________________
૪૦૦
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
પરાકાષ્ઠા છે. એમાંથી ધ્યાન, સમાધિ અને ક્ષપકશ્રેણી આવે છે. અને કેવળજ્ઞાન મળે છે. આ બધાના મૂળમાં વિનય છે. જીવને આ સંસારમાં વિનયધર્મને આડે શું આવે છે ? વિનયને નહીં બજાવનાર ક્ષણે ક્ષણે મરી રહ્યો છે.
સુખશાલિયાપણું, આપતિપણું, સ્વચ્છંદપણું, અહંકાર, હરામહાડકાપણું, કાયાના રંગરાગમાં રમવાપણું, વિષયવાસનાપણું – આ બધું વિનયથી આત્માને ભ્રષ્ટ કરે છે.
પ્રશ્ન : કઈ ભાવના એ અનાસંગયોગ છે ?
ઉત્તર : કોઈ પણ પદાર્થને ઉપયોગમાં ઘુસાડો નહીં. રાગ-દ્વેષ વિના કોઈ પણ એક પદાર્થમાં ઉપયોગને લીન કરો, આજુબાજુનું ભાન ભૂલી જાવ તો શુક્લધ્યાન આવી શકશે. આ આઠમી દૃષ્ટિનો બોધ લૂખો નથી. ચારે કેવળી બન્યા. કેવળજ્ઞાનમાં જુએ છે. હવે જવા જેવું નથી. આ બાજુ મામા મહારાજને સવારથી તલસાટ, ઉત્સુકતા વધી ગઈ છે. હજી કેમ ન આવ્યા ? એ વિચારમાં ઊંધે રવાડે ચડી ગયા. હં, કેમ નથી આવ્યા ? એમને એમ હશે કે સામે લેવા કેમ ન આવે ? ગુરુ માટે પણ શિષ્યનો વિનય છે. ગુરુનો વિનય છે ? હા, શિષ્ય માટે હલકો વિચાર ન કરવો તે, શિષ્યની દષ્ટિ ખોલી, ભણાવી,ગણાવી પોતાના તુલ્ય બનાવવો એ ગુરુનો વિનય છે પગામ સઝાયમાં આવે છે.
સાહૂણં આસાયણાએ, સાહુણીર્ણ આસાયણાએ,
સાવયાણ આસાયણાએ સાવીયાણું આસાયણાએ અમારાથી શ્રાવક-શ્રાવિકાનો અવિનય ન કરી શકાય. કોઈ કરેમિ ભંતે વારંવાર, વારાફરતી માંગે તો અમને અપ્રીતિ ન થવી જોઈએ. તેમને વિનય શીખવવો એ જુદી વાત છે. આ મામા સાધુ અભિમાનના રવાડે ચડી ગયા. હા, અભિમાનનાં પૂતળાંઓ છે. શેના આવે ? કષાયભાવમાં ચડ્યા અને ગયા ઠેઠ તેમના મુકામ સુધી પહોંચ્યા. આ ભાણિયાઓ પધારો નથી કહેતા. ઊભા નથી થતા, વંદન પણ નથી કરતા એટલે કષાયમાં વધારો થયો... ને કટાક્ષમાં પૂછે છે, ચારમાંથી કોને પહેલાં વંદન કરું ? કહો. વંદન કર્યું ત્યાં સામેથી જવાબ મળ્યો કે આ તો કષાય દંડકની વૃદ્ધિથી વંદન કર્યું. કેવી રીતે જાણ્યું ? જ્ઞાનથી. કયા જ્ઞાનથી ? અપ્રતિપાતી આ..હા...હા... મે કેવળજ્ઞાનીની આશાતના કરી. તીવ્ર પશ્ચાત્તાપ કરે છે. જે શ્રેણીએ નીચે ઊતર્યા હતા તે રીતે ઉપર ચડવા માંડ્યા. દષ્ટિમાં સંવેગમાધુર્ય છે તે આનું નામ. જગતના પદાર્થો આપણને પકડતા હોય, તો આપણામાં સંવેગમાધુર્ય નથી.
કુલાચારથી જૈન–એ ભાવથી જૈનત્વ પામવા માટે છે. મોહનીયના
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org