________________
આઠમીદૃષ્ટિ પરા
૩૯૭
અક્રિય, લૂખો
અક્રિય સાધે જે ક્રિયાજી, તે નાવે તિલમાત મદ અજ્ઞાન ટળે જેહથીજી તે નહિ નાણની વાત કૃપાનિધિ !
સુણ મોરી અરદાસ.” નિરસ, નિષ્ક્રિય બનીને જે ક્રિયા કરે છે તેની કિંમત નથી “મદ-અજ્ઞાન ટળે જેહથી એ ક્રિયાની કિંમત આંકી શકાતી નથી. તે તે ક્રિયાના કાળમાં જો વીર્ય ઊછળે તો બોધને રંગ્યો કહેવાય. પરિણત દૃષ્ટિથી રંગાયેલો બોધ હોય, તે તે ગુણોથી રંગાયેલા બોધથી ક્રિયાકાળે હૃદય એટલું બધું ભીંજાઈ ગયેલું હોય છે, આત્મા મુલાયમ બન્યો હોય છે. અને તેથી જ લેશમાત્ર પણ કઠોર પરિણતિ હોતી નથી. કષાય, આસક્તિ, અજ્ઞાન વગેરેનું જોર હટતું જાય છે. અકાળે કોઈ આપણું સ્વજન મૃત્યુ પામે ત્યારે તેનો આઘાત જબરજસ્ત હોય છે. તે બોલે તો કેવું બોલે ? તે વખતે હસી શકે ? તે વખતે પદાર્થમાં રતિ કેવી હોય ? અહંકાર કેવો હોય ? તે વખતે તમારે લાડવા ખાવા હોય તો ખાઈ શકો ? પેંડા–બરફી ખાઈ શકો ? સારું પહેરી શકો ? કદાચ પૂછેલાનો ઉત્તર આપવો પડે તો પણ તે ટૂંકામાં આપીને વાત સમેટી લે છે. આ જીવ સંસારની અસારતાથી ક્ષણભર પૂરતો રંગાયેલો છે. વિયોગથી ઊભા થયેલા દુ:ખથી રંગાયેલો છે. તેથી સંસારની ક્રિયા રસપૂર્વક નથી કરતો. બસ, આવી રીતે, આવી પરિણતિથી સમગ્ર સંસારમાં જીવવાનું છે આપણો મોક્ષ ન થાય ત્યાં સુધી આ રીતે જીવવાનું છે. પેલાને તો સ્વજન મૃત્યુ પામ્યો છે. તેનો વિયોગ સતાવે છે. અહીં તો આત્મા જ ગયો છે, આત્મા મરી ગયો છે. પરમાત્મા સ્વરૂપ આત્મા મરી ગયો છે. તેનો વિયોગ સતાવે છે ? આત્મા દબાઈ ગયો છે. ચૈતન્યની અનુભૂતિ પાસે આખું જગત મડદા તુલ્ય છે.
જેનો વૈરાગ્ય ઊંચો છે તે ખાઈ શકતો નથી, પી શકતો નથી, કોઈની સાથે મન દઈને બોલી શકતો નથી. તેને પરમાત્માનો વિયોગ સતાવે છે. પરમાત્માની રુચિ સતત રહેવી જોઈએ. પ્રભુને પામવા માટે જ મનુષ્યભવ છે. તેનું અનુસંધાન છૂટવું ન જોઈએ. કરોડોની સંપત્તિ ભેગી કરવા માટે આ ભવ નથી મળ્યો. ચક્રવર્તીએ છ ખંડ ભેગા કર્યા. ૩૨,૦૦૦ મુગુટબદ્ધ રાજાઓ છે, ૧,૯૨,૦૦૦ સ્ત્રીઓ છે. હાથી, ઘોડા, રથ, પાયદળ, વગેરે બધું છે. મૃત્યુ વખતે કોઈ સાથે જતું નથી. એકલાને મરણશય્યા પર પોઢીને જવું પડે છે. આ સત્ય સમજાઈ જાય તો જીવ વિવેકી બને.
પહેલી ચાર દૃષ્ટિમાં મિથ્યાત્વ ઘટતું જાય છે. અનંતાનુબંધીનો રસ તૂટતો જાય છે. આગળ આગળની દૃષ્ટિમાં સ્વરૂપની રુચિ તીવ્ર બને છે. સ્વાર્થવૃત્તિ ઘટતી જાય છે. સંકુચિતતા ઘટતી જાય છે. ને સમ્યકત્વ સ્પર્શતાં
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org