________________
૪૦૪
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
પણ પરમાર્થમૂલક આદર, બહુમાન, ભક્તિ નથી. આ ત્રણે વધતાં જીવ મોક્ષમાર્ગમાં આગળ વધે છે. તારકતત્ત્વો પ્રત્યે આદર, ભક્તિ વગેરે વધતાં સંસારના પદાર્થો પ્રત્યે વૈરાગ્ય વધે છે. એક સિક્કાની બે બાજુ છે. વૈરાગ્યથી મોક્ષ મળે છે. એ નિર્વેદમાર્ગ છે. ભક્તિથી મોક્ષ મળે છે એ સંવેગનો માર્ગ છે એક સિક્કાની બંને બાજુ છે.
પ્રશ્ન : સંવેગ શું છે ?
ઉત્તર : સ્વરૂપને પામવાનો તલસાટ. સ્વરૂપમાં જ સુખ છે એ સિવાય બધે દુઃખ છે એવી પ્રચંડ માન્યતા તે સંવેગ છે.
પ્રશ્ન : નિર્વેદ શું છે?
ઉત્તર : પાંચે ઈદ્રિયોની ગડમથલ, રોગ, શોક, ઈર્ષા, દુઃખ, જન્મ–જરા–મરણ, ઉપાધિ, આધિ, વ્યાધિ આ બધામાં જીવને અરુચિ થાય તે નિર્વેદ. તે સંસારમાં ચેનથી રહી શકતો નથી. આ વૈરાગ્યની શરૂઆત છે. વૈરાગ્ય તીવ્ર બનતાં તે ઘરે ન રહી શકે. ભાગવું જ પડે. અને કદાચ રહેવું પડે તો શિવકુમાર અથવા શ્રી મહાવીરસ્વામી ભગવાન ૨૮થી ૩૦ વર્ષ સુધી રહ્યા હતા તેમ રહે. અહીં પ્રભુને યોગની છઠ્ઠી દૃષ્ટિ છે. જ્વલંત વૈરાગ્ય છે. પોતાના સંકલ્પ, પોતાના નિમિત્તથી રહિત બનેલા ખાદ્ય પદાર્થોથી જીવનનિર્વાહ કર્યો છે અને સંબંધો છોડી વધુ ને વધુ અંતર્મુખ બન્યા છે. આ ઉત્કૃષ્ટ વૈરાગ્યની નિશાની છે.
- સંવેગ માધુર્ય પહેલી ચાર દૃષ્ટિમાં સંવેગના માધુર્યની ઉપપત્તિ છે કારણ કે ઇશુકલ્પ છે. ચોથી દૃષ્ટિવાળો આત્મા પોતાના દેહ અને પ્રાણી કરતાં ધર્મને અધિક માને છે અને વખતે પોતાના દેહ અને પ્રાણનો ધર્મકાજે ભોગ આપનાર
બને છે.
પ્રશ્ન : મારો આત્મા ચોથી દષ્ટિમાં છે કે નહીં ? દિનપ્રતિદિન અધ્યવસાયસ્થાનકોમાં આગળ વધ્યા છો તેની નિશાની શું ?
ઉત્તર : કુદરતી સંયોગોની પરિસ્થિતિ ડંખ્યા કરે અને કેદીની જેમ જેલમાંથી છૂટવાના દિવસો ગણે. કર્મ એ બેડી-બંધન રૂપ લાગે. આવું રાત-દિવસ થાય તો તે આત્મા જાગેલો સમજવો. આવું ન થતું હોય તો તે ધર્માત્મા જાગેલો ન કહેવો. સંસારના સંયોગો ફાવી જાય છે, આગળ વધવાનું મન થતું નથી. તે બતાવે છે કે આત્માનો પુરુષાર્થ મોક્ષપ્રતિ નથી. સાધક આત્મા ક્ષીણમોહ વીતરાગ ન બને ત્યાં સુધી સંસારમાં તે ફિટ ન થઈ શકે. ગોઠવાઈ ન શકે. સંસારમાં આ બધું બરોબર લાગે તે પ્રમાદ છે. અજાગૃતાવસ્થા છે. અહીં ધર્મ કરવાથી પુણ્ય બંધાશે પણ આત્માને ઉપર લઈ જાય એવું પુણ્યાનુબંધી પુણ્ય નહીં બંધાય. પુદ્ગલની સામગ્રી, સ્વજન
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org