________________
ઇચ્છાયોગનું સ્વરૂપ
कर्तुमिच्छोः श्रुतार्थस्य ज्ञानिनो ऽपि प्रमादिनः। 'વિવેનો ઘર્મયોગો ઃ (1) રૂછાયો હાહિતઃ | ૩ |
એકલી ઈચ્છાથી કરાયેલું અનુષ્ઠાન, ઇચ્છા વિનાનું અનુષ્ઠાન તે પણ ઈચ્છાયોગ નહી. ઈચ્છાયોગીની શરતો પૂરી થાય તો જ ઈચ્છાયોગ પ્રાપ્ત થાય.
અહીં ધર્મ કરવા પાછળ સંસારના પદાર્થો મેળવવાની ઇચ્છા નથી, ફક્ત આત્મકલ્યાણની જ ઈચ્છા છે. ધર્મ કરવાથી આત્મકલ્યાણ થશે. એવું જ્ઞાન છે અને આત્મકલ્યાણ પ્રાપ્ત કરવાની દઢ ઈચ્છા જાગી છે. અહીં ગતાનુગતિક ધર્મ કરવાની વૃત્તિ નીકળી ગઈ છે.
અનુષ્ઠાન શ્રી જિનશાસન વિષે અનુષ્ઠાનના પાંચ પ્રકાર કહ્યાં છે. (૧) વિષ અનુષ્ઠાન (૨) ગરલ અનુષ્ઠાન (૩) અન્યોન્ય અનુષ્ઠાન (૪) તદુહેતુ અનુષ્ઠાન (૫) અમૃત અનુષ્ઠાન. સર્વે ધર્મ ક્રિયાઓ આ પાંચ પ્રકારના ફળ ભેદ સ્વરૂપવાળી જાણવી.
(૧) આ લોકના વિષય સુખના અર્થે અનુષ્ઠાન કરાતું હોય તો તે વિષ અનુષ્ઠાન છે. એટલે જો હું આ ગુરુની સેવા કરીશ, અથવા તેમના કહ્યા પ્રમાણે ધર્મક્રિયા કરીશ તો મને ઘણા લોકો માનશે અને મારી આબરૂ-પ્રતિષ્ઠા લોકમાં વૃદ્ધિ પામશે અને મને લોકો સારા – સારા આહાર ખાવાને આપશે અને સારાં સારાં સ્થાનો રહેવાને આપશે એવી રીતે આ લોકનાં સુખમાં જ જેને સુખબુદ્ધિ છે, આ લોકના સુખને કેન્દ્રસ્થાને રાખીને તેના માટે જ ધર્મક્રિયાઓ કરે છે તે વિષ અનુષ્ઠાન છે. ધર્મના બદલામાં એને ધર્મ જોઈતો નથી, ફક્ત આ લોકનાં સુખો જ જોઈએ છે. એ ક્રિયા કરતાં તેનું સચ્ચિત્ત - ભાવપ્રાણ નાશ પામે છે. આ ઈહલોકના સુખની ઇચ્છાઓ એ તાલપુટ વિષ છે, એનો કણીયો કાફી છે, એ ત્યાં ને ત્યાં જ સચ્ચિત્તનો નાશ કરે છે. આ લોકના સુખની ઇચ્છાઓએ માજા મૂકી હોય છે ત્યારે તેનું ચિત્ત ધર્મમાં નથી હોતું, આત્માનો ઉપયોગ સ્વરૂપ જોડે અનુસંધાન પામેલો હોતો નથી. આ જગતમાં બે પ્રકારનાં વિષ (ઝેર) કહ્યાં છે (૧) જંગમ વિષ - સર્પાદિકનું
(૨) સ્થાવર વિષ – સોમલ, (અફીણ) વગેરે નું આ બન્ને પ્રકારનાં વિષ ખાવાથી તત્કાળ તેમજ કાલાંતરે મૃત્યુ થાય
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org