________________ સંસારની રુચિ પાપાનુબંધ; મોક્ષની રુચિ પુણ્યાનુબંધ 63 વિવેકથી કરેલું કાર્ય સિદ્ધ થાય છે. જૂઓ ત્રણ માણસો હતા, તેમાં એક દરજી, એક વાણિયો ને એક કલેક્ટર હતો. એક ખેડૂતના ખેતરમાં તાજો થયેલો પોંક આ ત્રણ જણ મફતમાં ખાઈ રહ્યા છે. પેલો ખેડૂત વિચારે છે કે, “ખેતી કરી કરીને મારાં બાવડાં રહી ગયાં અને આ પોંકને આ લોકો મફત ખાઈ રહ્યા છે તે કેમ ચાલે ? હવે આ ત્રણેને કેવી રીતે અટકાવવા ? તેણે વિચાર્યું કે આ ત્રણનું બળ તો ઘણું જ છે. હું ત્રણેને નહિ પહોંચી વળું તેથી જોયું કે આ ત્રણમાં નબળો કોણ છે ? તો દરજી દેખાયો. એટલે બાકીના બેને પોતાના પક્ષમાં લઈ પેલા દરજીને મારીને કાઢ્યો. તેને ધમકાવ્યો - કે કેમ ? મફતનું ખાવું છે ? આ કલેક્ટર તો મારા સાહેબ છે અને આ શેઠ તો મને વ્યાજે પૈસા આપે છે, એમને મારા ખેતરમાં ખાવાનો હક છે. પણ તું શા માટે ખાય છે ? એમ કહી તેને મારીને કાઢી મૂક્યો. પછી જોયું કે હવે આ બેમાં નબળો કોણ છે ? તો વાણિયો દેખાયો. એટલે કલેક્ટરને પોતાના પક્ષમાં લઈ લીધો. ને શેઠને કહે છે, કે કેમ શેઠ પૈસા આપો છો તે મફતમાં આપો છો ? વ્યાજ તો પૂરું લો છો ? એમ કહી તેને દૂર કર્યો અને પછી જોયું કે હવે આ કલેક્ટરને તો હું પહોંચી વળીશ. આખરે તેને પણ ધમકાવીને કાઢયો. તેમ આ તમારી ગવર્મેન્ટ સત્તા પર આવ્યા પછી આ જ ધંધા કર્યા છે. સૌથી પહેલાં રાજાઓને કાઢ્યા. લોકમાનસમાં રાજાઓ માટે ખોટી અફવાઓ ફેલાવી. રાજાઓ દારૂ પીએ છે, વેશ્યાગમન કરે છે વગેરે.....ત્યારબાદ જમીનદારોની જમીન લૂંટી લીધી અને હવે છેલ્લે ત્રીજા નંબરે તમે રહ્યા છો. તમને પણ સત્તા માટે હેરાન - પરેશાન કરી રહ્યા છે. માનવ ભેદનીતિ અપનાવીને પોતાનું કાર્ય કેવી રીતે સિદ્ધ કરે છે ? તે ઉપર આ દૃષ્ટાંત છે. જોકે, ભેદનીતિથી, ભૌતિક ક્ષેત્રે, પુણ્યોદયની સહાયથી માણસને કદાચ વિજય મળી શકે છે પણ તેમાં ઘણું કર્મબંધન થાય છે. માટે વિવેક કરીને જીવન જીવવું જોઈએ. જૈનશાસન વિવેકપ્રધાન છે. વિવેકના બળે વૃદ્ધની વ્યાખ્યા શું હોઈ શકે ? ઉંમરથી મોટો હોવા છતાં, જ્યાં સુધી જેને જીવનમાં ઉત્સાહ છે. કાર્ય કરવા માટે થનગનાટ છે ત્યાં સુધી તેને વૃદ્ધ ન કહેવાય. સંકલ્પ હોય તો વૃદ્ધ પણ યૌવનને શરમાવે તેવું જીવન જીવી શકે છે. નિષેધાત્મક વલણ રાખવું એ તો કાયરતા છે. તે જીવ આગળ વધી શકતો નથી. જૈન શાસને દ્રવ્યાર્થિક = પર્યાયાર્થિક નય; ઉત્સર્ગ - અપવાદ; જ્ઞાન - ક્રિયા; પ્રમાણ - નય; નિશ્ચય - વ્યવહાર આમ ઘણા પદાર્થો આપીને સાધનાને સ્પષ્ટતમ બનાવી દીધી છે. દા.ત. જ્યારે આપણને દુઃખ પડે ત્યારે દ્રવ્યાર્થિક નયનો વિચાર કરવો, આપણાં કર્મોને દુઃખ માટે જવાબદાર ગણવાં, આથી બીજા માટે અશુભ વિચારો આવશે નહિ. અને બીજાને દુ:ખ પડે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org