________________
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
રુચિ ન હોય, સ્વરૂપની તાલાવેલી, તલસાટ ન હોય તો ત્યાં પણ અધ્યાત્મ નથી.
૩૯૬
હું આત્મા છું. જ્ઞાનાદિ ગુણમય છું. ચૈતન્ય તત્ત્વ છું. પરમાત્મા સ્વરૂપ છું–આ વાતને સતત ઘૂંટવાની છે, તો મિથ્યાત્વનો રસ નીકળશે. અનંતાનુબધીના રસને તોડવા માટે પરોપકારનું લક્ષ્ય કેળવવું પડશે. મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય જીવને આગળ વધવામાં અવરોધક બને છે. ધર્મ પામવા દેતા નથી.
સમ્યક્ત્વની બે પાંખ છે (૧) કર્મયોગ (૨) જ્ઞાનયોગ. બેમાંથી જે એક યોગને વિસ્તારે તેને બીજી પાંખ મળે જ. જો સ્વરૂપનો પુરુષાર્થ ટકી શકતો નથી તો પરોપકારને કેન્દ્રસ્થાને લાવો. મેઘકુમારના જીવે હાથીના ભવમાં દયાદિ કેળવીને પરોપકાર કર્યો તો ખૂટતી બીજી કડી બીજા ભવમાં આવી મળી છે. મેઘકુમારે દયાના પરિણામ કર્યા ત્યારે અધ્યાત્મનો બોધ નથી. પણ નિઃસ્વાર્થ ભાવે દયાનો પરિણામ પ્રચંડ બન્યો છે. જાતનો ભોગ આપ્યો છે. પોતે શાંત, પ્રશાંત, ઉપશાંત ભાવે જાતનું વિલિનીકરણ કર્યું છે. આત્માના પરિણામ બગાડ્યા વિના કષ્ટમય જીવન જીવીને જાનફેસાની કરી છે. અનંતાનુબંધીના નાશનો પુરુષાર્થ કર્યો. આ હાથીના ભવની સાધનાએ બીજા ભવમાં રાજકુળ મળ્યું, સમ્યક્ત્વી માતા-પિતા મળ્યાં, નિરતિચાર ચારિત્ર પાળ્યું, ચારિત્રમાં ભવ્યાતિભવ્ય પુરુષાર્થ કર્યો, બાર વર્ષનું માત્ર ચારિત્ર પાળ્યું, કાયા તો સુકલકડી કરી નાંખી, માંસ લોહી સૂકવી નાંખ્યા, શરીરના રસકસ ખેંચી નાંખ્યા. હાથીના ભવમાં પહેલું ગુણસ્થાનક છે. ભલે ગ્રન્થિભેદ નથી થયો પણ મિથ્યાત્વને કેટલું બધું માંદું પાડ્યું છે ! પ્રાણના ભોગે સસલાને બચાવી દયાનું અનુષ્ઠાન કર્યું જે વિઘ્નો આવ્યાં તેને જીતી લીધાં. પ્રણિધાન વગેરે આશયો પણ ક્રમસર આવવા માંડ્યા. જે કાંઈ આવ્યું તે સહન કર્યું. પૂર્વના ભવોના કોઈ સંસ્કારો ન હોવા છતાં—આ વીર્ય એવું બળવાન બન્યું કે આવતા ભવમાં જ ગ્રન્થિભેદ થયો, સમકિત મળ્યું, નિરતિચાર ચારિત્ર પામીને યાવત્ નિકટમાં મોક્ષ પ્રાપ્ત કરશે. પૂર્વભવમાં ચારિત્રનો કોઈ અભ્યાસ ન હોવા છતાં તે તે અનુષ્ઠાનમાં રમતાં શીખ્યો હોવાથી સંસ્કારો દૃઢતર થતાં ગયાં. આપણે ઘણું કરીએ છીએ, પણ તે તે કરતાં બોધવીર્યને બળવાન નથી બનાવતા, આજુબાજુનું ભાન ભૂલીને ક્રિયામાં રંગાઈ નથી જતા. જ્ઞાન, દર્શન, ચારિત્રનું કોઈપણ અનુષ્ઠાન કરો તે કેટલી વાર કરો છો તે મહત્ત્વનું નથી, પણ કેવું કરો છો ? કેટલા. વીર્યથી કરો છો ? તે મહત્ત્વનું છે. દૃઢ સંકલ્પબળથી સંસારના પ્રણિધાનો તોડો અને ધર્મના પ્રણિધાનાદિ જોડો. જે બોધ દ્વારા ભાવિત થઈ જાઓ છો, પછી જે ધર્મક્રિયા કરો તેનાથી સંસાર નીકળી જાય છે. શ્રી સીમંધરસ્વામી ભગવાનના સ્તવનમાં કહ્યું છે કે, અંદરથી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org