________________
ધર્મનું વિશદ સ્વરૂપ
૨૯૯
આત્માને એકપણે જૈનદર્શન સ્વીકારે છે. અપરસંગ્રહનયથી સાંખ્યદર્શન માન્ય પ્રકૃતિ અને પુરુષની વાત પણ સ્વીકારે છે. વાચકને પ્રશ્ન એ થશે કે અન્યદર્શનોની વાત જૈનદર્શન નયદેષ્ટિથી સ્વીકારે છે તો પછી ક્યાં તો બંને સાચા હોવા જોઈએ, ક્યાં તો બંને ખોટા હોવા જોઈએ. તમે જૈનદર્શનને અનેકાંતદર્શન માની સત્ય કહો છો અને એની વાતને માનતા અન્યને અસત્ય કહો છો તો આ ભેદ શાથી?
પ્રશ્ન બિલકુલ વ્યાજબી છે. અન્યદર્શન પોતાની વાતને તે તે નયના આલંબને સ્વીકારે એમાં જૈનદર્શનને કોઈ મતભેદ નથી પણ જૈનદર્શન આ વાતને સ્વીકારીને અન્ય દૃષ્ટિઓને ગૌણ ભાવે સ્વીકારે છે. માટે જ તે સત્ય સુધી પહોંચી શકે છે. એક સ્ત્રી એ માતા, પુત્રી અને પત્ની ત્રણે ધર્મોથી યુક્ત છે. હા, અપેક્ષા જુદી છે એ વાત સાચી, એટલે કે માતાની અપેક્ષાએ પુત્રી છે, પુત્રીની અપેક્ષાએ માતા છે અને પતિની અપેક્ષાએ પત્ની છે. આ અપેક્ષિત વાત મુખ્યરૂપે સાચી હોવા છતાં ગૌણ ભાવે બધા જ વિકલ્પો સત્ છે એવું નહીં માનવાથી અન્ય નયો દુર્નય બને છે ત્યારે જૈનદર્શન સુનય બને છે.
શ્રી ભગવતી સૂત્રના મંગલાચરણમાં માટે જ કહેવાયું છે કે, ““સર્વ મિથ્યાદર્શનોના સમુદાય રૂપ જૈન પ્રવચનનું ભદ્ર હો.”
આત્મા જ્યારે મનુષ્ય રૂપે અનિત્ય છે ત્યારે જ આત્મતત્ત્વથી નિત્ય છે આમ નિત્યાનિત્ય અંશ ભિન્ન ભિન્ન દૃષ્ટિથી સ્વીકાર કરનાર જૈનપ્રવચન સુંદર છે.
વ્યવહારનયથી જીવ કર્મ બાંધે છે, ભોગવે છે, અને તેનો નાશ કરે છે, આ વાતની સાથે સાદુવાદીએ એ પણ સમજવું જોઈએ કે નિશ્ચયનયથી જીવ કર્મ બાંધતો નથી, ભોગવતો નથી તો નાશની વાત તો આવે જ ક્યાંથી ? આમ બંને દૃષ્ટિને સાથે જ રાખીએ તો સત્યબોધ થઈ શકે છે. વ્યવહારનયથી ટોચકક્ષાએ અમર્યાદપણે ગયેલા સાધકો નિશ્ચયનયના વિકલ્પોની સાધનાથી વંચિત રહે છે. જીવ પોતાના ગુણપર્યાયમાં જ પરિણામ પામે છે. પુદ્ગલાદિના વર્ણાદિમાં પરિણામ પામી શકે જ નહીં. આ વાતના આલંબનથી તેઓ વૈરાગ્યને દઢ કરી શકતા નથી.
તો બીજી બાજુ એકાંત નિશ્ચયનયાવલંબીઓ વ્યવહારનો અપલાપ કરતાં યોગનો વિવેક ચૂકીને અશુભ કર્મો બાંધી, તેના ફળ સ્વરૂપે દુઃખો ભોગવીને મોક્ષથી વંચિત રહે છે.
બીજા નયનો અપલાપ કરનાર પોતાનું જ અસ્તિત્વ ગુમાવી દે છે. જ્યાં નયષ્ટિ નથી ત્યાં અહંકાર છે, “હું માનું છું તે જ સાચું છે.' એ મિથ્યાત્વ છે. બીજાના અભિગમને મુક્ત રીતે સાંભળવા, સમજવા અને યોગ્ય
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org