________________ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ ઠાઠડીએ બંધાણા, ચિતામાં સળગ્યા. અનંતા જન્મોમાં આપણે કેટલું ખાધું ? તેનું માપ કાઢીએ તો અનંત મેરના ઢગલાઓ વામણા લાગે, અનંતા જન્મોનાં સ્તનપાનને ભેગું કરવામાં આવે તો સ્વયંભૂરમણ સમુદ્ર ખાબોચિયું લાગે. આટલું પરિભ્રમણ કર્યા પછી હવે મનુષ્યના ભાવમાં શું ભોગવવાનું બાકી છે ? વિરતિના પાલનથી જ સફળ બનતા મનુષ્યભવને જો અવિરતિમાં જ પસાર કરીશું તો તક ગુમાવી કહેવાશે. સર્વવિરતિ પાલનનું સામર્થ્ય ન હોય, મનોબળ ન હોય તો છેવટે મનોરથો તો કરો. ભાવનાથી ચારિત્રમોહનીય તૂટશે અને ભવાંતરમાં ચોક્કસ ચારિત્ર મળશે, પણ તે માટે આ ભવમાં યથાશક્તિ રત્નત્રયીની આરાધના કરવી પડશે. ચારિત્રની પ્રાપ્તિ સુલભ બનાવવા ઈચ્છનારે વિલાસી અને વૈભવી જીવનને દેશવટો આપવો પડશે. પ્રભુએ વિરતિ ધર્મની મહત્તા સમજાવી, અવિરતિનું નુકસાન બતાવ્યું, હવે આપણે આ ન સમજીએ તો પ્રભુનું આલંબન કેવી રીતે ઊભું રહેશે ? જીવના પ૬૩ ભેદોમાં દેવલોકમાં ચારિત્ર મળે ? નારકીમાં ચારિત્ર મળે ? તિર્યંચમા ચારિત્ર મળે ? અનાર્ય દેશ, અનાર્યકુળમાં ચારિત્ર મળે ? અકર્મભૂમિ, પ૬ અંતર્લીપમાં ચારિત્ર મળે ? ના. પંદર કર્મભૂમિમાં બધા, મનુષ્યને પણ ચારિત્ર મળતું નથી. જૈન કુળમાં જન્મેલા પાંચ હજાર છોકરાની કુંડળીમાં ચારિત્રની કુંડળી માંડ-પ-૫૦ની મળે છે, તેમાં ઊંચા ચારિત્રની કુંડળી બહુ વિરલ હોય છે. સંસાર ભોગવવાની કુંડળી ઘણા બધાંની મળે. તમને મનુષ્યભવનું પુણ્ય મળ્યું છે, આદિશ, આર્યકુળ, જૈનજાતિ, જૈનકુળ મળ્યું છે, જૈન શાસન પામ્યા પછીની પ્રત્યેક પળ કર્મને ખોખરા કરવા માટેના પરાક્રમની તક સ્વરૂપ છે, અમે એ તકને ઝડપી લીધી. અમને તો જાણે લોટરી લાગી ગઈ. કર્મની સામે યુદ્ધધોરણે ઝુંબેશ ઉપાડીને ભગીરથ પુરુષાર્થ આદરવાનું અમે નક્કી કર્યું છે. તમે શું નક્કી કર્યું છે ? પ્રભુનું બીજું વિશેષણ - અયોગી પ્રભનું બીજું વિશેષણ મૂક્યું છે, “અયોગી.” પ્રભુ મન - વચન-કાયાના યોગ રહિત છે. યોગથી રહિત થવું તે જ સિદ્ધપણું છે. સિદ્ધાત્મા અયોગી ગુણસ્થાનકને સ્પર્શીને અયોગી બને છે. ધર્મકાય અને કર્મકાય પછી અયોગી વિશેષણ દ્વારા પ્રભુની તત્ત્વકાય બતાવી છે. અયોગી ગુણસ્થાનકમાં અયોગીનો અર્થ છે, મન-વચન-કાયાનો યોગ અર્થાત ક્રિયાનો અભાવ અને સિદ્ધો તો મન-વચન-કાયાના અભાવવાળા હોવાથી અયોગી છે આપણે પણ પ્રશસ્ત મન - વચન - કાયાના વ્યાપારથી અપ્રશસ્તને દૂર કરી પોગરહિત બનવાનું છે. ઉપયોગની અંદરથી ઘાતકર્મો ગયાં એટલે અઘાતિ કર્મો ખોખરાં બની જાય છે. મોહનીય કર્મની ગેરહાજરીમાં વેદનીય કર્મ પોતાનો વિપાક બતાવી શકતું નથી. શાતા - અશાતા; સુખ - દુ:ખના વિપાક બતાવવા માટે અસમર્થ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org