________________
આત્મવિકાસનાં પગથિયાં
૩૪૭
મિથ્થારૂપે પરિણમતું હોવાથી મિથ્યા બને છે. દર ખૂલ્યા પછી તેનો કઈ રીતે ઉપયોગ કરવો તેને કઈ રીતે આત્મહિતા પરણાવવું તેનો તેને ખાવા હોય છે.
સમ્યગુષ્ટિનો બોધ નિરપ હોય છે અહીં પાંચમી સ્થિરાદેષ્ટિમાં બોધ પ્રવર્ધમાન હોય છે. વળી આ બોધ નિરપાય હોય છે. એટલે આ બોધ કોઈને અર્થકારક નથી હોતો. નુકસાનકારક નથી બનતો. બોધમાં નિરપાયતા શું છે ? અપાય એટલે અનર્થ રહિત આ, બોધ હોય છે. આ દૃષ્ટિના બોધનો એ પ્રમાવ છે કે જીવને દુર્ગતિ આઈ અનર્થથી બચાવે છે. અનર્થ લાવનાર મલિશ અધ્યવસાય છે. અને તે મલિક અધ્યવસાય અહીંયાં નીકળી ગયા છે. સ્વરૂપ સિવાય બીજું બધું હેય લાગે છે. સંસારની દરેક વસ્તુ અનિત્ય, અશણ રૂપે ઓળખાઈ ગઈ છે માટે તેને મેળવતા, ભોગવતા સાવચેતી, સાવધાની, જાગૃતિ વર્તે છે માટે અશુભ કર્મનો બંધ બહુલતાએ નથી માટે આ બોધ નિરપાય છે.
સમ્યગ્દષ્ટિનો બોધ બીજાને પીડા કરનાર નથી હોતો
નાપરપરિતાપકૃત અનંતાનુબંધી કષાયથી થતો બોધ મોહના ઉદ્રકને વધારનારો હોવાથી બીજાને નુકસાન કરે છે અને અનંતાનુબંધી કષાય ગયા પછી થતો બોધ જીવસૃષ્ટિ માટે સહાયક બને છે. બીજાને પીડા કરવી એના સ્વભાવમાં નથી. સજ્જન પણ બીજ ને પીડા કરી શકતો નથી. આ તો પ્રન્થિભેદ કરેલ સાધક છે જે આપણા સંપર્કમાં આવ્યા છે તેનું હિત કેમ થાય ? હું બીજાને સહાયક કેમ બને ? આ ભાવ પ્રધાનપણે હોવો જોઈએ. વિવેકી આત્મા કડવું સત્ય કહેવાની હિમાયત ન કરે. પણ કડવું સત્ય કહેવાથી અનેકનું હિત થવાની સંભાવના હોય તો દિલમાં કરૂણાદિ ભાવોને સ્થાપીને કહે પણ વૈમનસ્યથી તો ન જ કહે. આ પાંચમી દૃષ્ટિમાં કડવું સત્ય કહેવાથી બીજાને દુ:ખ થતું દેખાતું હોય તો તેમાં તેનો બોધ કારણ નથી પણ પોતાના આત્મા પર રહેલાં વિષમ કર્મો કારણ છે. આપણી ભૂલથી, અવિવેકથી, કષાયથા, નિમિત્તથી બીજાને પીડારૂપ બનીએ તો આપણને અશુભ કર્મનો બંધ થાય છે. પોતાના નિમિત્તે કોઈને પણ વિપરીત પરિણામ થાય તેવું ન કરો.
શ્રીમદ્જીએ ૭00 જેટલાં નીતિ વાક્યો લખ્યાં છે તેમાંનું એક નીતિ વાક્ય ““અબંધ પાપ ખમાવું'' એમ લખ્યું છે. આનો અર્થ એ છે કે સમ્યક્ત્વી આત્મા પોતાના જીવનમાં પોતાના બોધથી કોઈને નુકસાન થાય તેવું ન કરે. પણ સામાની હિતની બુદ્ધિથી કોઈ કાર્ય કર્યું તેમાં સામાને વિપરીત પરિણામ આવ્યું, પોતે સમજીને કરે છે, પોતે નિમિત્ત આપ્યું નથી. બીજાએ નિમિત્ત લીધું છે. એથી સામાને દુઃખ થયું, સામાએ કર્મબંધ કર્યો
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org