________________
દ્રષ્ટા અને દૃષ્ટિની ભેદભેદતા
૧૭પ
ચંડાળ જેવા સ્વભાવવાળાને સલાહ અપાય ?
સજ્જન, ડાહ્યો હોય અને પાપથી ડરતો હોય તેને સલાહ અપાય. આત્મા સ્વયં દશ્ય નથી, આત્મા દૃષ્ટિ છે. દૃષ્ટા અને દૃષ્ટિનો ભેદ છદ્મસ્થપણું છે, દ્રષ્ટા અને દૃષ્ટિનો અભેદ એ કેવળજ્ઞાન છે.
મિથ્યાત્વ ગુણસ્થાનકે દૃષ્ટિ ને દેરા વચ્ચે ભયંકર અંતર છે. આત્મા જ્યાં સુધી પોતાના પૂર્ણ સ્વરૂપમાં ન રહે ત્યાં સુધી ભેદ વધારે, દુઃખ વધારે. ભેદ ઓછો થતાં દુઃખ ઘટતું જાય. દષ્ટિ વ્યભિચારી બની છે. વ્યભિચારી કોને કહેવાય ? જે કહેવાય પોતાની અને બહાર ભટકે, બહારનું કામ કરે, બીજાને વફાદાર રહે તે વ્યભિચારી કહેવાય. મિથ્યાષ્ટિ એ વ્યભિચારી દૃષ્ટિ છે. મિથ્યાષ્ટિ એ વ્યભિચારી છે. આપણી દૃષ્ટિ આત્મામાંથી નીકળે છે. જે મતિજ્ઞાનના ઉપયોગસ્વરૂપ છે, કેવળજ્ઞાનમાંથી નીકળેલું એક કિરણ છે, તે પુદ્ગલનું કામ કરે છે. મોહરાજાને વફાદાર છે તેણે જડ તત્વ સાથે સંબંધ કર્યો છે. તેણે દેહ અને ઈદ્રિય સાથે સંબંધ કર્યો છે. આત્મામાં નિરંતર મોહને ઠાલવ્યા કરે છે. મિથ્યાત્વ એ પરમ રોગ છે. શત્રુ છે, ગુપ્તમાં ગુપ્ત શત્રુ છે. દષ્ટિનું અંધારું એટલે મિથ્યાત્વ. બુદ્ધિ, દુર્બદ્ધિ બને એટલે જ સંસાર. બુદ્ધિનો બગાડો એટલે દૃષ્ટિનો અંધાપો. તેના કારણે જ નરકાદિ ગતિમાં જીવોને દુ:ખો ભોગવવાં પડે છે.
આજે ખાવું, પીવું, પહેરવું, ઓઢવું, મજૂરી કરવી, ગુલામી કરવી આ બધી ચીજોથી આપણે ટેવાઈ ગયા છીએ. આ ચીજની ભયાનકતા સમજાય તેમ નથી. વર્તમાન અવસ્થા કેટલી પરાધીન છે ? એનું ભાન છે ? ઉપાધિ એ આપણને ઉપાધિ સ્વરૂપ લાગે છે ? આત્માના અનંતજ્ઞાન, અનંતસમાધિ, અનંત આનંદ પ્રત્યે જો શ્રદ્ધા થઈ જાય તો સંસારની અસારતા સમજાઈ જાય.
ચક્રવર્તી હોય કે ભિખારી હોય, જ્ઞાનીને બન્ને સમાન દેખાય છે. બંને પર્યાય વિનાશી છે. તેની ઉપેક્ષા કરવાની છે, તેના પ્રત્યે ઉદાસીન રહેવાનું છે. અજ્ઞાની હોય, છઘસ્થ હોય, મિથ્યાષ્ટિ હોય તેને જ આ બંને પર્યાયોમાં વિશેષતા લાગે. આ પર્યાય ક્યાં સુધી રહેવાના છે ?
કરોડપતિનો પર્યાય પણ ક્યાં સુધી રહેવાનો છે ?
વિનાશી પર્યાય વિનાશીના સંગે છે. વિનાશીનો સંગ છૂટે તો સિદ્ધાવસ્થા, મુક્તાવસ્થા એ અવિનાશી પર્યાય પ્રાપ્ત થાય.
દૃષ્ટિ દ્રષ્ટામાં સમાઈ જાય ત્યારે જ્ઞાન પૂર્ણ બને છે. અને પૂર્ણજ્ઞાનમાં પૂર્ણ આનંદ છે.
વિકૃતજ્ઞાનથી સુખ – દુઃખની અનુભૂતિ થાય છે. આ સંસારમાં પુણ્યના ઉદયે ગમે તેટલું સારું મળે, તો જરા પણ રાજી થવા જેવું નથી. ધન્નાજી,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org