________________
આત્માની સંસારી અવસ્થા દૃષ્ટિના અંધાપાના કારણે છે.
૨૨૧
ઉદયે મળ્યું છે, તેના ઉપરનો માલિકીનો ભાવ છોડીને તેનો તું સદુપયોગ કર...
(૧) વૈરાગ્ય, (૨) વાદવિવાદનો અંત, (૩) મળેલાનો સદુપયોગ આ ત્રણ ચીજ આવે તો દુર્ગતિ ઊભી રહે ? સદ્ગતિ પ્રાપ્ત થયા વિના રહે ખરી ?
શંકા : ભલે ને શાસ્ત્ર દ્વારા સમ્યગ્દર્શનાદિ યાવત કેવલજ્ઞાન પ્રાપ્ત થઈ જાય, સાધના કરવાની ન રહે તો તેમાં અમને શું વાંધો છે ? તેનો જવાબ આપે છે.
न चैतदेवं यत् तस्मात् प्रातिभज्ञान संगतः।
सामर्थ्ययोगोऽवाच्योऽस्ति सर्वज्ञत्वादिसाधनम् ॥ ८॥ તમે જે કહો છો કે શાસ્ત્ર દ્વારા સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ થાય એમાં અમને કોઈ વાંધો નથી પરંતુ તે વસ્તુ તેવી રીતે બનતી નથી જે કારણથી એ હકીકત છે તેથી પ્રાતિજજ્ઞાનયુક્ત સામર્થ્યયોગ છે. અને સર્વજ્ઞત્વાદિ પ્રાપ્તિના સાધનભૂત સામર્થ્યયોગ એ શબ્દથી વર્ણવી શકાતો નથી અર્થાત્ શાસ્ત્રો દ્વારા સામર્થ્યયોગ જાણી શકાતો નથી અને કેવલજ્ઞાન અને મોક્ષ આપવાની તાકાત સામર્થ્યયોગમાં છે. ઇચ્છાયોગ અને શાસ્ત્રયોગથી કેવલજ્ઞાન - મોક્ષ પામી શકાતા નથી.
અહીંયાં કોઈ કદાચ શંકા કરે કે જો ઇચ્છાયોગ અને શાસ્ત્રયોગથી ક્ષપકશ્રેણી મંડાતી નથી તો પછી ક્ષપકશ્રેણી માંડવા માટે એ ઉપયોગી ન બન્યા, નકામા થયા એવી શંકાના સમાધાનરૂપે કહે છે કે ના, એ નકામા નથી. સામર્થ્યયોગ પમાડવા માટે એ અત્યંત ઉપયોગી છે.
આ અનાદિ સંસારમાં મોહ અને અજ્ઞાનના કારણે રખડતા આત્માને દ્રવ્યક્રિયાની પ્રાપ્તિ પણ પુણ્યના યોગ થાય છે. અને ભવોભવની દ્રવ્યક્રિયામાંથી જીવને અંતે ઇચ્છાયોગ પ્રાપ્ત થાય છે અને ભવોભવની ઇચ્છાયોગની ક્રિયા કરતાં કરતાં શાસ્ત્રયોગ સાંપડે છે અને એમાં પણ આગળ વધતાં વીર્યનું અપૂર્વ ફુરણ થતાં સામર્થ્યયોગ આવે છે અને એના દ્વારા કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે. આવો સામર્થ્યયોગ જે ઉત્કટવીર્યના ફુરણથી પ્રાપ્ત થાય છે તે અનુભવનો વિષય છે તે શાસ્ત્રથી જાણી શકાતો નથી.
હવે આ સામર્થ્યયોગ થાય છે તે વખતે તેની સાથે સાથે “પ્રાતિભ' નામનું જ્ઞાન પ્રગટ થાય છે. અર્થાત્ પ્રાતિભજ્ઞાન, સામર્થ્યયોગ સાથે જ થતું હોવાથી પ્રાભિજ્ઞાન યુક્ત સામર્થ્યયોગ કહેવાય છે.
આ પ્રાતિભજ્ઞાન શું છે ? તે અંગે ગ્રંથકારશ્રી કહે છે કે આ એક વિશિષ્ટ ઉહ રૂપ જ્ઞાન છે અર્થાત્ આ એકદમ ઓચિંતુજ પ્રગટ થનારૂં વિશિષ્ટ સ્કુરણ રૂપ જ્ઞાન છે અર્થાત વીર્ય જ્યારે સ્વરૂપની દિશામાં પ્રચુર
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org