Book Title: Yogadraushtina Ajwala Part 1
Author(s): Muktidarshanvijay
Publisher: Vardhaman Seva Nidhi Mumbai

View full book text
Previous | Next

Page 428
________________ બંધઅનુબંધ ૪Q૫ કુટુંબ, પરિવાર, દેહ ઈદ્રિયોનાં બંધનો ઉત્તરોત્તર સૂક્ષ્મ છે. મારો આત્મા કાયાની કેદમાં પુરાયેલો છે અને સંબંધીઓના ફંદામાં ફસાયેલો છે. એવું જેને ન લાગે તે જાગૃત નથી. સંસારની પ્રત્યેક ચીજ બંધન લાગે અને છૂટવાની ઇચ્છા તીવ્ર બને તે જાગૃતિ કહેવાય. સ્વજનાદિ ગમે તેવા સાચવે તો પણ તે વિચારે કે આ પુણ્યની અવસ્થા છે પણ મારા ઉત્થાનનું કારણ નથી. નદીના કાંઠે ઊગનારી ધરો (નળ) નામની વનસ્પતિ કે જેમાં માધુર્ય નથી હોતું. નલાદિ કલ્પ અભવ્ય જીવો છે. ગમે તેટલું કરે પણ સંવેગરૂપ માધુર્ય પામે નહીં. દૃષ્ટિનું પરિણમન જૈન સિદ્ધાંતમાં ઘટે છે. કારણ કે જૈનો આત્માને નિત્ય અને પરિણામી માને છે. નિત્યત્વે સતિ પરિણામિત્વ” એવું આત્મસ્વરૂપ માને તો જ બંધ, મોક્ષ અવસ્થા ઘટી શકે છે. આત્માદ્રવ્યથી નિત્ય છે. જુદા જુદા પરિણમન પામી શકે છે. દીપકથી માંડી આકાશ સુધીના તમામ પદાર્થો આવા છે. આવું પ.પૂ. હેમચંદ્રાચાર્ય મહારાજ અન્યયોગવ્યવચ્છેદ દ્વાત્રિશિકા ગ્રંથમાં કહ્યું છે મારી માવ્યો. મોહ ઘટતાં દષ્ટિનું પરિણમન થાય છે એટલે પહેલાં ઓઘદષ્ટિવાળો આત્મા ભવાભિનંદી હતો. વૈષયિક સુખોમાં જ ઈષ્ટત્વની બુદ્ધિને ધારણ કરતો હતો. તે જીવ હવે આ દૃષ્ટિમાંથી બહાર આવે છે. આત્માની વિકૃતિ ઘટતાં અને જાગૃતિ વધતાં જીવ દૃષ્ટિમાં આગળ વધે છે. અન્ય મતમાં આવું સંભવિત નથી, વેદાંત, સાંખ્ય વગેરે દર્શનકારો આત્માને એકાંત નિત્ય, અપરિણામી માને છે. કૂટસ્થ નિત્ય એકાંત એક સ્વરૂપવાળો માને છે. કૂટસ્થ એટલે શું ? કૂટ એટલે એરણ. લુહાર જેના ઉપર લોખંડ કુટે તેને એરણ કહેવાય છે. એરણ તો બાપદાદાના સમયથી ચાલી આવતી હોય છે. લોઢું કુટાય છે, આત્મા એરણ તુલ્ય છે. એરણમાં કોઈ ફેરફાર થતો નથી. તેવો એકસરખો આત્મા છે. વેદાંત દર્શન નિત્ય એકસ્વરૂપવાળો આત્મા માને છે. આ દર્શનના મતે સંસાર અને મોક્ષ ઘટી શકે નહી. સંસાર અને મોક્ષ એ બંને અનુભૂતિના વિષય છે અને વિરુદ્ધ અનુભૂતિ છે એટલે આત્માની ભિન્ન અવસ્થા સ્વીકાર્યા સિવાય તે ઘટી શકે નહી.. બૌદ્ધો આત્માને સર્વથા ક્ષણિક માને છે. દરેક વસ્તુ સર્વથા ક્ષણે ક્ષણે સર્વથા નાશ પામે છે. તેઓ નિરન્વય નાશ માને છે. તેમના મતે બીજી ક્ષણે ઉત્પત્તિ, વળી નાશ. આવું ઘટી ન શકે. વસ્તુ સર્વથા નાશ પામી પછી તે ઉત્પન્ન થાય છે ત્યારે તેના માટે આધાર કોણ ? સોનું હોય તો કડા વગેરે બની શકે પણ આવું (ધ્રૌવ્ય) દ્રવ્ય બૌદ્ધ દર્શન નથી માનતું. તેઓ જ્ઞાનસંતતિ, ક્ષણસંતતિ, પર્યાયસંતતિ માને છે. પણ પર્યાયનો આધાર Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 426 427 428 429 430 431 432 433 434