________________
બંધ અનુબંધ
૪૦૭
જૈનદર્શન વિશ્વવ્યવસ્થા અને સાધનામાર્ગની પૂર્ણતા બતાવનાર છે. જૈનદર્શન પૂર્ણ છે કારણ કે સાધકાવસ્થામાં પ્રભુએ કંઈ કહ્યું નથી. પોતે પૂર્ણ બન્યા પછી બતાવ્યું માટે પૂર્ણ બતાવી શક્યા.
અન્યદર્શનીઓએ કષાયની ભયંકરતા બતાવી, પણ મિથ્યાત્વ, અવિરતિની વાત તેઓ બતાવી શક્યા નથી. જૈનશાસ્ત્રોમાં તેનું સૂક્ષ્માતિસૂક્ષ્મ સ્વરૂપ બતાવાયું છે.
સુખલાલ પંડિતને સર્વજ્ઞતત્ત્વ બેસતું ન હતું. તેમાં સંશય હતો. તેમણે જ્યારે કમ્મપયડી વાંચી અને જે રીતે કર્મનું સૂક્ષ્મતમ સ્વરૂપ વાંચ્યું ત્યારે પ્રતીતિ થઈ કે સર્વજ્ઞ સિવાય કોણ આવું બતાવી શકે ?
એક બાંધ્યા પછી ઉદયમાં આવતાં સુધી તેમાં ઘણા ફેરફારો થઈ શકે છે. તે કર્મ ઉદવર્તના દ્વારા પ્રચંડ રૂપમાં પણ વિપાક બતાવી શકે છે, અપવર્તના દ્વારા તેનો વિપાક મંદ પણ થઈ શકે છે અને સંક્રમણ દ્વારા તેનો ઉદય નામશેષ પણ થઈ શકે છે, અન્ય રૂપે ઉદયમાં આવી શકે છે. આ બધી આત્માની તાકાત છે.
પશ્ચાત્તાપથી પાપ તૂટે અને ગૃદ્ધિથી પાપ વધે. અન્યદર્શનકારો સાધનાનો એકાદ યોગ, એકાદ અંશ બતાવી શકે છે. સાધનાના વિષયમાં અન્યદર્શનકારોને ખોટા ન કહેતાં અપૂર્ણ માનવા એ ઉચિત લાગે છે. અમદાવાદ જવાના ૨૫ રસ્તામાંથી એકને જાણનાર ખોટો નથી, અપૂર્ણ ચોક્કસ છે વિશ્વવ્યવસ્થાની સંગીનતા તેઓ બતાવી શક્યા નથી. એટલે વિશ્વવ્યવસ્થાની અપેક્ષાએ અન્ય દર્શનકારો ખોટા ઠરે છે. શાસ્ત્રોમાં જે અન્યદર્શનોનું ખંડન આવે છે તે બહુલતયા વિશ્વવ્યવસ્થાની અપેક્ષાએ આવે છે અને પોતાની આત્માના વિષયની એકાંત માન્યતાને કારણે છે. અને તે ખંડન સાધનાના સ્વરૂપનું માની લઈએ તો તે ન ચાલે.
અન્યધર્મ પામીને પણ જીવની પરિણતિ યથાર્થ વિકસે તે મોક્ષે જઈ શકે છે, કારણ કે સાધના છે, માટે જ નવતત્ત્વમાં અન્યલિંગે સિદ્ધની વાત સર્વજ્ઞ પ્રભુએ બતાવી છે પણ બંધાં અન્યદર્શનો મળીને મોક્ષે જનારા અનંતકાળમાં અનંતા હોવા છતાં જૈનદર્શન પામીને મોક્ષે જનારા તેનાથી અનંતગુણા છે. [શાસ્ત્રોમાં જે અન્યદર્શનોનું ખંડન આવે છે તે બહુલતયા વિશ્વવ્યવસ્થાની અપેક્ષાએ આવે છે અને પોતાની આત્માના વિષયની એકાંત માન્યતાને કારણે છે.]
તે તે દર્શનપ્રણેતાઓએ જેટલો મોહ ખસેડ્યો તેટલો માર્ગ દેખ્યો. પછી જ્ઞાન, ભક્તિ, ધ્યાન વગેરે યોગ બતાવ્યો. આ માર્ગ અપૂર્ણ છે. આંશિક છે. કેડીનો માર્ગ છે. કેડી માર્ગ દ્વારા ઈષ્ટ માર્ગ મળે છે પણ કાંટા કાંકરા, ભુલભુલામણીવાળો છે, જૈનશાસન, રાજમાર્ગ છે. ત્યાં કોઈને પૂછવું ન પડે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org