________________
૧૯૦
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
શકે નહિ. એને રાગની, કર્મની અનંતી અનંતી રજ ચોટે છે. જીવ અજ્ઞાનને કારણે રાગમાં આત્માનું અહિત કરવાની તાકાતને સમજી શકતો નથી.
રાગની અસર, રાગનો અભ્યાસ, સહજ રૂપે ભાસે છે, પણ હકીકતમાં રાગ એ વિકૃતિ છે. એ સાહજિક ન હોય. સ્વભાવ જ સહજ હોય પણ જીવે અનંતકાળથી રાગના અભ્યાસથી રાગને સહજ બનાવી દીધો છે.
મતિજ્ઞાનના ઉપયોગમાંથી સંસારને, રાગને, દ્વેષને કાઢો અને ક્ષપકશ્રેણી માંડીને આગળ વધો એ પરમાત્માને ઈષ્ટ છે.
તમે સંસારમાં જેની સાથે સંબંધ બાંધ્યો છે તે મહારાગી છે. સંસારના જીવો વીતરાગ ન હોય પણ રાગીના સંબંધમાં પણ વિકૃતિ ન હોવી જોઈએ એ સંબંધ વંઠેલો ન હોવો જોઈએ. વિવેકી જોડેનો સંબંધ જ આગળ વધારનાર બની શકે છે.
તમે સંબંધ બાંધતી વખતે પહેલાં શું જુઓ છો ? તે ખબર છે ! હાઈટ, વાઈટ અને લાઈટ જોઈને લાવેલા પાર્ટનર જોડે પણ રોજ ફાઈટ થાય છે, તેનું શું ? માટે સંબંધ બાંધતાં શું જોવું જોઈએ તે કહું છું તે તમે સાંભળો.
સૌથી પહેલાં સ્વભાવ જોવાય. ઉત્તમ સ્વભાવવાળા કોઈને કનડે નહીં. જેનો સ્વભાવ સારો હોય એ બીજાને પીડારૂપ કદી ન બને. જેનો સ્વભાવ સારો હોય તે બીજાને દુ:ખમાં નિમિત્ત ન આપે. જેનો સ્વભાવ સારો હોય તે બીજાને કષાયોથી બચાવે, દોષોથી બચાવે. સ્વભાવ એટલે સંસ્કારની પરિણતિ.
પછી સામેની વ્યક્તિને ધર્મ કેટલો ગમે છે? એ જોવાય. ધર્મ ન ગમતો હોય તો પણ સ્વભાવ સારો હોવાથી એ બીજાને અંતરાય ન કરે.
રાગમાંથી વૈરાગ્ય અને વૈરાગ્યમાંથી વીતરાગતા પ્રાપ્ત કરવી એ મનુષ્ય-જીવનનો પુરુષાર્થ છે. રાગમાંથી મહારાગ કરવો એ કર્તવ્ય નથી. તમને પદાર્થો ગમે છે, પરમાત્મા નથી ગમતા. પદાર્થોની મમતા માયાવી છે. તે રસ્તો સુંદર દેખાતો હોય તો પણ કાંટાની સુરંગો તે માર્ગમાં ગોઠવાયેલી પ્રભુ જુએ છે અને તમને તે રસ્તે જવાની ના પાડે છે. પણ શ્રાદ્ધ હોય તેને આ વાત સમજાય. તેવા પ્રકારના મોહને દૂર કર્યો હોવાથી તથાવિધિમોરોપIAતુ' શ્રદ્ધાળુ ઊંચા અધ્યવસાયને ઝીલનાર બને છે.
જે વખતે જે આચાર પાળવાનો છે તેને અનુરૂપ પરિણતિ થાય, તેને અનુરૂપ સંવેદન થાય તે સંપ્રત્યયાત્મક સાધના કહેવાય છે – અહીં દર્શનમોહ, ચારિત્રમોહનો ક્ષયોપશમ છે.
કષાયની પરિણતિ તૂટે છે ત્યારે તર્જન્ય વિકલ્પો થતાં નથી અને ઉપયોગ વિષયો તરફ જનો નથી. Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org