાત પછી પણ પહેલાં કષાયો ઓળખવા પડશે, કષાયો ન ગમે તેવી દશા ઊભી કરવી પડશે. જ્ઞાનીઓ કહે છે કે કષાયોના મૂળમાં વિષયો પડ્યા છે. વિષયોથી કષાયો થાય છે. વિષયાસક્તિ એ કષાયોત્પત્તિનું બીજ છે. આ સત્ય સમજાયા પછી જે જે વિષયોમાંથી કષાય પેદા થાય છે તે વિષયોને બરાબર ઓળખી લેવા પડશે. જેને વિષયો સારા લાગશે તેને કષાયો ઘટશે નહી આજ નહીં તો કાલ વિષયો આત્માને પતનના માર્ગે સીફતથી સાવધાનીથી લઈ જાય છે. અવિવેકી આત્માને આની ખબર પણ પડતી નથી.
વિષયોમાં ઈષ્ટત્વની બુદ્ધિ ન ટળે ત્યાં સુધી ઠેકાણું પડે તેમ નથી. અંદરમાં પૂર્ણ વિવેક હોય અને બહારથી ક્રોધાદિ કરવા પડતાં હોય તો તેને અપેક્ષાએ પ્રશસ્ત કહી શકાય કારણ અહીં વ્યવસ્થા માટે કષાયનું આલંબન લીધેલું છે. આત્માની એવી અવસ્થા થઈ નથી. બાપ દીકરાને ચાર તમાચા મારે, તાડન-તર્જન કરે, ન કહેવાય તેવા શબ્દો કહે તો અહીં ઉપરથી કષાયનું સ્ટ્રક્યર છે અંદરમાં કૂણી લાગલી છે કે મારો દીકરો ભણીગણીને હોશિયાર થાય, વિવેકી બને, સજ્જન બને. કાલે એ પુત્ર માંદો પડે તો તેની પાછળ લાખ રૂપિયા ખર્ચે પણ ખરા. ગુરુ પણ આવી રીતે શિષ્યને ભણાવી, ગણાવી તૈયાર કરે, તમાચો મારીને પણ શિષ્યનું હિત કરે. ગુ એટલે અંધકાર અને ૩ એટલે બહાર કાઢવું; અનાદિકાળના મિથ્યાત્વ અને અજ્ઞાનના અંધકારમાંથી બહાર કાઢી જ્ઞાનના પ્રકાશમાં લાવી આત્મકલ્યાણનો રસ્તો બતાવનાર ગુરુ છે. જેણે આવા ગુરુનું શરણ સ્વીકાર્યું છે તેનું અવશ્ય કલ્યાણ થાય છે.
શરણાગતનો અસ્વીકાર કોઈ આવકાર્ય તત્ત્વ નથી, સંસારમાં આત્મકલ્યાણ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org