Book Title: Yogadraushtina Ajwala Part 1
Author(s): Muktidarshanvijay
Publisher: Vardhaman Seva Nidhi Mumbai

View full book text
Previous | Next

Page 418
________________ આઠમીદૃષ્ટિ પરા ૩૯૫ કામના હોઈ શકે છે. સાધુ થયા પછી સાધુની આંખો સામે માન, પદ, પ્રતિષ્ઠા, યશ, શિષ્યવર્ગ, ભક્તવર્ગ રહેતો હોય તો આ પણ પરિગ્રહ છે. આવરણરૂપ છે. સાધુને શિષ્યમોહ એ દ્વિપદ પરિગ્રહ છે. તમને જેમ દ્વિપદ, ચતુષ્પદ, અપદ પરિગ્રહ રુપે છે તેમ સાધુને પણ શિષ્ય, ભક્ત, પુસ્તકનું અભિમાન હોય તો તે આવરણરૂપ છે. પરિગ્રહરૂપ છે. હું ક્યાં છું ? તે વિચારી અને હું જ્યાં છું તેને અનુરૂપ છું કે નહીં ? એ વિચારીને આત્માને તૈયાર કરવાનો છે. આ પણ સાધુનો એક સંસાર છે. ગૃહસ્થને પોતાના જીવનમાં પરિગ્રહ, પૈસા, પત્ની વગેરે જેમ પરિગ્રહ છે તેમ સાધુનો સંસાર છે. જેના જીવનમાં અધ્યાત્મનું લક્ષ્ય નહીં તેની પ્રવૃત્તિ સંસાર છે. કર્મયોગનું એક ભયસ્થાન છે કે પ્રવૃત્તિ કર્યા પછી તે તેમાં અતિશયપણે ચોંટી જાય છે. ત્યારે એ પોતાના સ્વરૂપને ભૂલી જાય છે. આત્મા અને પરમાત્માને પ્રતિસમય યાદ કરવાના છે. ભૂલવાના નથી અને આત્મા, પરમાત્મા બને તે માટે જે સાધના કરીએ છીએ તે કરીને પછી એ બધું ભૂલી જવાનું છે. તો મોક્ષ મળે. આજની પરિસ્થિતિ વધુ ગંભીર છે કે એક બાજુ આત્મા અને પરમાત્માને ભૂલી ગયા છીએ અને બીજી બાજુ જે પરોપકારાદિ કરવાનું છે તે કરતાં નથી. જેને આત્મા–પરમાત્માનું લક્ષ્ય નહીં અને પરોપકારાદિ કેન્દ્રમાં નથી તેને માટે દુર્ગતિ સહેલી છે. કર્મયોગ એવો કરો કે આત્મા પરમાત્માને ભૂલે નહીં. પરિઘમાંથી કેન્દ્ર તરફ જવું એ અધ્યાત્મ છે. કેન્દ્રમાંથી પરિઘ તરફ જવું એ સંસાર છે. કેન્દ્રમાં આપણો આત્મા છે. પરિઘ એટલે સારી નરસી બધી પ્રવૃત્તિ પરિઘ છે. પરિઘમાંથી કેન્દ્રમાં આવવાનું છે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જ્ઞાનમય, આનંદમય પરમાત્મસ્વરૂપ, એ કેન્દ્ર છે. પરિઘમાં જાવ તેનો વાંધો નહીં. પણ કેન્દ્રમાં જવાનું ભૂલો નહીં. પરિઘમાં જઈને કેન્દ્રમાં આવી જાવ. શુદ્ધિ વધતી જાય તેમ તેમ કેન્દ્રની નજીક આત્મા આવતો જાય છે. પરિઘની ઉપર જ રહેવું, ત્યાં જ ફરવું એ ચક્રાવો જ છે. શુભાશુભ પ્રવૃત્તિ એ પરિઘ છે. વિવેકી, સ્વરૂપને ભૂલીને કશું ન કરે, સ્વરૂપને પામવા માટે કરે તો આ શુભ પ્રવૃત્તિનો જ્ઞાનીઓ નિષેધ નથી કરતાં. જ્ઞાનીનો ઉપદેશ છે જે કાંઈ કરો તેમાં જગતને ભૂલો, જાતને ન ભુલો. આપણી દરેક પ્રવૃત્તિની પાછળ આત્મા પરમાત્માનું નિરંતર સ્મરણ રહેતું હોય. દરેક પ્રવૃત્તિમાં સ્વરૂપ સંકળાયેલું રહે તો અધ્યાત્મ આવે છે. અને જો અધ્યાત્મનો મેલ નથી, અધ્યાત્મની રુચિ નથી અને શુભાશુભ પ્રવૃત્તિ છે તે પરિઘ ઉપર જ છે. ખાલી પરિઘ ઉપર ફરે તેના જીવનમાં દૃષ્ટિ આવી નથી. એકાંતે અશુભ પ્રવૃત્તિમાં રમનારો અધ્યાત્મ નથી જ પામ્યો. શુભ પ્રવૃત્તિમાં પણ જો સ્વરૂપની Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434