________________
૧૦૪
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
પદાર્થોની હા છોડી દેવાની છે. આનંદનો અભેદ આધાર જ્ઞાન છે અને જ્ઞાનનો આધાર આત્મપ્રદેશ છે. જ્ઞાનને સ્વચ્છ કરો, જ્ઞાનને નિર્વિકારી બનાવો, જ્ઞાનમાંથી પદાર્થોનું પ્રયોજન ઘટાડો. જ્ઞાનમાંથી પદાર્થપ્રયોજન ઘટે તેમ જ્ઞાન સ્વચ્છ અને નિર્મળ બનશે. જ્ઞાન સ્વચ્છ બનતાં આનંદનું વેદન શરૂ થઈ જાય છે.
સીંદરી હોય, એને એક બાજુ સળગાવો પછી સીંદરી તો આખી બળી જાય છે. ફક્ત આકાર રહે છે. દશ્ય રહે છે. એ દશ્ય પણ પવન ન આવે ત્યાં સુધી રહે છે. પવન આવતાં દશ્ય ઊડી જાય છે. બસ તેવી જ રીતે મોહનીય કર્મની હાજરીમાં વેદનીય કર્મથી સુખદુઃખની લાગણી હોય, પણ ઘાતકર્મો જાય એટલે સુખદુઃખની અસર નષ્ટ થાય છે. દેશ્ય ફક્ત ઊભું રહે છે.
તેવી જ રીતે મોહનીય કર્મથી યુક્ત નામ-ગોત્ર કર્મો દેહભાવ લાવે છે. મોહનીય કર્મ જવાથી દેહભાવ જાય છે. આત્મભાવ આવે છે.
મોહનીય કર્મથી યુક્ત આયુષ્યકર્મ જે મૂછવર્ધક હતું તે ઘાતી કર્મો જવાથી લોકોપકારક બની જાય છે. આપણું જીવન લોકોપકારક છે ? જીવને મરણ નથી ગમતું પણ આ મરણ શેનાથી છે ? જન્મથી મરણ છે. મરણ નથી ગમતું એનો અર્થ થાય છે કે તમને જન્મ નથી ગમતો, દેહ નથી ગમતો. દેહ ગમે અને મરણ ન ગમે એ વાસ્તવિક નથી. મરણ નથી ગમતું એટલે તમારે સદા જીવવું છે ! સદા કોણ જીવે ? દેહ છે માટે મરણ છે. દેહ છે અને દેહભાવ છે એટલે અંશે આત્મભાવની હાનિ છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થયું એટલે દેહભાવ નીકળી ગયો. કેવળીને મૃત્યુ કંઈ ન કરે તેમને મૃત્યુની પીડા નહીં. કારણ કે ચૈતન્યનો ગોળો દેહથી સર્વથા છૂટો પડી ગયો છે. પછી કાચલીને ઠોકઠોક કરો, તો અંદર કંઈ અસર થાય ? ના, કેમ ? અંદરનું પાણી સુકાઈ ગયું છે.
न गोप्यं क्वापि नारोप्यं हेयं देयं च न क्वचित ।
क्व भयेन मुनेः स्थेयं, ज्ञेयं ज्ञानेन पश्यतः ॥ જેમને સકળ શેય ભાવો જ્ઞાન થકી યથાર્થ અવિરુદ્ધ ભાવે જણાયેલા હોય છે, તેવા ભયમુક્ત મુનિને કોઈ ભાવનું સ્થાપન કે ઉત્થાપન તેમ જ ત્યાગ કે ગ્રહણ કરવાપણું હોતું નથી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org