________________
૧૬૦
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
दोषेरुपात्तविविधाश्रयजातगवैः
स्वप्नांतरे ऽपि न कदाचिदपीक्षितोऽसि । અર્થ : હે મુનીંદ્ર ! બીજે જગ્યા ન મળવાથી સર્વ ગુણો તારામાં રહ્યા અને વિવિધ જીવોમાં આશ્રય મેળવીને ગર્વિષ્ઠ થયેલા દોષોએ તો તને સ્વપ્નમાં પણ જોયો નથી તેમાં અહીં શું આશ્ચર્ય છે ? : [કારણ કે તું સર્વગુણયુક્ત અને સર્વદોષમુક્ત વ્યક્તિત્વ ધરાવતી પ્રતિભા છે.]
પ્રભુની સર્વજ્ઞતા, વીતરાગતા, યથાર્થવાદિતા વગેરે સ્વરૂપના ગુણોને જાણીને મૂર્તિમાં તે ગુણોનું દર્શન કરવું જરૂરી છે. મૂર્તિમાં અમૂર્ત ગુણોને જોતાં આવડે તે જ અમૂર્તનું આલંબન લેવા વડે પોતાનામાં પણ ગુણનો વિકાસ સાધી શકે છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી આ શક્ય બને છે.
- ત્રીજી પ્રક્રિયામાં દર્શનમોહનીયના ક્ષયોપશમથી શ્રદ્ધાચક્ષુથી દર્શન કરતાં આવડવું જોઈએ. એટલે કે પ્રભુના જે ગુણો આવિર્ભત થયેલા છે તે તિરોભાવે તો મારામાં રહેલા જ છે. એવો નિર્ણય શ્રદ્ધાચક્ષુથી કરવાનો છે.
જે ગુણો છે તારા, તેહી જ ગુણો છે મારા, વીર્યસ્કરણથી તે પ્રગટાવ્યા, મારા તે અવરાણા.” બસ, અહીં અંતર્મુખતાનો વિકાસ થાય છે, જીવનું સ્વરૂપ પ્રગટ કરવા માટે જીવ તત્પર બને છે અને “રુચિ અનુયાયી વીર્ય' એ અનુસાર સાધક આગળ વધે છે.
આગળ વધતાં ચારિત્રમોહના ક્ષયોપશમથી નિર્વેદ, સંવેગ, વૈરાગ્ય, વગેરે ગુણોનો અનુભવ થતાં અનુભવચક્ષુથી દર્શન કરવાનાં હોય છે. કોઈ પણ વસ્તુનું દર્શન કરતાં આપણને તેના સ્વરૂપની પ્રતીતિ થાય છે. પરમાત્માનું દર્શન કરતાં તેમના ક્ષાયિકગુણોના અંશ સ્વરૂપ જો આપણા ક્ષયોપશમભાવના ગુણો વિકસે અને એની અનુભૂતિથી પ્રભુના પૂર્ણ સ્વરૂપનો આંશિક ખ્યાલ આવી શકે છે. પ્રભુ પાસે ક્ષાયિક ભાવની વીતરાગતા છે, આપણે ક્ષયોપશમભાવની વૈરાગ્યદશા વધારતા જઈએ તો સ્વરૂપનું આંશિક ભાન થઈ શકે. આ જ વાતને શ્રી આનંદઘનજી મ.સા. શ્રી નમિનાથ ભગવાનના સ્તવનમાં કહે છે “જિન સ્વરૂપ થઈ જિન આરાધે તે સહી જિનવર હુએ રે.”
આમ ઉત્તરોત્તર આગળ વધતાં આપણી શ્રદ્ધા સહજ બનતાં સંપ્રત્યયાત્મક શ્રદ્ધા બને છે. દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયના વિશિષ્ટ પ્રકારના ક્ષયોપશમથી શાસ્ત્રયોગીનું ચારિત્ર એવું ઊંચું હોય છે કે સંજ્વલન કષાયનો રસ પણ અતિ મંદ બની જતાં ચારિત્રમાં પ્રસાદના કારણે જરા પણ સ્કૂલના થતી નથી.
એક બાજુ આત્મા છે, આત્માનું પૂર્ણ સ્વરૂપ છે, આત્માનો અવિચ્છિન્ન આનંદ છે. બીજી બાજુ સંસાર છે, સંસારના પદાર્થોની આસક્તિ છે. સંસારની
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org