________________
દ્રવ્યપુણ્ય અને ભાવપુર્ણય
૨૦૩
થાય છે. અનાદિકાળથી સ્વાર્થી બનીને આપણે જે સહજમલને પુષ્ટ કર્યો છે તેનો હાસ કરવા માટે કર્મયોગ એ રામબાણ ઇલાજ છે. કર્મયોગ મલને દૂર કરે છે. ભક્તિયોગ એ “વિક્ષેપને દૂર કરે છે એટલે આ બધું કરવા છતાં ઉપાસના યોગ બળવાન હોવાથી કર્મયોગીનું જીવન પ્રભુને સમર્પિત બનીને રહે છે, કર્મ કરવા છતાં અકર્મ બનવા તરફ તેનું લક્ષ્ય હોય છે.
વિચારોની વ્યાપકતા તમારી વાણી એ તમારા વિચારોનું પ્રતિબિંબ છે. તમારું કાર્ય એ તમારા વિચારોનું બીજ છે. તમારું સ્વરુપ એ તમારા વિચારોનું દર્પણ છે. તમારી આંખો એ તમારા વિચારોનો પ્રકાશ છે. તમારો ભય એ તમારા વિચારોનો ભ્રમ છે. તમારી નમ્રતા એ તમારા વિચારોની સરળતા છે. તમારી શાંતિ એ તમારા વિચારોની વિશ્રાંતિ છે. તમારું રુદન એ તમારા વિચારોની કરુણતા છે. તમારો ક્રોધ એ તમારા વિચારોની વિવશતા છે. તમારો આરામ એ તમારા વિચારોનો વિરામ છે. તમારું હાસ્ય એ તમારા વિચારોનો અભિનય છે. તમારી બુદ્ધિ એ તમારા વિચારોની પ્રતિભા છે. તમારી શ્રદ્ધા એ તમારા વિચારોનો સંકલ્પ છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org