________________
દ્રષ્ટા અને દૃષ્ટિની ભેદભેદતા
૧૮૩
તમે દાનનો અભ્યાસ કર્યો છે ? કૃપણતાને ખંખેરી નાંખી છે ? મારે કોઈના દુ:ખને દૂર કર્યા વગર રહેવું નથી. આવી પરિણતિ કેળવવાથી તમે જ્યારે દાન આપો છો ત્યારે તો લાભ થાય છે. પણ જ્યારે દાન નથી આપતા ત્યારે પણ દાનના પરિણામ સતત રહેતા હોવાથી, દાનાંતરાયનો લયોપશમ ઊભો કર્યો હોવાથી સતત તેનાથી થતા લાભો – નિર્જરા વગેરે થયા જ કરે છે. આ જિનશાસન છે. એક પણ ગુણ આત્મસાત્ કરી લઈએ તો દુર્ગતિનાં દ્વારા બંધ થઈ શકે છે. ભલે કઠોર જીવન જીવવાની તાકાત નથી પણ જિનશાસન પરિણતિનું સાયન્સ આપણને શીખવાડે છે. તું પરિણતિને ઊભી કરી લે, પરિણતિને વધારી લે, તો પછી શાસ્ત્રયોગ કદાચ આ ભવમાં નહિ આવે, પણ તારું કામ થઈ જશે. પણ પરિણામને ટકાવવા માટે તેનો ક્ષયોપશમ ઊભો કરવો પડે. અને ક્ષયોપશમમાં આગળ વધવા માટે બાધક ભાવોથી અળગા રહેવું પડે, સાધક ભાવોથી અભેદ થવું પડે, આમ કરવાથી વિપરીતભાવ – કર્મબંધ નીકળી જાય અને એ ક્ષયોપશમ છેલ્લે ક્ષાવિકભાવમાં પરિણમે છે.
મા માણેકલાલ ચુનીલાલને લોકોએ દાનવીરના બિરુદથી વધાવ્યા છે. એકવાર તેમની પાસે ગામડાના લોકો આવ્યા. મુસલમાનોનું ગામ છે. તેઓને મસ્જિદ બંધાવવી છે. કોઈએ આનું નામ આપ્યું. બધા મુસલામનો ભેગા થઈને મુંબઈ ગયા. વાતનો પ્રસ્તાવ મૂક્યો કે “અમે ખુદાની બંદગી કરી નથી એટલે અમારું કામ થતું નથી. અમારે આ મુશ્કેલી છે, તે મુશ્કેલી છે. તમે મહેરબાની કરો તો અમારું કામ સરળ થાય.” માણેકભાઈએ કહ્યું, “બોલો, કેટલા જોઈએ છે ? દસ હજાર જોઈએ છે તેમણે તરત ચેકબુક હાથમાં લીધી, દસ હજારનો ચેક લખી, સહી કરી ને ચેક આપી દીધો. આ જોઈને મુસલમાનો ચકિત થઈ ગયા અને એમની સામે મન મૂકીને નાચ્યા છે. એવા નાચ્યા, એવા નાચ્યા કે લોકોને થયું કે આમને શું થયું છે ? તેઓ કહે છે કે ખુદા પ્રસન્ન થઈ ગયા, અમારું કામ એક ધડાકે થઈ ગયું. એમણે દાનગુણ આત્મસાત કર્યો છે. જે ગુણોની સિદ્ધિ થઈ છે તે બીજાના પ્રયોજનને સિદ્ધ કરી આપે છે. સિદ્ધિ ન્યાર્થસાધનમ્” જ્ઞાનસારમાં પૂ. ઉપાધ્યાયજી મ.સા. આ જ વાતને જણાવે છે. આ રીતે ગુણોનો ઉત્તરોત્તર વિકાસ થતાં ઠેઠ ક્ષાયિક ભાવ સુધી જીવ પહોંચી જાય છે.
- સંપ્રત્યયાત્મક શ્રદ્ધા બનાવવી છે ? તો કયા ગુણનો ખપ છે ? તમે નિશ્ચય કરો કે મારે એક ગુણને કેળવવો છે. તેના માટે મરી જવું પડે તો ય વાંધો નથી. એને માટે જે ભોગ આપવો પડે, જે સહન કરવું પડે તે કરવું છે. ક્ષમા, નમ્રતા, સરળતા, સમતા, સંતોષ, સેવારુચિ, જીતેંદ્રિયતા, વિશ્વાસપાત્રતા વગેરે ક્યા ગુણો ઉપર તમારો ઝોક વધારે છે ? એક ગુણ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org