________________
૪૦૬
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
એ દ્રવ્ય છે એવું માનતા નથી. પર્યાય એ અવસ્થા છે અને દ્રવ્ય એ અવસ્થાવાન છે. અવસ્થાનો આધાર છે તેવું નથી માનતાં. જૈનદર્શન તો બધા પર્યાયોમાં અનુસૂત અનુગત મૂળદ્રવ્યને આધાર રૂપે નિત્ય માને છે એટલે સ્વાદુવાદદર્શનને બધું સંગત થઈ શકે છે.
બૌદ્ધોના મતે સંસારની વ્યવસ્થા પણ ઘટી શકતી નથી. ચોર તો ચોરી કરીને મરી ગયો. હવે સજા થાય છે તે તો તમારા મતે બીજી જ વ્યક્તિ છે એટલે ન્યાય અનુપપન્ન બને છે. સજ્જનને બિરદાવવાનું પણ અનુપપન્ન બને છે. એકે પુણ્ય બાંધ્યું અને બીજાને દેવલોક મળ્યો. આ અવ્યવસ્થા તમારા મનમાં આવે છે તેનું તથામવનં અનુરૂપતેઃ દ્રવ્યને નિત્ય માનવાથી જ આ બધું સંગત બની શકે છે.
સર્વજ્ઞ તીર્થકર ભગવાને, “કવિવ્યાધ્રૌવ્યયુવત્ત સત” આ સ્વરૂપે ત્રિપદી આપી અને તે સાંભળવાથી બીજ બુદ્ધિના ધારક ગણધર વગેરે સાધકોનો વિપુલ ક્ષયોપશમ થાય છે. તેઓ વિનયથી પ્રદક્ષિણા કરી પૂછે છે, “બંન્ને હિં તત્તમ્ ?” પ્રભુ કહે છે. ‘૩પડુ વા’ ઉત્પન્ન થાય છે. તેઓ વિચારે છે આ રીતે બધું પેદા જ થયા કરે તો અવ્યવસ્થા થાય. બધું સમાઈ કેવી રીતે શકે ? જગત અધૂરું સમજાતાં ફરી પૂછે છે “વિ તત્તે ?' ત્યારે પ્રભુ કહે છે “વિમેવું વા' નાશ પણ થાય છે. હવે ઉત્પન્ન અને નાશ કોના આધારે થાય છે ? એ ન સમજાતાં ફરી “કિં તત્ત' (તે જ પ્રશ્નો પૂછતાં જવાબ મળ્યો કે “ધ્રુવે વા” (પદાર્થો) સ્થિર પણ છે, ધ્રુવ પણ છે. આ સાંભળતાં આખી વિશ્વવ્યવસ્થા તથા દ્વાદશાંગીનો ક્ષયોપશમ થઈ જાય છે તેઓને સમસ્ત શ્રુતજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થયેલો છે. ગણધરોમાં ષટ્રસ્થાનપતિતત્વ છે. તે મતિજ્ઞાનાવરણીય ક્ષયોપશમના કારણે છે. દા.ત. આપણને બધાને નવકાર આવડે છે એ શ્રુતજ્ઞાન છે પણ પંન્યાસજી મહારાજ એના ૧૦૮ અર્થ કરી શકે છે. ગણધર ભગવંતો એક લાખ ને આઠ અર્થો કાઢી શકે છે, તીર્થંકરો તેના કરતાં પણ વધારે અર્થ કાઢી શકે છે આ મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમને આભારી છે. ગણધરોમાં બધાને શ્રુતજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ સરખો અને મતિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ ઓછો–વધતો હોય છે અને ગણધર સિવાયના ચૌદ પૂર્વીઓનો શ્રુતજ્ઞાનાવરણીય કર્મ ક્ષયોપશમ ઓછો-વધતો હોય છે સરખો હોતો નથી અને મતિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ પણ ઓછો વધતો હોય છે.
અન્યદર્શની પાસે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ છે પણ માર્ગનો યથાર્થ, સૂક્ષ્મબોધ નથી. તેઓ પોતાના મોહનીયકર્મના ક્ષયોપશમ મુજબ યોગસાધના બતાવી શકે છે. પણ પૂર્ણ સમજ ન હોવાથી પૂર્ણ સાધના બતાવી શકવા સમર્થ નથી બનતા.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org