________________
દ્રવ્યપુણ્ય અને ભાવપુણ્ય
અઘાતી કર્મના ઉદયથી પ્રાપ્ત થતી ચીજો દ્રવ્યપુણ્ય ભૌતિક પુણ્ય કહેવાય અને ઘાતકર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થતા સંસ્કાર અને ગુણો એ ભાવપુણ્ય અને આધ્યાત્મિક પુણ્ય કહેવાય છે. તમારી નજર દ્રવ્યપુણ્ય ઉપર છે કે ભાવપુણ્ય ઉપર છે ? તમારી નજર સુરસુંદરી જેવી છે કે મયણાસુંદરી જેવી છે ?
પ્રજાપાળ રાજાએ પૂછ્યું પુvોન વિરું નામ ! ત્યારે સુરસુંદરીના જવાબમાં દ્રવ્યપુણ્ય છે.
“સુરસુંદરી કહે ચિત્ત ચાતુરી, ધન યૌવન વર દેહ;
મનવલ્લભ મેળાવડો, પુણ્ય પામી જે એહ” મયણાના જવાબમાં ઘાતકર્મના ક્ષયોપશમ રૂપ ભાવપુણ્ય –આધ્યાત્મિક પુણ્યની ઝલક જોવા મળે છે.
“મયણા કહે મતિ ન્યાયની, શીલશું નિર્મળ દેહ,
સંગતિ ગુરુ ગુણવંતની, પુણ્ય પામી જે એહ”
ન્યાયની મતિ ક્યારે મળે ? દર્શનમોહનીયના ક્ષયોપશમથી અંતર્મુખ દૃષ્ટિ બને છે તેને ન્યાયની મતિ મળે છે.
લાખો લોકોના લાખો અન્યાયોને હસતા મોઢે સહન કરવા અને આપણાથી લેશમાત્ર પણ બીજાને દુ:ખ ન થાય તેની સતત કાળજી રાખવી એ ન્યાયની મતિ છે. આમાં દર્શનમોહનો તથા આંશિક ચારિત્રમોહનો ક્ષયોપશમ રહેલો છે. બીજા પાસેથી કંઈ ભૌતિક આબાદી મેળવી લેવાની ગણતરી આમાં નથી પણ બીજા માટે કંઈ કરી છૂટવાની ઇચ્છા છે. વળી ભોગનો અતિરેક, ભોગની વિપુલ સામગ્રી મળવી એ દ્રવ્યપુણ્ય છે. પણ શીલથી પવિત્ર દેહ હોવો એ ભાવપુણ્ય છે; આધ્યાત્મિક પુણ્ય છે. મનપસંદ પતિ એ આ ભવનું પણ અપૂર્ણ સમાધાન છે જ્યારે સુગુરુનો યોગ એ યોગાવંચકતા હોઈ ભવોભવની સલામતી છે. દ્રવ્યપુણ્યથી ભૌતિક સંપત્તિ મળે છે જે પાંચભૂતમય છે. ઘાતકર્મનો ઉદય એ પાપ છે પણ ઘાતકર્મનો ક્ષયોપશમ એ ભાવપુણ્ય છે. એ સંસ્કાર છે, એ આધ્યાત્મિક પુણ્ય છે. પવિત્રતા અને આસ્તિકતા એ એનું ફળ છે.
દ્રવ્યપુણ્ય અને ભાવપુણ્ય બંનેનો સદુપયોગ કરતાં આવડે તો બન્ને મોક્ષ આપવા સમર્થ છે. ભૌતિકપુણ્યના ઉદયને ભોગમાર્ગે ન જોડતાં યોગમાર્ગે જોડો, પરોપકારાદિ સત્કાર્યોમાં દેહ, ધન, ઈદ્રિયોને જોડવાથી કર્મયોગ ઊભો
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org