________________
८४
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
આવે, થોડું - વધતું આવે તે લઈને કામ પતાવવાનું. ૧૧ વર્ષ ઉપવાસ - અનશન તપ છે. કરપાત્રી છે, ઉણોદરી સ્પષ્ટ છે. હાથમાં શું આવે ? કેટલું આવે ? કેવું આવે ? તે પણ કયા કાળે ? ભિક્ષાચરો પણ ભિક્ષા લઈને ચાલી ગયા હોય, જેવું વધેલું, ઘટેલું, હોય, રોટલાની પોપડી ઊખડી ગઈ હોય. રસત્યાગ કેવો ? વૃત્તિસંક્ષેપ કેવો ? અંગોપાંગની સંલીનતા કેવી ? ૭ પ્રહર ધ્યાનસ્થ મુદ્રા, નહીં હાલવું, નહીં ચાલવું. આ છે જિનકલ્પ. ફક્ત એક જ પ્રહર આહાર – નિહારાદિ માટે.
સાડા બાર વરસ જિન ઉત્તમ, વીરજી ભૂમિ ન હાયા હો,
ઘોર તપે કેવળ લહ્યા તેહના પદ્મવિજય નમે પાયા હો.” બાહ્ય તપ ઉપર આટલો બધો ભાર મૂકનાર હોય, તો આ જગતમાં જૈન શાસન જ છે. ઇતરમાં આ બાહ્ય તપ છે જ નહીં. પહેલું સંઘયણ છે અને મનોબળ એટલું બધું પ્રચંડ અને દેઢ છે. તમે શરીરના માંદલા છો એના કરતાં મનથી વધુ માંદા છો. સંકલ્પબળ જેટલું મજબૂત હશે તેટલી સિદ્ધિ મળશે જ. દઢ સંકલ્પ કરતાં જાઓ. મારે એકાસણા કરવા છે, મારે આંબેલની ઓળી કરવી છે, મારે ઉપવાસ કરવા છે. તમે કયો સંકલ્પ કર્યો છે ? સંકલ્પમાં મજબૂત હોય તો સિદ્ધિ તેને અનુસર્યા વિના રહેતી નથી.
કાયરનો આ માર્ગ નથી. કાયર એ આ માર્ગ ઉપર એક ડગ પણ ન માંડી શકે. પ્રભુની અત્યંતર સંલીનતા પણ અભુત હતી. ઉપયોગની અંદર બીજો કોઈ વિકલ્પ નહીં. દ્રવ્ય - ગુણ - પર્યાયની ચિંતવનામાં જ મસ્ત રહેતા, વળી ૭ પ્રહર કાયાન હલાવવાની પણ નહીં. અમાં ઝાકા રૂપે આંખ મીંચાઈ, તેને પણ શાસ્ત્ર પ્રમાદ કહ્યો છે. ઉપમિતિકાર સિદ્ધર્ષિગણિ ધ્યાનયોગને દ્વાદશાંગીનો સાર કહે છે. ધ્યાન યોગથી ક્ષપકશ્રેણી મંડાય છે. આ કાળમાં માર્ગાનુસારી શુદ્ધ ક્ષયોપશમની પ્રાપ્તિ બહુ દુર્લભ છે. બહુ ભણે તેને આવો ક્ષયોપશમ થાય ? ના, તેવું નથી. માર્ગાનુસારી શુદ્ધ ક્ષયોપશમની પ્રાપ્તિ માટે તો ગુરુકુલવાસ, ગુરુકૃપા અને ગીતાર્થની નિશ્રામાં અભ્યાસ જોઈએ. ઊંટવૈદ્યની નિશ્રામાં નહીં. જ્યાં ગીતાર્થતા નથી. ત્યાંથી બહાર નીકળો. ગીતાર્થતાની જોડે સંવિગ્નતા જોઈએ. શાસ્ત્રથી પરિકર્મિત મતિ હોવા છતાં, મારાથી ભૂલ ન થઈ જાય, ઉસૂત્ર ન બોલાઈ જાય, ઉન્માર્ગનું પ્રવર્તન ના થઈ જાય, શાસ્ત્રથી વિરુદ્ધ કંઈ ન થઈ જાય ! તેવો ભાવ તે સંવિગ્નતા
“બધું જ જાણું છું.” એવું માનીને ચાલે તેને ગીતાર્થ ગુરુની છાયા ગઈ, ગુરુકુલવાસ ગયો, એકલ વિહારી બન્યા, એના જીવનમાં દોષની છાંટ આવ્યા વગર રહે નહિ. શક્તિની કિંમત નથી, તેના સદુપયોગની કિંમત છે. જેનામાં પરમ વિનય હોય ત્યાં જ શક્તિનો સદુપયોગ છે.
જ્યાં વાદ, વિવાદ, વિખવાદ છે, ત્યાં માર્ગાનુસારી ક્ષયોપશમ પ્રાપ્ત Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org