________________
આચારચુસ્તતા એ સ્વ પર ઉપકારક છે
ગીતાર્થ સમ્યગ્દષ્ટિ મહાત્માઓ જગત ઉપર ઉપકાર કરી જીવમાત્રને ધર્મ પમાડે છે. જુઓ હીરસૂરિજી મહારાજ અકબરના સમયમાં થયા છે. ચંપા શ્રાવિકાના તપના પ્રસંગથી દિલ્હી જતાં પોતાના આચારના બળે, પોતાની નિઃસ્પૃહતાના બળે રસ્તાનાં ગામોમાં ધર્મ પમાડતા જાય છે. લોકોને ખબર પડી કે આ ફકીર તો અકબરના આમંત્રણને પામીને જઈ રહ્યા છે તેથી હાથી, ઘોડા આપે, પણ ના, ના કહેતા જાય છે. આ આચાર અને નિઃસ્પૃહતાના બળે લોકોને ધર્મ પમાડી દીધો. અમદાવાદનો સૂબો હાથી, ઘોડા, પાલખી, હીરા, મોતી, રત્નો લઈને આવે છે. નમ્રતાપૂર્વક ના કહેતાં સૂબો દિંગ બની જાય છે. જેની પાછળ દુનિયા દોડે છે તેને સામું જોવા માટે પણ આ ફકીર તૈયાર નથી. સૂબો પૂછે છે, દિલ્હી કેવી રીતે જશો ? પગપાળા જઈશું.' સૂબો નમી પડ્યો. પૂર્વે કરેલી ભૂલોની માફી માગે છે. ગુરુજી કહે છે સર્વથા નિર્ભય રહો. અકબર મુસલમાન હોવા છતાં ધર્મ પામ્યો છે. હિંદુ રાજાઓને ધર્મ પમાડનારા ઘણા ઘણા થયા છે પણ મુસલમાન જાતિના અને હિંદુઓને કાફર કહેનારાને ધર્મ પમાડનાર એક જ હીરસૂરિ મહારાજ હતા. સાધુઓએ બીજાને ધર્મ પમાડવો હોય તો આચારચુસ્તતા અને પરમ નિ:સ્પૃહતાને જીવનમાં તાણા-વાણાની જેમ વણી લેવા જોઈએ. સૂક્ષ્મની તાકાત વિના સામાના હૈયાનું પરિવર્તન શક્ય નથી. લાકડાની તલવારે લડવાથી વિજય મળતો નથી, માટે જ દીક્ષાર્થીને પહેલાં આચારના ગ્રન્થો ભણાવવા જોઈએ. પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ, આચારાંગ, દશવૈકાલિક વગેરે. ગ્રંથો ભણાવવાથી દીક્ષાર્થીનું જીવનઘડતર થાય છે. આચાર એ પ્રથમ ધર્મ છે, માટે જ ગણધરોએ પહેલાં આચારાંગ મૂક્યું છે. દ્વાદશાંગીમાં પહેલું આચારસૂત્ર છે. આચારધર્મના બળે જીવનમાં ચુસ્તતા આવે છે. ભાવધર્મને પામવા માટે નિશ્ચયધર્મને પામવા માટે ““પ્રાણ જાય તો પણ વિપરીત વર્તન : ન કરું' એવી દઢતા, એવું પ્રણિધાન જરૂરી છે.
દૃષ્ટાંતના માધ્યમે આઠ દૃષ્ટિઓનો બોધ तृणगोमयकाष्ठाग्नि - कणदीपप्रभोपमा ।
रत्नतारार्कचन्द्राभा, सदृष्टेर्दष्टिरष्टधा ॥ १५ ॥ આવું પ્રણિધાન ધીરે ધીરે દઢ બને છે. યોગની દૃષ્ટિમાં આગળ વધતા, બોધ વધે છે અને દઢ સંકલ્પબળ ઉત્પન્ન થાય છે. યોગદષ્ટિઓ આઠ છે. (૧) મિત્રા (૨)તારા (૩) બલા (૪) દિપ્રા આ ચાર દૃષ્ટિ મિથ્યાત્વીને હોય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org