________________
ચારિસંજીવનીનું દૃષ્ટાંત
“ચારીચરક સંજીવની અચરકચારણ નીત્યા” વ્યક્તિવિશેષ ઉપકારની પદ્ધતિ જુદી જુદી હોય છે. જેઓ જૈન શાસનમાં જન્મ્યા નથી અને અતત્ત્વનો જ ચારો ચર્યો છે, તત્ત્વનો ચારો ચર્યો નથી તેમના માટે સંજીવની ઔષધિ બતાવી છે. દૃષ્ટાંતમાં એક બાઈ છે. તેનો પતિ તેના વશમાં રહે. તેના કાબૂમાં રહે, તેને જ સ્નેહભરી નજરે જુએ એ માટે બાવા પાસે ગઈ. બાવાએ મૂળિયું આપ્યું, એને ઘસીને પાવાથી તારું ઈચ્છિત થશે એમ કહ્યું. સ્ત્રીએ ઘસીને મૂળિયું પાયું. પતિ તરત જ બળદ બની ગયો. હવે સંપૂર્ણપણે એને વશ છે. અહીં આયુષ્ય તો મનુષ્યનું છે. પણ તિર્યંચની ગતિ રસોદયમાં આવવાથી તેનું ફળ બતાડે છે.
પ્રશ્ન : આવું શી રીતે થાય ? '
ઉત્તર : ચોમાસામાં ક્યારેક છત્રી કાગડો થાય છે તો માણસ તિર્યંચ ન થાય ? અહીં આયુષ્ય તો એ જ છે, ભવ બદલાયો નથી માટે આયુષ્ય બદલાઈ ન શકે પણ ગતિ બદલાઈ જવાથી બળદ જેવી પ્રવૃત્તિ કરે છે. હવે આ સ્ત્રી દુઃખી થઈ ગઈ. આવું કંઈ તેને ઇષ્ટ નથી. આ દુઃખને રડતી તે દિવસો પસાર કરે છે. આગળ શું થાય છે તે અગ્રે વર્તમાન.
જગતમાં જે કોઈ વસ્તુ છે તે બધું ચારી જેવું છે, તે ઘણું બધું મળે તોય કાર્ય સરતું નથી. તત્ત્વ એ સંજીવની રૂપ છે. સંજીવની થોડી પણ મળે તો માણસને ઉપયોગી બને છે, લાભકારી બને છે. પતિ બળદ થયો છે, બાઈ પશ્ચાત્તાપ કરે છે. હવે બાઈની જવાબદારી ઘણી વધી ગઈ છે. પતિ સંપૂર્ણ પરવશ બની ગયો છે. સ્ત્રી પોતાના બળદ થઈ ગયેલા પતિને રોજ ચરાવવા લઈ જાય છે.
આજે સ્ત્રીનું હૈયું ભરાઈ ગયું છે. બળદ ચરી રહ્યો છે. પોતે ઝાડ નીચે રડી રહી છે. ઉપરથી વિદ્યાધર યુગલ પસાર થાય છે. સ્ત્રી કહે છે આનું દુઃખ આપણે દૂર ન કરી શકીએ ? વિદ્યાધર કહે છે, “આ બળદ હકીકતમાં પુરુષ છે, તેનો પતિ છે, બળદ નથી. આ બાઈ ચરાવે છે પણ તેને ખબર નથી કે સંજીવની અહીં પડેલી છે તે જો ખવડાવવામાં આવે તો તે પાછો પુરુષ થઈ શકે છે.' આવું કહીને યુગલ તો પસાર થઈ ગયું. બાઈને સંજીવની વનસ્પતિ કઈ છે તે ખબર નથી તેથી તે સ્ત્રીએ ક્રમસર બધી વનસ્પતિઓ ખવડાવવા માંડી તેમાં જ્યાં સંજીવની વનસ્પતિ આવી ત્યાં તે સહજપણે પાછો પુરુષ થઈ ગયો. બાઈ આનંદ પામી.
પ.પૂ. હરિભદ્રસૂરિજી મહારાજ આ દૃષ્ટાંત દ્વારા એ કહેવા ઇચ્છે છે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org