Book Title: Yogadraushtina Ajwala Part 1
Author(s): Muktidarshanvijay
Publisher: Vardhaman Seva Nidhi Mumbai

View full book text
Previous | Next

Page 422
________________ આઠમીદૃષ્ટિ પરા ૩૯૯ નથી પણ જ્યારે પરણવાના સંયોગો આવ્યા ત્યારે પતિ સાથે નક્કી કર્યું છે કે જે સંતાન થશે તેના ઉપર હક્ક મારો રહેશે. પતિએ સ્વીકાર્યું છે પછી પોતાને જે બાળકો થયાં તેને ઘોડિયામાં સંસ્કાર આપે છે. બ્લોગતિ, વૃદ્ધો:સિ. નિરંજનનોગતિ, સંસરિયાપરિવર્તિતોગતિ આવી માતા એ વાસ્તવિક માતા કહેવાય છે. (મદાલસા અને શીતલાચાર્ય બંને જુદા છે મદાલસાનું તો વચ્ચે પ્રસંગોપાત સૂચન કરે છે.) “ “જનની જણ તો ભક્તજન, કાં દાતા કાં શૂર, નહીંતર રહેજે વાંઝણી મત ગુમાવીશ નૂર'' શીતલાચાર્યની બેન પોતાના ચારે દીકરાને કહે છે તમે મોટા થજો, મામાની જેમ ચારિત્ર લેજો. આમ સંસ્કાર આપ્યા. ચારે મોટા થઈને બીજા આચાર્ય મહારાજ પાસે દીક્ષા લીધી. ભણ્યા, ગણ્યા, તૈયાર થયા. ગુરુ મહારાજને કહે છે કે, અમારે મામા મહારાજ પાસે જવું છે. તેમનાં દર્શન, વંદન, સેવા, સત્કાર કરવા દ્વારા કૃતાર્થ થવું છે. ગુરુએ રજા આપી. વિહાર કર્યો. રસ્તામાં મામા ગુરુની. ચારિત્ર સંયમની વિચારણા કરતાં આત્માને ભાવિત કરી રહ્યા છે એટલે દિષ્ટિમાં આગળ વધી રહ્યા છે. કષાયો નીકળતા જાય છે. કષ્ટોને કષ્ટ ગણતાં નથી. જે ચીજ પામવાનો તલસાટ છે ત્યાં હિમાલય જેવાં મોટાં વિપ્નો આવે તો પણ જીવ ઓળંગી જાય છે. આ ભાણિયાઓ પણ નજીક આવી રહ્યા છે. સંધ્યાકાળ થયો. બે-ચાર માઈલ દૂર રહી ગયા. મામાને સમાચાર આપ્યા કે, તમારા ચાર ભાણેજ શિષ્યો તમારી પાસે આવી રહ્યા છે. રાત થઈ ગઈ છે. તેથી રોકાઈ ગયા છે. પણ કાલે સવારે મળવા આવશે. શીતલાચાર્યને પણ આનંદ થયો. સંસારનો સંબંધ છે. અને વળી ઉત્તમ કોટીના સંયમી બનીને આવી રહ્યા છે એટલે મળવાની ઉત્કંઠા જાગી છે. વચ્ચે આડી રાત બાકી છે. રાત્રે આ ચારે ભાવના ઉપર ચડે છે. કેવા કમભાગી, કેવા પાપી, આજે પહોંચી જ ન શક્યા. જરાક વહેલા નીકળ્યા હોત તો સેવા કરી શકત. આત્માની વાતો કરી શકત, સંથારો કરી શકત, શરીરની સુખાકારી પૂછી શકત. ભાવનાના માધ્યમથી મહાવિનય ધર્મનું આચરી રહ્યા છે. જેનાથી આઠે કર્મો નીકળે તે વિનય. પૂજ્યોના ગુણગાન ગાય છે. તેમની વિશેષતાઓ વિચારે છે. આદર-ભક્તિ, બહુમાનથી ઉપયોગ રંજિત થયો છે. આજુબાજુનું ભૂલી જવું એ વિનય ધર્મ છે. તે અત્યંતર તપ છે. વિનય એ ધર્મનું મૂળ છે. મહાત્મા ભાવનામાં લીન બન્યા. કાયાનું ભાન ભૂલી ગયા. જીવવીર્ય એવું ઊછળ્યું કે અસંગ યોગને પામ્યા. અનાસંગને પામ્યા. કેવળજ્ઞાનને પામ્યા. કોઈપણ પદાર્થનો વિચાર કરતાં ભાવના પર ચડાય છે. શાસ્ત્રના અધ્યયનથી પદાર્થનો નિર્ણય થાય છે. સ્વરૂપનો નિર્ણય કરવા માટે આ બધું કરવાનું છે. વિચાર પછી ભાવના આવે છે. લક્ષ્યને આંબવાની લગની તે ભાવના છે. એ ન મળે ત્યાં સુધી જંપ ન વળે એ અવસ્થા એ ભાવનાની Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434