________________
૩૯૪
ગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
વધુ ચોથી નરક સુધી જઈ શકે છે અને મનુષ્ય મરીને સાતમી નરક સુધી જઈ શકે છે. મન અને બુદ્ધિને સન્માર્ગે નહીં વાળીએ તો મનુષ્યભવમાં ભાવિ નુકસાન છે. સિંહના જીવનની ખાસિયત છે. તે જંગલનો રાજા છે. ભૂખ લાગે નહીં ત્યાં સુધી પડ્યો રહે છે, સૂતેલો રહે છે, કોઈને કાંઈ કરે નહીં. એ ક્રૂર હિંસક, માંસાહારી ભલે પણ નિરર્થક હિંસા કરે નહીં. જરૂરિયાત ઉપસ્થિત થાય ત્યારે જ હિંસા કરે છે. આ ઓછું જમા પાસું છે ? વળી નીકળે ત્યારે ગર્જના કરે છે એનો અર્થ શું ? – આ ઘોષણા છે કે જંગલનો રાજા સિંહ, હવે હું જાગ્યો છું, જે નાનાં પ્રાણીઓને ભાગવું હોય તે ભાગી જઈ શકે છે. પોતે નબળાનો શિકાર નથી કરતો. એના જેવા બળવાનનો શિકાર કરે છે તે પણ પીઠ પાછળ નહીં. પણ સામે ચાલીને, ખબર આપીને શિકાર કરે છે. સામી છાતીએ આવીને શિકાર કરે છે. આટલી બધી વિશેષતાઓ એમાં છે તે કંઈ જ ફળ ન આપે ? સારી નરસી યોગ્યતાઓ કર્મબંધના અધ્યવસાયમાં કારણ બને છે. તે હાથીને સામે બોલાવીને શિકાર–યુદ્ધ કરે છે. એને જીતીને ગંડસ્થળ પર ચડી બેસે છે પછી એને મારે છે. આ ક્રૂરતા એ નેગેટીવ પોઇન્ટ છે. પ્રામાણિકતા, વિશ્વાસઘાતનો અભાવ, વગેરે ગુણો સિંહને સાતમી નરક સુધી લઈ જતાં નથી તે બળનો દુરુપયોગ નથી કરતો.
જેમ જેમ દૃષ્ટિ આગળ વધે તેમ બોધ-વીર્ય વધુ હોય છે, પ્રકાશ વધુ હોય છે. સઋદ્ધા સંગતો બોધ-તે દૃષ્ટિ છે. ખાલી શાસ્ત્રજ્ઞાનના કોરા બોધને દૃષ્ટિ નથી કહી. સમ્યમ્ શ્રદ્ધા પડેલી છે એવો જે બોધ-તે દૃષ્ટિ છે. એવો બોધ હૃદયને ભીનું કરે છે, ભાવિત કરે છે, જે બોધથી હૃદયની કર્કશતા અને કઠોરતા નીકળે છે તે બોધ દષ્ટિ કહેવાય છે. આપણે આપણા ઉપાદાનને તૈયાર કરવાનું છે. જે આત્માનો સંસારકાળ અધિક છે તે આત્મા ઉપાદાનને તૈયાર કરવા માટે દુર્લક્ષ્ય સેવે છે. આપણો આત્મા અહંકાર અને રાગાદિથી વાસિત છે અને વિષય–કષાય વગેરે બહારનું જે ગમે છે તે આંતરજાગૃતિનો અભાવ જણાવે છે. પદ-પ્રતિષ્ઠા-પરિગ્રહ એ આંતરજાગૃતિના શૂન્યત્વને આભારી છે. જેને બહારનું ગમે છે, બહારનો રસ છે તે અંદરથી ખાલી છે અને આત્મા ભીંજાય છે, પોતાના ગુણોમાં એકતાન બને છે, અંદરથી જેમ ભરાતો જાય છે તેમ તેમ બહારથી ખાલી થાય છે. બહારથી પૂર્ણ બનાતું જ નથી. અંદરનું ખાલીપણું બહુ ભયંકર છે. અંદરથી જે ખાલી થવું તેના જેવું એકે દુ:ખ નથી, તે બહારની ચીજોથી પુરાવા માગે તો તે નહીં બની શકે. બહારથી ભરાવાનો પ્રયત્ન કરનાર અંદરથી સવિશેષપણે ખાલી થતો જાય છે. તત્ત્વજ્ઞાનીના આ સમાધાનથી આપણે આપણી રુચિને રોજ માપતાં રહેવું જોઈએ. ચારિત્ર લીધા પછી કીર્તિની
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org