________________
૩૯૮
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
તો દેહ પણ પોતાનો દેખાતો નથી પછી તેને કયા પદાર્થો પોતાના દેખાય ? પર પદાર્થને મારા તરીકે જોવા, માનવા, બોલવા એ આસક્તિ છે. જે પોતાના નથી તેને મારા માનવા પડે બોલવા પડે તો તે વખતે જીભ કપાતી હોય એવો અનુભવ થાય. દિવસમાં કેટલી વાર મારી પત્ની, મારા પૈસા બોલો છો ? સાધનામાં આગળ વધવું હોય તો “હું, મારું, મેં, મને,” આ ચાર શબ્દો ઉપર કન્ટ્રોલ મેળવો. આ ચાર શબ્દોનો પ્રયોગ ન કરવો. મનમાં ભલે આવે એને પછી અડીશું. તરસ લાગે તો મને તરસ લાગી એમ નહીં બોલવાનું. પણ રસિકભાઈને તરસ લાગી છે એમ બોલવું. ચોવીસે કલાક બોલવામાં, વિચારમાં આ સંસ્કાર પાડો. રસિકભાઈ ખાઈ રહ્યા છે, તેને હું જોઈ રહ્યો છું, રસિકભાઈનું માથું દુ:ખે છે. હું તેને જોઈ રહ્યો છું. આમાં પાગલ જેવું લાગશે પણ એવું નથી.
આવી રીતે બે વર્ષ જીવો. જુઓ તમને એવા સંસ્કાર પડશે કે તમને બધા પર્યાયો પર લાગશે. તમને લોકો પણ કદાચ ગાંડા કહેશે. પણ પછી તમે ડાહ્યા બનેલા હશો. જે પદાર્થ મારો નથી અને મારું કહેતાં શરમ નથી આવતી ? આ ચાર શબ્દો ન બોલવાથી અનેરી મજા આવશે. મિથ્યાત્વસૂચક અહંકાર અને મમત્વને નાથવાની આ પ્રક્રિયા છે. ગાંઠને ઘા લાગવો જોઈએ. ગાંઠનું પહેલાં ફ્રેક્ટર કરો. જે ધર્મ તમે કરો છો, તેનાથી ગાંઠ પર ઘા લાગતો જ નથી. આમાં કંઈ અઘરું નથી. પરલોકનો ભય, દુર્ગતિનો ભય, પરમાધામીની પીડા દેખાતી નથી. બાકી કંઈ અઘરું નથી જ. આત્મા જાગે છે. મુમુક્ષુ બને છે ત્યારે બધો માર્ગ સીધો દેખાતો જાય છે. તેમાં કોઈ વિડંબના લાગતી જ નથી. એક માણસ જેનાથી વારંવાર હેરાન થતો હોય એને મૂળમાંથી સાફ કરવાનું મન થાય છે. એપેન્ડીક્ષનો દુઃખાવો રોજ થતો હોય તો ઓપરેશન કરીને નિર્મૂળ કરાવો છો અને પછી કાયમી શાંતિ મળે છે તેમ એક વાર આ ભવમાં આવા સંસ્કારો દઢપણે પડી જાય છે પછી ભવોભવ ચાલ્યા કરે છે. પણ વૈરાગ્ય નથી. તેની ખામી છે. તેનાં આ બધાં તોફાન છે. વૈરાગ્ય જાગ્યા પછી સંસારની કોઈ પ્રવૃત્તિ થતી જ નથી, ચારિત્રની પ્રવૃત્તિ એક કરવાની બાકી રહે છે. સારા સંસ્કારથી આત્માને ભાવિત કરો. શાસ્ત્રમાં ઘણાં દૃષ્ટાંત આવે છે કે સંસ્કારોથી કેટલું પરિવર્તન આવે છે.
જ શીતલાચાર્ય રાજા છે. દીક્ષા લીધી, ઉચ્ચ કોટીનું ચારિત્ર પાળે છે. શીતલાચાર્યની બેન રાજાને પરણેલી છે. ચાર છોકરા થયા. ઘોડિયામાં સંસ્કાર આપે છે. હીંચોળે હીંચતા બોલે છે તમે મોટા થજો અને તમારા મામાની જેમ ચારિત્ર લઈ આત્મકલ્યાણ કરજો.
મદાલસા એક સન્નારી છે એને પોતાના જીવનમાં પરણવાની ઇચ્છા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org