________________
બંધ અનુબંધ
૪૦૩
પ્રશ્ન : અધ્યાત્મની શરૂઆત ક્યાંથી ?
ઉત્તર : વૈષયિક સુખોમાં દુઃખ છે એવી આંશિક પ્રતીતિ થાય ત્યારે આત્માના વિકાસની ભૂમિકા સર્જાઈ શકે છે. આ જ અધ્યાત્મ છે. આ વિગતથી જ આત્મામાં ગુણસંપન્ન અપુનબંધક અવસ્થા આવી શકે છે. અભવ્ય પાસે નિરતિચાર ચારિત્ર છે. નવપૂર્વનો બોધ છે. અનેક જીવોને મોક્ષનું સ્વરૂપ સમજાવી શકે એવો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ છે. પણ આ ગેડ અંદર બેસતી નથી. માત્ર એની પાસે દર્શનમોહનીયની મંદતા નથી તેથી અંશે અંશે પણ આત્મિક સુખોની રુચિ અને વૈષયિક સુખોની અસારતા સમજાતી નથી. શુભયોગ દ્વારા ઊંચું પુણ્ય બાંધી શકે પણ પુણ્યાનુબંધી પુણ્ય બંધાતું નથી કારણ કે એને તત્ત્વની રુચિ ન હોવાના કારણે શુભાનુબંધ પડતો નથી. શુભાનુબંધની શરૂઆત તત્ત્વની રુચિથી અને ૧૮ પાપસ્થાનકની અરુચિથી છે. પોતાનું સ્વરૂપ જ્ઞાન આનંદમય છે તેની પ્રતીતિ થતાં શુભાનુબંધ ચાલુ રહે
પ્રશ્ન : પુણ્યકર્મનો બંધ પણ ક્યારે ? ઉત્તર : શુભભાવ એ પુણ્યકર્મના બંધનું અનંતરકારણ છે. પ્રશ્ન : આ શુભ ભાવ ક્યારે ઉત્પન્ન થાય ? '
ઉત્તર : ક્રિયામાં શુભભાવને ઉત્પન્ન કરવાની તાકાત છે માટે જ્ઞાનીઓ સામાયિક, પ્રતિક્રમણ, જિનદર્શન, જિનપૂજા, સત્સંગ, સદુદ્વાચન, પૌષધને ધર્મ કહે છે. એમાં પણ ચરમાવર્તવર્તી જીવો માટે તો સામાયિકાદિ ખાસ શુભભાવ ઉત્પન્ન કરે છે.
યોગબત્રીસીમાં પ.પૂ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે વિશિષ્ટ ક્રિયા દ્વારા પુણ્યકર્મનો બંધ થતાં યોગની ભૂમિકામાં આગળ વધવાનો અવસર ઊભો રહે છે. જે ક્રિયામાં ઉપયોગ હોય તે ક્રિયા વિપુલ પુણ્યબંધ કરાવી શકે છે. જે ક્રિયામાં ઉપયોગ ગેરહાજર હોય તે ક્રિયા વિપુલ પુણ્યબંધ કરાવી શકે નહીં. ઉપયોગને બીજી બધી ક્રિયામાંથી ખેંચીને પ્રસ્તુત ક્રિયામાં જોડતાં પુણ્યકર્મનો બંધ વધારે અને શુભાનુબંધ વધારે.
અભવ્ય દરેક ક્રિયા ઉપયુક્તપણે કરે છે કારણ કે અભવ્ય પુણ્યબંધ કરે છે. આદર અને બહુમાનપૂર્વકની ઉપયુક્ત ક્રિયા વિશિષ્ટ પુણ્યબંધજનક બની શકે છે.
પ્રશ્ન : અભવ્યને તે તે ક્રિયા પ્રત્યે આદર, બહુમાન છે છતાં પુણ્યાનુબંધ કેમ નહીં ? - ઉત્તર : અભવ્યને આ વીતરાગ પ્રરૂપિત ધર્મક્રિયાઓ રૈવેયકના સુખ આપનાર છે એ ભાવ ચોક્કસ છે પણ આત્માને મોક્ષ આપનાર છે એવી પ્રતીતિ નથી. અભવ્ય સ્વભાવના કારણે સ્વાર્થમૂલક આદર અને બહુમાન છે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org