________________
મોક્ષની જોડે જોડી આપનાર યોગ
૧૩
માટેનું કોઈ વાર નથી પણ ““સંયોગા: વિયોગાન્તા' એવું સમજાઈ જતાં જીવને વિવેક આવે છે. પણ આ વિવેકના બળે જીવ જો પુરુષાર્થ ન ફોરવે અને કાળ તથા ભવિતવ્યતા ઉપર બધું છોડી દે કે આત્મા તો આપણો પોતાનો જ છે. એને ક્યાં ખોટું લાગવાનું છે ? એ ક્યાં ભાગી જવાનો છે ? એ તો છે છે ને છે. તો આવી ઉપેક્ષાવૃત્તિથી આત્મા મળી શકતો નથી.
અહીં આરાધના કરતાં દેઢતર સંસ્કારનું જો આધાન કરવામાં ન આવે તો ભવાંતરમાં દેવગતિ વગેરેમાં આ સંસ્કારો ચાલ્યા જશે. યાદ રાખવા જેવું છે કે, સંસ્કાર સહિતની દુર્ગતિ પણ સગતિ છે અને સંસ્કાર રહિતની સદ્ગતિ પણ દુર્ગતિ છે. સમ્યકત્વ સહિતની નરક સારી જો સમકિત ટકતું હોય તો ! અને સમકિત વગરનો દેવલોક પણ નકામો છે. શ્રેણિકનો જીવ અત્યારે પહેલી નરકના મધ્યમ પાથડામાં છે. પણ, મજામાં છે, બહારથી નરકની સજા ભોગવે છે, દુઃખો અસહ્ય બનતાં ચીસો પણ પાડે છે. પણ દેવું ચૂકવાય છે એવી શ્રદ્ધા છે એટલે મને અંદરથી પ્રસન્ન છે. સમકિતની ખૂબી છે કે અંદરની પ્રસન્નતા કદી પણ નંદવાય નહિ. અને નિર્જરા પણ ચાલુ રહે. મિથ્યાત્વી દુઃખવેદન સમયે મોહની તીવ્રતાથી વધારે દુઃખી થાય છે. ક્ષાયિક સમકિતી શ્રેણિકને મોહ ઘણો ઓછો છે તો, દુ:ખનું વેદન પણ ઓછું છે. અને મોહની મંદતાથી તેને ભૌતિક સુખ પણ ઓછું લાગે છે તેનો જીવ શાતા-અશાતામાં મૂંઝાતો નથી પણ બંનેથી નિરપેક્ષ એવા આત્માનંદની જોડે અનુસંધાન રાખે છે. મિથ્યાત્વીને અનંતાનુબંધી કષાય ઉદયમાં હોવાથી શરીર-આત્માનો અભેદ ભાવ વ્યાપક છે એથી કાયયોગજન્ય નરકાદિનાં દુઃખો વખતે પરમાધામી વગેરે પ્રત્યે ઉગ્ર કષાય થાય છે. સમ્યકૂવીને પરમાધામી અપરાધી જ દેખાતો નથી. તેની નજરમાં પરમાધામી નિર્દોષ છે. તેનો ઉપયોગ પોતાના કર્મ ઉપર, પોતાની ભૂલ ઉપર છે - તેથી ગમે તેટલી મારપીટ થાય તો પણ અપરાધી પ્રત્યે પ્રતિકૂળ વિચારો આવતા નથી.
જગત પ્રત્યેનો સત્ય અભિગમ આ છે. બીજા મને દુઃખો આપે છે એ નાસ્તિકની માન્યતા છે મારા કર્મો મને દુઃખો આપે છે એ આસ્તિકની માન્યતા છે. અને મારા દોષો મને દુઃખ આપે છે એ ધર્માની માન્યતા છે.
ઉત્કૃષ્ટ જ્ઞાની તે છે કે, જે દુઃખનો એકસરખો સ્વીકાર જ કરે અને ક્ષમાની પરિણતિ સાથે તે એકપણ દુઃખનો પ્રતિકાર ન કરે. ગુણસને ક્ષમાની પરિણતિ સાથે દુઃખનો સ્વીકાર કર્યો તો નવ ભવ જ થયા એટલે એક પલ્યોપમ જેટલું પણ દુઃખ નહીં અને સામે અનંતકાળનું સુખ મળ્યું. વેપારી
બુદ્ધિ હોય તો ગણિત મૂકી જુઓ કે દુ:ખની સામે સુખ કેટલું છે ? અલ્પ Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org