Book Title: Yogadraushtina Ajwala Part 1
Author(s): Muktidarshanvijay
Publisher: Vardhaman Seva Nidhi Mumbai

View full book text
Previous | Next

Page 424
________________ આઠમીદૃષ્ટિ પર ૪૦૧ ક્ષયોપશમથી સાચું જૈનત્વ આવી શકે છે. ચારિત્ર માટે જ મનુષ્યભવ છે. આપણે મનુષ્યભવનું પુણ્ય બાંધ્યું, પણ સાથે જે ભરતક્ષેત્રમાં જન્મ્યા છીએ તે પૂર્વભવની વિરાધનાનું ફળ છે. આરાધના કરી આરાધક ભાવ આપણે લઈને આવ્યા પણ કેવળજ્ઞાનીના વિરહવાળું ભંરતક્ષેત્ર મળ્યું છે તે કમનસીબી છે, ચારિત્ર લેવું જ ન ગમતું હોય, ચારિત્ર લેવા જેવું લાગતું જ ન હોય તો વિરાધભાવ સાથે લઈને આવ્યા છીએ એમ ચોક્કસપણે માનવું. આરાધકને તો આત્મકલ્યાણ કરવા માટે સમ્યજ્ઞાન-દર્શનચારિત્ર એ જ ઉપાદેય લાગે. ચક્રવર્તી, રાજા, મહારાજા, દેવેન્દ્રનાં સુખો પણ આખરે રાગાદિ પરિણતિ કરાવે છે. આત્માને વિડંબનારૂપ છે. સુપાત્રદાનથી, પરમાત્મભક્તિથી ચારિત્રમોહનીય કર્મ તૂટે છે. તેને ચારિત્ર જ ગમે. તે જ લેવાના ભાવ હોય. અશક્તિના કારણે ન લઈ શકે તો પણ આસક્તિ તો ન જ કરે. જેને સાધુને જોયા પછી આદર-બહુમાન જાગે અને એમ થાય કે આ બધા ફાવી ગયા અને આપણે રહી ગયા. આવું થાય એ આરાધક ભાવની નિશાની છે. પરમાત્માને જોઈને પરમાત્મા બનવાનું મન થાય એ આરાધક ભાવ છે. મનુષ્યભવમાં આવીને પણ સંસારની પ્રવૃત્તિને જ મજબૂત કરવી તે વિરાધક ભાવ છે. પાપની પ્રવૃત્તિથી પરિણતિને વેગ મળે છે માટે પ્રવૃત્તિ પણ સંસાર છે. પાપની પરિણતિ એ નિશ્ચયથી સંસાર છે. જે ધર્મ કરતાં વિપુલ સંવર-નિર્જરા ન થાય અને પુણ્યાનુબંધી પુણ્ય ન બંધાય તો એ ધર્મ કરવા છતાં ધર્મ નહીં. બાર વ્રતોમાં પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને છેલ્લું વ્રત છે તેનો આધાર પ્રેમતત્ત્વ છે. જેટલો પ્રેમ વધે તેમ આ વ્રતો ખીલે છે. પથી ૧૧ વ્રતોનો આધાર સંતોષ છે. બાર વ્રત પાળવા હોય, અને શ્રાવકપણું સુંદર દીપાવવું હોય તો પ્રેમતત્ત્વ અને સંતોષતત્ત્વ ખૂબ વધારો. અનંતાનુબંધીના કષાયો સંક્લેશની હોળીમાં સળગ્યા જ કરે છે. આત્માના મલિન તત્ત્વને દૂર કરવા માટે આત્મવિશુદ્ધિનું પર્વ નજીક આવી રહ્યું છે. પર્વનું પ્રાણ ક્ષમાપના છે. પ્રેમતત્ત્વની વૃદ્ધિ થતાં, ભાવોની વિશુદ્ધિ થતાં કોઈ શત્ર દેખાતો નથી. મોહના ક્ષયોપશમથી દૃષ્ટિ ઊઘડે છે. ક્ષમાપનાનો વિરોધી અહંકાર છે. કોણિક અને ચેડામહારાજનું યુદ્ધ થયું. એમાં ૧ ક્રોડ ૮૦ લાખ માણસો મર્યા છે. તેમાંથી એક દેવલોકમાં, એક મનુષ્યલોકમાં, દસ હજાર માછલાં થયા છે, બાકીના બધા નરકે ગયા છે. સમાધિમરણ પામવા સર્વ જીવો સાથે ક્ષમાપના કરવી જરૂરી છે. ક્લેશ, દ્વેષ ઘણા કર્યા છે. અશરણને શરણ માન્યું છે, અનિત્યને નિત્ય માન્યું છે. આવાં ઘણાં જાળાંઓ બાંધ્યાં છે તે બધાં તોડવાં પડશે પછી આત્મવિકાસ થશે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434