________________
૨૯૮
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
નવકાર શાશ્વત છે, નવકારમાં નવ પદો છે, નવકારના ૬૮ અક્ષર છે. પાંચ પદ સાચાં છે કે નવ પદ સાચાં ? પાંચની જ જરૂર છે કે બાકીનાં ચાર પદની પણ જરૂર છે ?
પાંચ પદના કથન પછી આકાંક્ષા ઊભી રહે છે. આકાંક્ષાનું સમાધાન પછીનાં પદોથી મળે છે. સર્વ પાપનો નાશ કરનાર આ નમસ્કાર છે અને માટે સર્વ મંગળોમાં ઉત્કૃષ્ટ મંગળ છે.
પાપ જેવું ખરાબ કોઈ તત્ત્વ નથી અને પાપનો નાશ કરે તેવું શ્રેષ્ઠ તત્ત્વ બીજું કોઈ નથી. નમસ્કારનું ફળ ન બતાવો તો તેમાં પ્રવૃત્તિ કોણ કરે ? માટે નવ પદો સાચાં છે અને નવ પદો કહ્યા પછી આકાંક્ષા ઊભી રહેતી નથી અને પાંચ પદોની શ્રદ્ધા થાય છે. આ વાતને દૃષ્ટાંતથી સમર્થન કરી બતાવે છે.
એક ભાઈ છે, અબજોપતિ છે, બહુ પૈસા છે, ઉદાર છે એમ ઓળખાણ આપીએ તો કેવી શ્રદ્ધા થાય અને પછી કહે કે એમની ઉદારતા તો ટોચકક્ષાની છે. મારા, તમારા જેવા બધાનાં જ દુઃખો અને પ્રશ્નોને સારી રીતે તત્કાળ ફેડી નાખે છે. આ વાત કહ્યા પછી કેવી શ્રદ્ધા થાય ? બીજી વાત સાંભળ્યા પછી તેની દુ:ખનાશક શક્તિના કારણે અનન્ય શ્રદ્ધા થાય છે તેમ શ્રી નમસ્કાર મહામંત્રની સર્વપાપનાશક શક્તિ અને સકળ મંગળના ઘર સમાન શક્તિને સાંભળતાં શ્રદ્ધા દેઢતર બને છે. માટે નવપદવાળો નવકાર હોવો જોઈએ.
અન્ય દર્શનમાં પણ સમતામાં જ સુખ છે, સમતા જ જરૂરી છે અને ઉપાદેય છે એવું માને છે. ક્ષણિકદર્શન પણ શિષ્યોને જગતની ક્ષણભંગુરતા બતાવીને સમતા જ કરવાનું શીખવાડે છે. સમતામાં જ સુખ છે. વિષમતામાં દુઃખ છે. પણ આખરે ફળ તો એક જ છે તેને બતાવવાની રીતો જુદી હોઈ શકે છે. આ નદૈષ્ટિ કહેવાય.
જે નૈગમાદિ નય સમજી શકતો નથી, સમજાવી શકતો નથી છતાં પણ જો ગ્રન્થિભેદ થયો છે તો તેનામાં નિયષ્ટિનું પરિણમન છે જ અને એના ફળ સ્વરૂપે સમાધાનની કળા દ્વારા તે સમતાને સિદ્ધ કરી જાણે છે.
સ્થિરાદિ દૃષ્ટિ આવ્યા પછી કષાય થવાની સંભાવના ઓછી. જૈનદર્શન અનેકાંતદર્શન હોવાથી તેની પાસે વસ્તુનો યથાર્થ અનંતધર્માત્મક બોધ હોવાથી એકધર્મવાળાં બધાં દર્શનોને તે તે નયથી સ્વીકારે છે, સાચાં માને છે.
નૈગમનયમાંથી તૈયાયિકદર્શન નીકળ્યું છે. પર્યાયાર્થિક નયમાંથી બૌદ્ધદર્શન નીકળ્યું છે.
દ્રવ્યાર્થિક નયમાંથી વેદાન્તદર્શન નીકળ્યું છે. તે માટે “એને આયા', બ્રહ્મ સત્ જગત મિથ્યા' કહે છે. પર સંગ્રહનયથી વેદાંતદર્શન સંમત બધા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org